24/07/2025
Vidyut Sahayaks Protest Job Delays; Congress Joins the Fight
A wave of frustration surged outside Vadodara’s MGVCL office as Vidyut Sahayak candidates, having cleared recruitment exams, protested against the denial of permanent job placements. Youths from over six districts converged to demand an end to the FRT contract model and press for long-overdue regular appointments. The scene quickly intensified, prompting authorities to deploy police to maintain order. The protest gained political momentum when newly appointed Gujarat Congress President Amit Chavda, joined by senior party leaders, arrived in solidarity with the demonstrators. Congress seized the moment to launch a scathing critique of the BJP’s employment policies, calling them hollow promises that fail the very youth they claim to empower.
વિદ્યુત સહાયક કાયમી નોકરી માટે ફરી મેદાનમાં ! કોંગ્રેસનું સમર્થન
વડોદરાની MGVCL કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારો દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો.પરીક્ષા પાસ કરવા છતાં નોકરી આપવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. છ થી વધુ જિલ્લાઓમાંથી આવેલા યુવાનો કાયમી ભરતીની માંગ સાથે એકત્ર થયા હતા અને FRT કોન્ટ્રાક્ટ પ્રક્રિયા બંધ કરવાની માંગ ઉઠાવી હતી વિરોધને પગલે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો,વિધુત સહાયકોને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીત કોંગ્રેસ અગ્રણીઓ અને નેતાઓએ સ્થળ પર પોહોચી વિરોધ પ્રદર્શનના જોડાયા હતા.કોંગ્રેસે ભાજપની રોજગારી નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા.