03/12/2024
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 વડીલો ને નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા કરાવાઈ,
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ વંદના આશીર્વાદ યાત્રા તારીખ :- 01/12/2024 ને રવિવાર ના રોજ 100જેટલાં વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચુકેલા વડીલો ને યાત્રા કરાવવા હેતુ સવારે 08:30 કલાકે યાત્રા 2 બસ અને 3 ફોરવ્હિલ સાથે પ્રસ્થાન થઈ હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી આ આશીર્વાદ યાત્રા સવારે ઘલુડી મંદીર, ત્યારબાદ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા નવનિર્માણ પામનાર સંસ્કૃતિધામ વૃદ્ધાશ્રમ ની જગ્યા ની મુલાકાત, ગાય પગલાં પૌરાણિક મંદીર, બપોરે જમણવાર બાદ પારિવારીક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમ્યાન વડીલો સાથે સંવાદ થયો હતો,
ત્યારબાદ ગર્લતેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને સાંજે દાદા ભગવાન મંદિર દર્શન કરીને સાંજે જમણવાર બાદ યાત્રા પૂર્ણ થઈ હતી,
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો ની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,,
નિ-શુલ્ક વડિલ યાત્રા માં જોડાવા માટે
યુવા સંસ્કૃતી ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત
સ્થળ:-107 રાઇઝોન પ્લાઝા, સરથાણા જકાતનાકા, સુરત
મો:-74300-47000