13/08/2025
મ્યાનમાર (બ્રહ્મદેશ) :
વિષ્ણુ મંદિર..આ મંદિરમાં પૂર્વ દિશાના દેવ પ્રકોષ્ઠમાં કિરીટધારી સૂર્ય તો દક્ષિણ પ્રકોષ્ઠમાં નૃસિંહ અવતારનું દર્શન થાય છે. વરાહ, રામ, પરશુરામ, વામન, કલ્કિ અવતારને પ્રદર્શિત કરતી અનેક મૂર્તિઓના અવશેષો ત્યાં છે. મ્યામા = શ્રેષ્ઠ બ્રહ્મ
આપણે લોકો અનાક્રમણ સંધિ કરી લઈએ. આજે આપણે એકબીજાને સીમા પર જ એટલી સેના રાખવી પડે છે કે તેનાથી આપણા ઉપર ખૂબ જ ખર્ચ આવે છે. જો આપણે અનાક્રમણ સંધિ કરી લઈએ તો ઓછામાં ઓછો આ જે ખર્ચ છે આપણે આપણા ત્યાં વિકાસના કાર્યોમાં લગાવી શકીશું.
_અયુબ ખાન (કમાન્ડર-ઈન-ચીફ, પાકિસ્તાન)
બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ, મલેશિયા અને લંકા સાથે મળીને એક સંયુક્ત બજાર બનાવે તો તેનાથી આપણે સૌને લાભ થશે અને આપણા દેશના લોકોને આપણે ઉન્નત કરી શકીશું. તેમનું જીવન સ્તર ઊંચું લાવી શકીશું.
_પ્રેસિડેન્ટ ઝિયાઉર રહેમાન (બાંગ્લાદેશ)
हम एक ही मुख्य भारत भूमि के अंग रहे है।
શ્રી પ્રેમદાસા
પ્રમુખ-શ્રીલંકા
છેલ્લા ૪૦ વર્ષોનો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે વિભાજને કોઈને ફાયદો નથી કરાવ્યો. જો આજે ભારત પોતાના મૂળ સ્વરૂપે અખંડિત હોત તો એ આજે દુનિયાની મોટામાં મોટી તાકાત બની શક્યો હોત. એટલું જ નહીં, દુનિયામાં શાંતિની સ્થાપના કરવાની પણ એની વિશેષ ભૂમિકા હોત.
_જિયેએ સિંધના પ્રણેતા ગુલામ મુર્તજા સૈયદ
સન ૧૯૭૧માં પૂર્વી બંગાળ (હાલના બાંગ્લાદેશ) પર પાકિસ્તાને સૈનિક કાર્યવાહી કરી હજારો બંગાળી મુસ્લિમ પુરુષો અને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધાં ત્યારે હચમચી ઊઠેલા પૂર્વી બંગાળના નેતા મુજીબુર્રહેમાન બોલી ઉઠેલા કે લુચ્ચા પાકિસ્તાન સાથે રહેવાને બદલે હું ફરીથી ભારત સાથે ભળી જવાનું પસંદ કરીશ.
સિંધ ના મોહાઝીર નેતા અલ્તાફે કહ્યું હતું કે અમે મોહાઝીરો પાકિસ્તાન લઈને આવ્યા છીએ. જો અમારે પાકિસ્તાનમાંથી જવું પડશે તો અમે પાકિસ્તાન પાછું લઈને જઈશું.
બલુચ નેતા અકબર બુગતિ ના પૌત્ર અને રિપબ્લિકન પાર્ટીના વડા બ્રહ્મદાગ ઓગસ્ટ-૨૦૧૬માં અપેક્ષા વ્યક્ત કરી હતી કે ભારત..બલુચિસ્તાનને આઝાદ કરવા મદદ કરે.
આપણો સંકલ્પ ~ અખંડ ભારત
ભારતનું ભાગ્ય બદલી શકાય સદ્સંકલ્પથી!
અખંડ ભારત સત્ય છે ખંડિત ભારત દુ:સ્વપ્ન!
અખંડ ભારત પ્રાકૃતિક છે, ખંડિત ભારત અપ્રાકૃતિક!
અખંડ ભારત પ્રકૃતિ છે, ખંડિત ભારત વિકૃતિ!
રાષ્ટ્ર કંઈ માત્ર ભૂમિ પર જ વસેલા હોતાં નથી! એ તો વસે છે જન-જનના મનમાં. રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિના હૃદયના ધબકારમાં રાષ્ટ્ર વસેલું હોય છે અને માટે જ જન-જનનો સંકલ્પ જ રાષ્ટ્રને ફરી અખંડ બનાવી શકે.