Hun to kahis

Hun to kahis Youtube news channel

08/08/2026

ધનસુરાના બગીચા વિસ્તારમાં આજે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું હતું. વિજિલન્સ ટીમથી બચવા માટે વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરે બેફામ ગાડી દોડાવીને માર્ગ પર જતી અન્ય ચાર ગાડીઓને અડફેટે લીધી હતી.

મળેલી માહિતી અનુસાર, ધનસુરાના બગીચા વિસ્તારમાં વિદેશી દારૂથી ભરેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 01 RY 0875) પસાર થઈ રહી હતી, ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે તેને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. વિજિલન્સની બાતમીથી ગભરાઈ ગયેલા બુટલેગરે પોતાની ફોર્ચ્યુનર કાર પૂર્ણ ઝડપે દોડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રસ્તા પર ઉભેલી તથા પસાર થતી આલ્ટો (GJ 31 N 4820), ક્રેટા, સ્વિફ્ટ અને અન્ય એક કાર એમ કુલ મળીને ૪ ગાડીઓને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ફોર્ચ્યુનર અને અલ્ટો સહિતની ગાડીઓના આગળ-પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું. જોકે, વિજિલન્સની ટીમે હિંમતપૂર્વક પીછો કરીને દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારને આખરે ઝડપી પાડી હતી.



#

08/08/2026

અરવલ્લી: વાંકાનેડામાં 8 વર્ષની બાળકી સાથે કથિત યોન શોષણના પ્રયાસથી ચકચાર!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાંકાનેડા ગામમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, 8 વર્ષની નાની બાળકી વહેલી સવારે પોતાના ઘરની નજીક સામાન લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના જ આરોપી 'નાનાભાઈ રામાભાઈ ખાંટ' નામના શખ્સે બાળકીને એકાંત તરફ લઈ જઈ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ/યોન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

માતા સમયસર પહોંચતા આરોપી ફરાર:

બાળકીએ પોતાની બુમરાણ મચાવતા તેની ચીસો સાંભળીને માતા તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. માતાને આવતી જોઈ આરોપી નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પરિજનો બાળકીને ઘરે લાવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કાર્યવાહી:

માલપુર પોલીસે પીડિત બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નાના�

08/08/2026





08/08/2026

બાયડ વુંદાવન ગેસ્ટ હાઉસમાં ઘમ ધમી રહ્યો છે દેહવ્યાપાર
કોની રહેમ નજર
શું આ વિડિઓ જોયા પછી પણ તંત્ર કોઈ એક્શન નઈ લે???




03/08/2026

વડોદરામાં 17 વર્ષની યુવતીનું રોલર નીચે આવી જતા મૃત્યુ




02/08/2026

નેપાળના સુનસારી અને તત્રાઈ પ્રદેશોમાં કાવડ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક અથડામણો અને વિરોધ પ્રદર્શનો વચ્ચે, કેટલાક જૂથોએ મુસ્લિમો વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા. જેનનો વીડિયો સામે છે. આ હિંસક ઘટનાઓ પછી ઘણા વિસ્તારોમાં તણાવ અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.



02/08/2026

મહારાષ્ટ્રના નાસિકનો એક અત્યંત ભાવનાત્મક ફોટો સોશિયલ

મીડિયા પર સામે આવ્યું છે. આ તસવીરમાં એક માસૂમ બાળક હસતું દેખાય છે, પરંતુ તેની પાછળની વાર્તા લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

વાયરલ માહિતીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાળકીને તેના માતાપિતાએ ત્યજી દીધી હતી કારણ કે તે એક પુત્રી હતી. આ ઘટના એક મોટો પ્રશ્ન ઉઠાવે છે - શું પુત્રી હોવું કોઈ ગુનો છે?બાળકને ત્યજી દેવાના કારણો અંગે અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે. આ મામલાની તપાસ ચાલુ છે અને અંતિમ સત્ય સત્તાવાર તપાસ પછી જ બહાર આવશે. આ પોસ્ટનો હેતુ કોઈની સામે નફરત ફેલાવવાનો નથી, પરંતુ દીકરીઓના મહત્વ અને તેમના સન્માન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.




❤️

02/08/2026

એક અનિયંત્રિત ટ્રકે હોર્ન વગાડતા શ્રદ્ધાળુઓને ટક્કર મારી દીધી. ઘટના બાદ સ્થાનિકો અને વહીવટીતંત્રની મદદથી ઘાયલ શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.




Address

Amroli Surat
Surat
304107

Website

Alerts

Be the first to know and let us send you an email when Hun to kahis posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share