02/09/2025
રાપર નગરપાલિકા ના પ્રમુખ એ વાયદા મુજબ અંતિમયાત્રા વાહિની ન ફાળવતા એડવોકેટ સુરેશભાઈ મકવાણા દ્વારા ફરી એક વાર રજૂઆત કરાઈ
રાપર શહેરમાં છેલ્લા 4 મહિનાથી અંતિમ યાત્રા વાહિની નથી.
આ બાબતે આજથી દોઢ મહિના અગાઉ સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખે રાપર નગરપાલિકા તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો પર નિશાન સાધતા આક્રોસ પૂર્વક આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું હતું કે, રાપર નગરપાલિકા તંત્ર એ તો સાવ હવે હદ કરી નાખી છે. માણસના મોતના લાયજા ને આ નગરપાલિકાનું તંત્ર સાચવી શકતું નથી. તો બીજું શું સાચવી શકે રાપર નગરપાલિકા ની બોડી થી લઈ રાજ્ય અને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને તેમ છતાં રાપરને એકમાત્ર અંતિમ યાત્રા વાહીની અપાવી શકતા ન હોય તો આવા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ રાજીનામાં આપી દેવા જોઈએ. કારણ કે, તમારાથી વહીવટી તંત્ર ચાલી શકે તેમ નથી. આવી આક્રોશ ભરી રજૂઆત જ્યારે કરાઈ હતી. ત્યારે રાપર નગર પાલિકાના પ્રમુખએ વળતો જવાબ આપતા દૈનિક સમાચાર પત્રોમાં જણાવ્યું હતું કે, એક મહિનામાં અંતિમ યાત્રા વહીની ફાળવવામાં આવશે.. પરંતુ દોઢ મહિના જેટલો સમય થઈ ગયેલ હોવા છતાં અંતિમયાત્રા વાહિની ન ફાળવતા ફરી એકવાર સુરેશભાઈ મકવાણા એ ઉગ્રભરી રજૂઆત કરી હતી ... તો વધુમાં સાંભળીએ સુરેશભાઈ મકવાણા પાસેથી.....
#કચ્છન્યુઝ
#રાપરન્યુઝ
#ગુજરાતન્યુઝ