20/04/2026
અમદાવાદમાં હવે DNA ટેસ્ટના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે અંદાજે 550 બાળકોના ટેસ્ટ થાય છે, જે સમાજમાં વધતી શંકા અને સત્ય જાણવા માટેની ઝંખનાને દર્શાવે છે.
ચોંકાવનારી વાત એ છે કે 60થી 70% કેસોમાં શંકા કરનાર પિતા જ બાળકના સાચા પિતા સાબિત થાય છે જ્યારે આશરે 30% કેસોમાં હકીકત અલગ નીકળે છે.
પિતા-બાળકના ટેસ્ટનો ખર્ચ રૂ. 25,000થી 30,000 છે, જ્યારે ત્રણેયનો ટેસ્ટ રૂ. 50,000 સુધી જાય છે. હવે આ ટ્રેન્ડ માત્ર શહેરમાં નહીં, ગામડાઓ અને શ્રમિક વર્ગમાં પણ જોવા મળી રહ્યો છે.
DNA Test, Ahmedabad News, Gujarati News,Facts,Vande Gujarat TV