10/09/2025
વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર ખરેખર પ્રજાના સાથી બન્યા છે.
ચાલું વરસાદ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ઊભા રહીને તેઓ અસરગ્રસ્તો વચ્ચે છે. પુરની વચ્ચે રહી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે, જેથી ભોજન, પાણી અને તબીબી સેવા જેવી વ્યવસ્થાઓ વિલંબ વગર પહોંચે.
વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં તેમણે પ્રજાની પીડા ને પ્રાથમિકતા આપી છે. ફોટા પડાવવાની જગ્યાએ તેઓ સીધા જ પાણીમાં ઉતરીને લોકોને બચાવવાનું અને તંત્રને માર્ગદર્શન આપવાનું કામ કરી રહ્યા છે.
આવો નિઃસ્વાર્થી અભિગમ લોકપ્રતિનિધિ તરીકે નહીં, પરંતુ સાચા સેવક તરીકેનો પરિચય આપે છે. ખરેખર ધન્યવાદ છે એવા પ્રતિનિધિને, જે વરસાદમાં ભીંજાઈને પણ પોતાના વિસ્તારની પ્રજાની સાથે ઊભા છે. 🙏
Swarup Thakor
Swarupthakorbjp