19/10/2025
બનાસકાંઠા
* દાંતા,હડાદ પોલીસ મામલતદાર ના પરીપત્રને ગોળીને પી ગઇ,મામલતદાર ના પરીપત્ર ની મજાક બનાવી...
* મામલતદારના પરિપત્રનુ ચુસ્તપણે પાલન કરાવતી અંબાજી પોલીસ,એક પણ ગેરકાયદેસર ફટાકડા નો સ્ટોલ નથી ખુલ્યો...
* દાંતા તાલુકામાં અને હડાદ તાલુકા માં લાયસન્સ વગર ફટાકડા ના સ્ટોલ ઉપર કાર્યવાહી કરવામાં મામલતદારે જેતે પોલીસ સ્ટેશન લાગતાં હોય તે પોલીસ સ્ટેશનના જે પીઆઇ કે પીએસઆઇ ને દાંતા મામલતદારે કાર્યવાહી કરવા પરીપત્ર આપ્યો છે ત્યારે આ પરીપત્ર નુ પાલન અંબાજીના પીઆઇ જ કરાવતા જોવા મળી રહ્યા છે ત્યારે અંબાજીમાં એક પણ વગર લાયસન્સે સ્ટોલની કે નથી લારીઓ ઉપર ફટાકડા વેચાઇ રહ્યા છે ત્યારે અંબાજીના પીઆઇ સુંદર કામગીરી જોવા મળી રહી છે ત્યારે દાંતાના પીઆઇ અને હડાદના પીએસઆઇ ને તો મામલતદાર ના પરીપત્રની જ્યારે મજાક બનાવી હોય તેજ રીતે ખુલ્લેઆમ ફટાકડા ના સ્ટોલ ચાલુ કરાવી દીધા છે ત્યારે દાંતાના પીઆઇ અને હડાદના પીએસઆઇ જ્યારે ડીસા જેવી ઘટનામાં અનેક લોકોનાં મોત થયા હતા ત્યારે દાંતા અને હડાદમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે...
* જો આવી કોઇ ઘટના બનશે ત્યારે પહેલા મામલતદાર ઉપર જ આવશે અને ત્યારબાદ પીઆઇ અને પીએસઆઇ ઉપર આવશે ત્યારે આવી ઘટના ન ઘટે તે પહેલાં દાંતાના મામલતદાર સાહેબ દાંતા ના પીઆઇ અને પીએસઆઈને કાર્યવાહી કરવા કડક સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે અંબાજીના પીઆઇ મામલ તદાર ના પરીપત્ર નુ ચુસ્ત પણે પાલન કરાવતા હોય તો પછી દાંતા પીઆઇ અને હડાદ પીએસઆઇ ને શુ તકલીફ હશે તેવાં સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે દાંતા અને હડાદ માં કોઈ મોટી ઘટનાઓ ઘટશે તો જવાબદારી કોની રહેશે મામલતદાર સાહેબ ની કે પછી હડાદ પીએસઆઇ ની કે પછી દાંતા પીઆઇ ની તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે દિવાળી ના દિવસે મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદી કરવા જાય અને કોઈ મોટી ઘટનાઓ ના ઘટે તે પહેલાં ફટાકડાના સ્ટોલ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે...
રિપોર્ટ...જ્યોતિ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી