30/06/2025
આણંદ મહેન્દ્રશાહ ચોકડી રોડ પર મસ્ત મોટા ખાડાઓ ના લીધે ડાન્સિંગ કારો ડાન્સિંગ બસો અને ટૂવીલર જોવા આ બિસ્માર રસ્તાને લીધે જોવા મળી રહ્યા છે.
જો આ ખરાબ રસ્તાને લીધે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે.??
શુ આંધળા બહેરા ખોડ ખાંપણ વાળા તંત્ર આ અંગે કાંઇ કરવા તૈયાર નથી તંત્ર અને સમસ્યાઓ વચ્ચે પિસાય છે પ્રજા..??
આણંદ જિલ્લા કલેક્ટર, આ સમસ્યા ના યોગ્ય નિકાલ માટે આણંદ મહાનગર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ તંત્ર આંખો ખોલે અને પ્રજાના પ્રશ્નો નું સત્વરે નિરાકરણ લાવે આણંદ માં કાર્યક્રમો ના ફોટા પડાવી સંતોષ માનતું તંત્ર પ્રજા ની સાચી સમસ્યા સુધી પહોચી તેનું નિરાકરણ લાવે તે અગત્યનું આણંદ શહેર ની મહેન્દ્રશાહ ચોકડી રોડ પર પડેલા ખાડાઓ નું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે..