GujaratiBooks.com

  • Home
  • GujaratiBooks.com

GujaratiBooks.com http://www.gujaratibooks.com has been launched in 1999 as an online Gujarati books store. Buy any Gu World's largest Gujarati language books store.

You can order any Gujarati book on our website www.gujaratibooks.com. We offer all leading gujarati publisher's books like Navbharat Sahitya Mandir, R R Sheth, Wonderland Publications, WBG Publications, Gurjar Granth Karyalay, Pravin Pustak Bhandar, Harirar Pustakalaya, Ashok Prakashan Mandir, Bookshelf publications, Dimond Books, Jaico Publishing House, Rudra Publications

સરોગેટ - લેખક : રાઘવજી માધડ Rs.199/-Buy at : https://www.gujaratibooks.com/Surrogate-Gujarati-book.htmlગુજરાતી કથા-સાહિત...
13/07/2025

સરોગેટ - લેખક : રાઘવજી માધડ Rs.199/-

Buy at : https://www.gujaratibooks.com/Surrogate-Gujarati-book.html

ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માથડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે.આ કથા 'સરોગેટ" એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઇએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા કરાવવાનું વિચારે છે. કોઈ સારી અને સુંદર સ્ત્રીને મોંમાગ્યા રૂપિયા આપી કૃબ ભાડે રાખવાનું ધારે છે. એક દંપતી સંમત થાય છે.કોઇ વસ્તુની ખરીદી જેમ ભાવતાલ થાય છે. બંને સ્ત્રીઓની લાગણી ઘવાય છે.

શું કુદરતની અણમોલ ભેટ સમાન 'કૂખ'નો કોઇ ભાવ હોઈ શકે?
પોતાની કૂખમાં નવ માસ ઉછેર્યા પછી, બીજાને પોતાનું બાળક સોંપી દેવા સ્ત્રી તૈયાર થશે?
બાળકને જન્મ આપનાર માની વેદના-સંવેદનાનું શું?
શું કૂખ એ ભાડે આપવાનું કે આર્થિક ઉપાર્જનનું સાયન છે?

માનવમનને મૂળ સહિત ઉખેડી નાખતા આવા સંવેદનશીલ અને સણસણતા સવાલોના જવાબ માટે તમારે આ કથામાંથી પસાર થવું જ રહ્યું.

સરોગેટ - લેખક : રાઘવજી માધડ Rs.199/-Buy at : https://www.gujaratibooks.com/Surrogate-Gujarati-book.htmlભાડે લીધેલ કૂખથી ...
13/07/2025

સરોગેટ - લેખક : રાઘવજી માધડ Rs.199/-

Buy at : https://www.gujaratibooks.com/Surrogate-Gujarati-book.html

ભાડે લીધેલ કૂખથી સર્જાતી સંવેદનાની ચિત્કારકથા.

ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માથડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે.આ કથા 'સરોગેટ" એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઇએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા કરાવવાનું વિચારે છે. કોઈ સારી અને સુંદર સ્ત્રીને મોંમાગ્યા રૂપિયા આપી કૃબ ભાડે રાખવાનું ધારે છે. એક દંપતી સંમત થાય છે.કોઇ વસ્તુની ખરીદી જેમ ભાવતાલ થાય છે. બંને સ્ત્રીઓની લાગણી ઘવાય છે.
શું કુદરતની અણમોલ ભેટ સમાન 'કૂખ'નો કોઇ ભાવ હોઈ શકે?
પોતાની કૂખમાં નવ માસ ઉછેર્યા પછી, બીજાને પોતાનું બાળક સોંપી દેવા સ્ત્રી તૈયાર થશે?
બાળકને જન્મ આપનાર માની વેદના-સંવેદનાનું શું?
શું કૂખ એ ભાડે આપવાનું કે આર્થિક ઉપાર્જનનું સાયન છે?
માનવમનને મૂળ સહિત ઉખેડી નાખતા આવા સંવેદનશીલ અને સણસણતા સવાલોના જવાબ માટે તમારે આ કથામાંથી પસાર થવું જ રહ્યું.

સ્વપ્નો નું અર્થઘટન - લેખક : સિગ્મન્ડ  ફ્રોઇડ Rs.275/-Buy at : https://www.gujaratibooks.com/Swapno-Nu-Arthghatan-Gujara...
12/07/2025

સ્વપ્નો નું અર્થઘટન - લેખક : સિગ્મન્ડ ફ્રોઇડ Rs.275/-

Buy at : https://www.gujaratibooks.com/Swapno-Nu-Arthghatan-Gujarati-book.html

સ્વપ્નોના આવરણ નીચે છૂપાયેલા અર્થને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવતાં સિગ્મન્ડ ફ્રોઇડ લિખિત પુસ્તક 'ધ ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ્સ'નો સંક્ષિપ્ત અનુવાદ.

વિશ્વ ઇતિહાસમાં એવાં કેટલાંક પુસ્તકો છે, જેણે માનવ ચિંતનની દિશા બદલી નાખી છે. સિગ્મન્ડ ફ્રોઇડનું ‘The Interpretation of Dreams’ એવું જ એક પુસ્તક છે, જેણે વીસમી સદીની શરૂઆતમાં માનવ મનને સમજવાની રીતમાં અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું. 1899માં પ્રકાશિત થયેલું આ પુસ્તક આજે 125 વર્ષ બાદ પણ એટલું જ પ્રસ્તુત અને મહત્વપૂર્ણ છે.
આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ફ્રોઇડના આ પાયાના પુસ્તકમાં, તેમણે માનવ સ્વપ્નોની દુનિયામાં ડોકિયું કરીને અજાગૃત મનની જટિલતાઓ ઉજાગર કરી છે. સ્વપ્નોને ‘અજાગૃત મન તરફ જતો રાજમાર્ગ’ તરીકે વર્ણવતા ફ્રોઇડે આ પુસ્તકમાં એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરી, જેના દ્વારા સ્વપ્નોના આવરણ નીચે છૂપાયેલા અર્થને સમજી શકાય છે.

વાત એક રાતની - લેખક : કાજલ ઓઝા વૈદ્ય  Rs.425/-Buy at : https://www.gujaratibooks.com/Vaat-Ek-Raatni-gujarati-book.html  ...
18/05/2025

વાત એક રાતની - લેખક : કાજલ ઓઝા વૈદ્ય Rs.425/-

Buy at : https://www.gujaratibooks.com/Vaat-Ek-Raatni-gujarati-book.html

વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે. સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે રહીને સફળતા સુધી પહોંચે છે, પરંતુ ત્યારે એમને મળે છે કબીર નરોલા – અબજોની સંપત્તિનો એકમાત્ર વારસ. વૈશ્નવી-માધવ અને કબીરના આ ત્રિકોણમાંથી સર્જાય છે એક ભયાનક ઘટના. એક શરત જે આ ત્રણ જણના જીવનને વિખેરી નાખે છે... શું છે એ શરત? ત્રણ વિખરાયેલાં વ્યક્તિત્વ અને ગૂંચવાયેલી જિંદગીની આ કથામાં શિદ્દતથી કરાતો પ્રેમ છે, એ પ્રેમનો અસ્વીકાર છે, એ અસ્વીકારમાંથી જન્મ લેતું વેર છે, એ વેરથી સળગતા, પ્રેમથી ભીના અને લાગણીઓમાં ગૂંચવાતા સંબંધોમાંથી જન્મ લેતી એક કથા એટલે ‘વાત એક રાતની.’ લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની પરિપક્વ કલમે લખાયેલી આ નવલકથા વાચકને એક રોમાંચક અનુભવ કરાવશે.

કાજલ ઓઝા વૈદ્ય ને લગતા અન્ય પુસ્તકો જોવા માટે લિન્ક પર ક્લિક કરો : https://www.gujaratibooks.com/kajal-oza-vaidya/

નોબેલ વિજેતાઓની 50 શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક : યોગેશ ચોલેરા Rs.495/ -Buy at : https://www.gujaratibooks.com/Nobel-Vijetaoni...
17/05/2025

નોબેલ વિજેતાઓની 50 શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક : યોગેશ ચોલેરા Rs.495/ -

Buy at : https://www.gujaratibooks.com/Nobel-Vijetaoni-50-Shresth-Vartao-Gujarati-book.html

સાહિત્યના રસિયા માટે ગોળનું ગાડું!.
સાહિત્ય માટેનું સૌથી પ્રથમ નોબેલ પ્રાઈઝ ઈ.સ. 1901 આપવામાં આવ્યું, ત્યારથી આજ સુધી કુલ 121 લેખકોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે. એમાંથી પાંચ ખંડોના 29 દેશોના 50 નોબેલ વિજેતા લેખકોની વાર્તાઓ આ સંગ્રહમાં સમાવાઈ છે. દુનિયાભરના મહાન સર્જકોની રચનાઓને સમજવાની, તેમના વિચારો અને કલાત્મક સૌંદર્યનો અનુભવ કરવાની અને તેમના દૃષ્ટિકોણને આત્મસાત કરવાની અમૂલ્ય તક આ પુસ્તક પૂરી પાડે છે.આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી. એ માનવ સભ્યતાની સાંસ્કૃતિક યાત્રાનો દસ્તાવેજ છે, શબ્દોમાં વણાયેલું વિશ્વદર્શન છે, અને મનુષ્ય હૃદયની સદીઓની સંવેદનાઓનું સંગ્રહાલય છે. આ પુસ્તક દ્વારા વાચકો વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ માણીને સાહિત્યની મજેદાર યાત્રાના પ્રવાસી બની શકશે.

ટૂંકી વાર્તા ને લગતા અન્ય પુસ્તકો જોવા માટે લિન્ક પર ક્લિક કરો : https://www.gujaratibooks.com/short-stories

સપના ની વસિયત - લેખક : વર્ષા અડલજા Rs. 135/-Buy at : https://www.gujaratibooks.com/Sapna-Ni-Vasiyat-Gujarati-book.html  ...
06/05/2025

સપના ની વસિયત - લેખક : વર્ષા અડલજા Rs. 135/-

Buy at : https://www.gujaratibooks.com/Sapna-Ni-Vasiyat-Gujarati-book.html

એ ચોપાટી પર, સંધ્યાસમયની ભીડમાંથી રસ્તો કરતો દૂર સુધી રેતીમાં ખૂંપેલી હોડીઓ પાસે પહોંચ્યો.
એક હોડીની આગળ પાટિયું જડેલું હતું ત્યાં કુશાન બેઠો. સામે છેક ક્ષિતિજની ધાર સુધી દરિયો ફેલાયેલો હતો. અનાવૃત. એના ઘુથવતાં મોજાં એના એકલાની જ સાથે ગોઠડી માંડતાં હતાં, ભુજંગની જેમ ફેણ માંડી ધસી આવતાં હતાં. સૂર્યનાં અંતિમ કિરણો એમના માથે મણિની જેમ ઝળહળતાં હતાં.ભરતીનાં મોજાં છેક એના પગ સુધી ધસી આવી એને આહવાહન આપતાં હતાં, સાગરસફરે નીકળી પડવાનું. એ હોડીમાં હતો છતાં ન આ સફર હતી, ન કશે જવાનું હતું. હોડીની જેમ રેતીમાં એ ખૂંપી ગયો હતો.ગઈ રાત્રે જ માએ એને સામે બેસાડી વીલ આપ્યું હતું, સપનાંની વસિયત હતી. એ. અને વર્ષોથી મનની ધરતીમાં ઊંડે ધરબી રાખેલી વાત કહી હતી. એ ચમકી ગયો હતો. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલા બધા ચરુમાં હંમેશાં હીરામોતીનો ખજાનો નથી હોતો, ક્યારેક ફૂંફાડા મારતા ભોરિંગ પણ હોય છે. એ વસિયત આપવા એકતાને અહીં બોલાવી હતી. એને ડર હતો એકતા શું કહેશે.

ડૉક્ટર ડુલિટલ - લેખક : હ્યુ લોફ્ટિંગ Rs.150/-Buy at : https://www.gujaratibooks.com/Doctor-Dolittle-Gujarati-book.html અ...
24/03/2025

ડૉક્ટર ડુલિટલ - લેખક : હ્યુ લોફ્ટિંગ Rs.150/-

Buy at : https://www.gujaratibooks.com/Doctor-Dolittle-Gujarati-book.html

અંગ્રેજી ભાષામાં બાળકો માટેનું પ્રથમ મહત્વપૂર્ણ પુસ્તક 1865માં ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ના નામે લખાયું હતું. સમીક્ષકોના મતે ત્યારબાદ બીજું ક્લાસિક પુસ્તક 1920માં લખાયું હતું; જે તમારા હાથમાં છે. પુસ્તક બાળકો માટે લખાયું હોવાથી મોટેરાઓએ અવગણવા જેવું નથી. હકીકતે બાળ સાહિત્યને ખૂબ ઓછી એવી કૃતિઓ છે, જે મોટેરાઓને પણ મોજ કરાવી શકે. આ કૃતિ એમાં સ્થાન ધરાવે છે. આ વાર્તા લોકપ્રિય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે અને ઘણા વિખ્યાત લોકોએ એની પોતાના જીવન પર અસરને સ્વીકારી છે.

ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - લેખક : યશ્વી યુગદર્શી Rs.70/-Buy at : https://www.gujaratibooks.com/The-ultim...
24/03/2025

ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - લેખક : યશ્વી યુગદર્શી Rs.70/-

Buy at : https://www.gujaratibooks.com/The-ultimate-Power-Of-Your-Subconscious-Mind-Gujarati-book.html

ક્વિક ટિપ્સ સિરીઝનું પુસ્તક.
ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે - આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’. આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

Address

Opening Hours

Monday 10:00 - 21:00
Tuesday 10:00 - 21:00
Wednesday 10:00 - 21:00
Thursday 10:00 - 21:00
Friday 10:00 - 21:00
Saturday 10:00 - 21:00

Telephone

+919892512111

Alerts

Be the first to know and let us send you an email when GujaratiBooks.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GujaratiBooks.com:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share