04/06/2026
વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી*
*મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ*
*****************
*તા. ૦૫ થી ૨૧ જુન, ૨૦૨૬ દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે જરૂરી માર્ગદર્શન અપાયું*
****************
*વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસ સહિતના કાર્યક્રમોનું આયોજન
માનનીય વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચારુ આયોજન માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે વિવિધ શાખા અધિકારીઓ, મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નીખિલભાઈ ચાંપાનેરી તેમજ શાસક પક્ષના નેતા તથા નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તથા શહેર પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ, શ્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિતના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સોંપાયેલી જવાબદારીઓ અને કાર્યક્રમોના સફળ અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આગામી તા. ૦૫/૦૬/૨૦૨૬ થી તા. ૨૧/૦૬/૨૦૨૬ દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોનું આયોજન અને સંકલન યોગ્ય રીતે થાય તેમજ રાજ્ય સરકારમાં તેનું સમયસર રિપોર્ટિંગ થઈ શકે તે હેતુથી તમામ અધિકારીઓને સોંપાયેલી કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય દંડકશ્રીએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને દરેક કાર્યક્રમના ઝીણવટભર્યા આયોજન અને દરેક સ્તરે 'મહત્તમ લોકભાગીદારી' સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. સરકારની સિદ્ધિઓ શહેરીજનો સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. બી.પટેલ, સિટી ઈજનેર શ્રી કે. આર. ચૌહાણ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.