15/10/2023
સફળ ટ્રેપ
આક્ષેપિત – સુરેશભાઈ સોમાભાઈ પટેલ, ઉ.વ.૪૦, નામધા ગ્રામપંચાયતના સભ્ય, તા.વાપી, જી.વલસાડ, રહે.નામધા ગામ, દેસાઈવાડ, તા.વાપી, જી.વલસાડ.
ગુનો બન્યા તા.૧૫/૧૦/૨૦૨૩
ગુનાનુ સ્થળ :- નામધા ગામ, મોટા ઢોડિયાવાડ ખાતે આવેલ ક્રિષ્ના રેસીડેન્સીમાં આવેલ દુકાન નં.૧ બહાર, તા.વાપી, જી.વલસાડ,
લાંચની માંગણીની રકમ :- ૨૫૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :- ૨૫૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- ૨૫૦૦/-
ગુનાની ટુંક વિગત :-
આ કામનાં ફરિયાદી નામધા ગામમાં આવેલ સંસ્કાર રેસીડેન્સીમાં રહેતા હોય, નામધા ગ્રામપંચાયત ખાતે વાર્ષિક સફાઈ વેરો ભરતા હોય, તેમ છતાં પણ નામધા ગ્રામપંચાયતના સભ્ય સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓ બિલ્ડીંગ દીઠ કચરો લઈ જવાના અવેજ પેટે અલગથી માસિક રૂપિયા-૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ કામના ફરિયાદી નાઓ આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓને તેમની માંગણી મુજબના રૂપિયા-૨,૫૦૦/- આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપેલ. જે ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચનાં છટકાનુ આયોજન કરતા આ કામના આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા-૨,૫૦૦/- સ્વીકારી પકડાય જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ : આક્ષેપિતને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ટ્રેપીંગ અધિકારી :- શ્રી બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે., નવસારી
સુપર વિઝન અધિકારી :- શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.