18/12/2025
‘તાપીમાં ઠેકડો મારું છું’ – ભાઈની નજર સામે બહેનની મોતની છલાંગ
સુરતમાં વરાછા વિસ્તારના એ.કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. માતાના અવસાન બાદ પિતા પણ છેલ્લા બે દિવસથી ઘર છોડીને જતા રહેતા હોવાથી યુવતી ભારે માનસિક આઘાતમાં હતી. ઘટનાના દિવસે તે પોતાના ભાઈ સાથે બહાર નીકળી હતી અને અચાનક બ્રિજ પરથી નદીમાં કૂદી પડી. ભાઈ કંઈ સમજી શકે તે પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ. બાદમાં યુવતી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણીએ પોતાના માનસિક દુઃખ અને એકલતા અંગે ઉલ્લેખ કર્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.