Gujarat

Gujarat THE SURAT POST - NEWS

"ધ સુરત પોસ્ટ" ન્યૂઝ

05/06/2026

સુરતમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ મારફતે યુવતી સાથે છેતરપિંડી અને શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. ફરિયાદના આધારે વેસુ પોલીસે આરોપીની રાજકોટથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

05/06/2026

એક ફોન કોલ... અને ગણતરીની મિનિટોમાં બચી ગયો એક જીવ! 👏🚔

ઉત્રાણ પોલીસની સમયસૂચકતા, સાહસ અને માનવતાભર્યા અભિગમે એક નિરાશ યુવકને ગંભીર પગલું ભરતા અટકાવ્યો. બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી પોલીસે માત્ર જીવ જ બચાવ્યો નહીં, પરંતુ કાઉન્સેલિંગ દ્વારા તેને નવી આશા પણ આપી.

સુરત પોલીસની આ કામગીરી ખાખી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. ❤️🙏

04/06/2026

😱 એક જ ઇજનેર બીજી વખત લાંચ લેતા ઝડપાયો! સુરતમાં ખળભળાટ

🚨 સુરત ACBનો મોટો છટકો!

સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઇજનેર જીગ્નેશ મોદી 45 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. ચોંકાવનારી વાત એ છે કે આ જ અધિકારી વર્ષ 2021માં પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા હતા.

એક જ અધિકારી બીજી વખત લાંચ લેતા ઝડપાતા મનપા તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ભ્રષ્ટાચાર સામે ACBની વધુ એક મોટી કાર્યવાહી.

04/06/2026

🚨 સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી!

પાલનપુર કેનાલ રોડ પર એક કાર ચાલકે અકસ્માત સર્જતા એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ સંબંધિત SMC અધિકારી દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

04/06/2026

ચોરોએ માત્ર રૂપિયા જ નથી ચોર્યા, એક ગરીબ પરિવારના સપનાઓ પણ ચોરી લીધા... 💔

કેન્સર સામે લડી રહેલા જયંતીભાઈ બારૈયાએ પરિવારનું ગુજરાન ચલાવવા અને ફ્રિજ ખરીદવા માટે મહેનતથી ભેગા કરેલા રૂપિયા તસ્કરો પળવારમાં લઈ ગયા. પત્ની અને ત્રણ દીકરીઓના ભરણપોષણનો આધાર બનેલી કેબિનમાં થયેલી આ ચોરીએ સૌને ઝંઝોળી નાખ્યા છે.

04/06/2026

વેસુના ગેલોપિન કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક ખોટકાતા 7 વર્ષના બાળક સહિત 5 લોકો અંદર ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

03/06/2026

🚨 સુરતમાં વધુ એક નશાખોર કારચાલકનો આતંક!

સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાંખ્યા અને ચાલકને પકડી પોલીસને સોંપ્યો.

03/06/2026

🚨 સુરતમાં વધુ એક નશાખોર કારચાલકનો આતંક!

સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાંખ્યા અને ચાલકને પકડી પોલીસને સોંપ્યો.

03/06/2026

🚨 સુરત સાયબર ક્રેકડાઉન: પોલીસનો મેગા સ્ટ્રાઈક! 🚨

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0' અંતર્ગત એકસાથે ઓનલાઈન ઠગાઈના 40 ગુનાઓ નોંધાતા સાયબર ગેંગોમાં ખળભળાટ મચી ગયો છે.

🔹 સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ
🔹 ₹1.52 કરોડનો સૌથી મોટો ફ્રોડ કેસ સામે આવ્યો
🔹 શહેરભરમાં ₹4 હજારથી લઈને ₹1.52 કરોડ સુધીની ઓનલાઈન ઠગાઈના કેસ દાખલ
🔹 આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્ક સુધી પહોંચવા સ્પેશિયલ ટીમો તપાસમાં જોડાઈ
🔹 50થી વધુ લોકોની અટકાયત કરાઈ હોવાની માહિતી

સાયબર ગુનેગારો સામે સુરત પોલીસનું આ સૌથી મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે.

📍 સુરત

Address


Telephone

+916356540689

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat:

  • Want your business to be the top-listed Media Company?

Share