
16/07/2025
પાટણ પાલિકા બજાર ઓવરબ્રિજ પર લોડ ટેસ્ટિંગ: બુધવારથી ત્રણ દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે
પાટણ શહેરના પાલિકા બજાર પાસે આવેલ ઓવરબ્રિજ પર આવતી બુધવારથી લોડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. લોડ ટેસ્ટિંગના ભાગરૂપે બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ત્રણ દિવસ સુધી સ્થગિત રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ, લોડ ટેસ્ટિંગ અંતર્ગત ઓવરબ્રિજની મુખ્ય ભાર વહન ક્ષમતા (લોડ બેરિંગ કેપેસિટી) ચકાસવા માટે વિશાળ અને ભારેખમ ટ્રક ઊભી રાખવામાં આવશે. બંને દિશામાં ટ્રાફિક અટકાવવા માટે બંને તરફ આડશા મુકવામાં આવશે તેમજ બ્રિજ નીચે ટેકો પણ આપવામાં આવશે.
બ્રિજ ઉપર સંરચનાત્મક મૂલ્યાંકન માટે નંબરિંગ અને માર્કિંગ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બ્રિજનો ચિંતામણી ઢાળવાળો રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવશે જેથી નગરજનોને ઓલ્ટરનેટ માર્ગ મળી રહે.
શહેરીજનોને તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આવશ્યક યાત્રાઓ માટે વિકલ્પી માર્ગોનો ઉપયોગ કરે અને તંત્ર સાથે સહયોગ આપે.