Round news

Round news Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Round news, News & Media Website, main Road, Surendranagar district.

ઝાલાવાડ તથા આસપાસના વિસ્તારોના તાજા, સાચા અને વિશ્વસનીય સમાચાર માટે આપનું સ્વાગત છે.
અમે આપ સુધી પહોંચાડીએ છીએ –
✔️ સ્થાનિક સમાચાર
✔️ તાજી ઘટનાઓ
✔️ સામાજિક અને રાજકીય અપડેટ
✔️ શિક્ષણ, રોજગાર અને સરકારી યોજનાઓની માહિતી

અમારું ધ્યેય છે સાચી અને નિષ્પક્ષ મા

07/09/2026

ધ્રાંગધ્રા મેળો વિના વિઘ્ને સંપન્ન થતા પાલિકા અને ભાજપ સંગઠનની ટીમે શીતળા માતા મંદિર દર્શન કર્યા

ધ્રાંગધ્રા મેળાનો નજારો
06/09/2026

ધ્રાંગધ્રા મેળાનો નજારો

ધ્રાંગધ્રા મેળાનો રાત્રી નજારો
06/09/2026

ધ્રાંગધ્રા મેળાનો રાત્રી નજારો

ધ્રાંગધ્રા મેળો
06/09/2026

ધ્રાંગધ્રા મેળો

ધ્રાંગધ્રા મેળો રાત્રે નજારો જુઓ
06/09/2026

ધ્રાંગધ્રા મેળો રાત્રે નજારો જુઓ

06/09/2026

ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી ગણાય છે*

રાજ્યમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે*

ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વાડી વિસ્તાર અને ગામના તળાવના કાંઠે ગીધ જોવા મળી રહ્યા છે*

*સુરેન્દ્રનગર જીલ્લાના મેથાણ, ભારદ, અખીયાણા રાજ ચરાડી, ચંદ્રાસર, જેવા ગામમા ગીધ જોવા મળે છે*

*ઘુડખર અભ્યારણ વિભાગના અધિકારી દ્વારા તેની જાળવણી થાય તેમજ તેની સંખ્યામાં વધારો તે માટે ગ્રામજનોને આપે છે માર્ગદર્શન*

ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર આ પક્ષી ને બચાવા માટે સુ કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધે શકે. તે બધી બાબતો વધુ મહત્વની છે. ઉલ્લેખનીય છે.કે. ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે.અને તેની સંખ્યા પહેલા બહુ હતી પણ છેલ્લા કેટલાક વર્ષો માં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સુરેન્દ્રનગર ની વાત કરી તો જિલ્લામાં ભારદ, અખિયાણા, પીપળી, મોટી માલવણ, ચંદ્રાસર, રાજચરાડી, મેથાણ, જેવા ગામડામાં તેમજ ગ્રામ્ય વિસ્તારની સીમ તેમજ તળાવના કાંઠે ગીધની સંખ્યા જોવા મળે છે આશરે 40 થી વધુ ગીધ જોવા મળે છે.હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારની અવાર નવાર મુલાકાત લઈને ગીધ વિષે ની માહિતી મેળવી હતી.જેમાં આ વિસ્તારની જગ્યાએ જઈ ને ઝાડની અંદર તેના માળા છે તેની સુ હાલત છે અને કેટલા માળા છે. તેની માહિતી લેવામાં આવી હતી. સાથે સ્થાનિક લોકો સાથે પણ ગીધ ને બચાવવા માટે સુ કરવું જોઈએ અને તેના ખોરાક માટે પણ તેનો જોઈતો ખોરાક તેના નજીકના વિસ્તારમાં. મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

વઢવાણ આંગણવાડીમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીવઢવાણ તાલુકાના વઢવાણ ઘટક-૨ અંતર્ગત આવતા તમામ આંગણવાડી કેન્દ્રોમાં કૃષ્ણ જન...
06/09/2026

વઢવાણ આંગણવાડીમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

વઢવાણ તાલુકાના વઢવાણ ઘટક-૨ અંતર્ગત આવતા તમામ આંગણવાડી કેન્દ્રોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહ અને આનંદોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ નિમિત્તે આંગણવાડી કેન્દ્રોને રંગબેરંગી રોશની અને શણગારથી સજાવવામાં આવ્યા હતા.

ઉજવણી દરમિયાન ભૂલકાંઓ શ્રીકૃષ્ણ અને રાધાજીના મનોહર વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. બાળકો માટે મટકી ફોડ, રાસ-ગરબા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેમાં નાહના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્સવનો આનંદ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. તમામ બાળકોને પ્રસાદી અને અલ્પાહાર વિતરણ કરી કાર્યક્રમનો હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યો હતો.

06/09/2026

ધ્રાંગધ્રા મેળામાં ભાજપ નેતાઓ

ધ્રાંગધ્રા મેળો વિના વિઘ્ને સંપન્ન થતા પાલિકા અને ભાજપ સંગઠનની ટીમે મેળાથી પગપાળા શીતળા માતાજી મંદિરના રાત્રે ૧૨ વાગ્યે ...
06/09/2026

ધ્રાંગધ્રા મેળો વિના વિઘ્ને સંપન્ન થતા પાલિકા અને ભાજપ સંગઠનની ટીમે મેળાથી પગપાળા શીતળા માતાજી મંદિરના રાત્રે ૧૨ વાગ્યે દર્શન કરી માતાજીનો આભાર માન્યો હતો
જય માતાજી

બોલો....મેળાનું ભાજપના મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છતાંય મંજૂરી ના આપી ધ્રાંગધ્રાના મંત્રી અને  સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દં...
06/09/2026

બોલો....મેળાનું ભાજપના મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છતાંય મંજૂરી ના આપી ધ્રાંગધ્રાના મંત્રી અને સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક દ્વારા ઉદ્ઘાટન કરાયું છતાંય ઉદ્ઘાટન બાદ મોડેથી મંજુરી આપી બોલો

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સરકાર વિરૂધ્ધ વિચારધારા વાળા અધિકારી આવી ગયા છે કે શું ? જિલ્લાભરમાં ચર્ચા

મંત્રી અને નાયબ મુખ્ય દંડક સહિતના નેતાઓની મહેસુલી અધિકારીઓ અવગણવા કરતા હોય એવી ગંભીર બાબત સામે આવતા લોકોએ રોષ વ્યક્ત તો કર્યો પણ આવું થાય તો વિધાનસભાની ચૂંટણી માં ભાજપને પણ આવા અધિકારી નુકશાન કરી શકે

પાલિકા ને મનપા મેળાનું આયોજન કરતી હોય એટલે સરકારી કામ જ કેવાય અને મેળામાં લાખો લોકો આવતા હોય છે છતાંય અધિકારીઓ મંજૂરી નહી આપી નેતાઓને દોડાવતા હોય તો સામાન્ય લોકોનું શું થતું હશે ?

ડેપ્યુટી કલેક્ટર સ્થાનિક ભાજપ સંગઠનના નેતાઓ અને પાલિકાના સત્તાધીશો સાથે સંકલન નહીં રાખતા માહોલ બગડી રહ્યો છે !

સામાન્ય રીતે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી,સાંસદ કે ધારાસભ્ય મેળાનું ઉદ્ઘાટન કરવા આવવાના હોય તો અધિકારીઓ દ્વારા મંજૂરી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેતા હોય છે પરંતુ ૬૦ વર્ષમાં પહેલી વખત ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના મેળાની મંજૂરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મહેસુલી અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવે એવી સામે આવી છે. સુરેન્દ્રનગર મેળાનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધ્રાંગધ્રા મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના નેતાઓએ કર્યું હતું.સૌથી ગંભીર બાબત એ છે કે મેળો શરૂ થાય એના પહેલા ડેપ્યુટી કલેક્ટરે મંજુરી આપી નહી એતો ઠીક પણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ મંજૂરી ના આપી અને મેળો શરૂ થયાના બે દિવસે મંજૂરી આપી હતી.હવે સવાલ એ છે કે આ મંજૂરી આપવી જ પડી તો રોકી કેમ હશે એ બધાના મનમાં સવાલ થાય છે.અને સુરેન્દ્રનગર અગાઉના કલેક્ટરો અધિક કલેક્ટરો સહિત મહેસુલી કામગીરી વિવાદમાં રહેતી હતી સસ્પેન્ડ પણ થયા જેલમાં પણ ગયા એમ છતાંય હજી સરકારના મંત્રી અને ભાજપના નેતાઓની પણ ડેપ્યુટી ક્લેક્ટર અવગણના કરતા હોય એવો ઘાટ ઘડાતા જિલ્લા ભરમાં લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.કારણ મેળો શરૂ થયાના બે દિવસે મંજૂરી આપી હોવાથી લોકોને પણ આનંદ માણવામાં મુશ્કેલી પડી અને રાઇડસ ધારકો મોતના કુવા વાળા લોકોને ધંધો ગુમાવવો પડ્યો હતો.બીજી તરફ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અધિકારીઓની આવી તાનાશાહી જેવી કામગીરી ભાજપને નુકશાન પણ કરી શકે.જેથી આ મંત્રી અને નાયબ મુખ્ય દંડક જેવા મોટા નેતાઓ ઉદ્ઘાટન કરવાના હોવા છતાંય સ્થાનિક ભાજપના નેતાની અવગણના કરી મેળો શરૂ થવા છતાંય મંજૂરી નહી આપવાની ગંભીર બાબતને લઈને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને આગામી સમયમાં યોજાતા મેળામાં પાલિકાના સત્તાધીશો લોકો કે ધંધાર્થીઓને મુશ્કેલી ના ભોગવવી પડે એવી લોકોની માંગ ઉઠી છે.

Address

Main Road
Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when Round news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share