08/01/2026
ક્યારેક ટેમ્પો અને ઓટો ચલાવનારા શ્રવણ કુમાર વિશ્વકર્મા આજે ઉત્તર પ્રદેશની પોતાની એરલાઇન શરૂ કરવા જઈ રહ્યા છે. Shankh Air જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં, એટલે કે 15 જાન્યુઆરીની આસપાસ પોતાની ઉડાનો શરૂ કરવાની તૈયારીમાં છે.
એરલાઇનના ચેરમેન શ્રવણ કુમાર વિશ્વકર્મા મૂળ ઉન્નાવના રહેવાસી છે. ભણવામાં મન ન લાગતું હોવા છતાં તેમણે હાર ન માની. તેમણે ઓટો ચલાવી, નાના બિઝનેસ કર્યા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો, પરંતુ 2014 પછી સિમેન્ટ, માઈનિંગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મજબૂત ઓળખ બનાવી. આજે તેમની પાસે ૪૦૦થી વધુ ટ્રકોનો કાફલો છે.
તેમનું સપનું સ્પષ્ટ છે — સામાન્ય માણસ માટે સસ્તી હવાઈ મુસાફરી. તેઓ કહે છે, “વિમાન પણ બસ કે ટેમ્પો જેવું જ એક સાધન છે, કોઈ લક્ઝરી નથી.” આ જ વિચાર સાથે તેમણે દાવો કર્યો છે કે પીક સીઝન અને તહેવારોમાં પણ ફ્લાઇટના ભાડામાં વધારો કરવામાં આવશે નહીં.
'શંખ' નામ તેમની ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલું છે અને તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. ફંડિંગ અંગે તેમનું કહેવું છે કે પેરેન્ટ કંપનીનું સંપૂર્ણ સમર્થન છે, વિમાનો લીઝ અને ફાઈનાન્સ પર લેવામાં આવ્યા છે અને સંસાધનોની કોઈ અછત નથી. ભવિષ્યમાં ૨૦૨૮–૨૯ થી આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની પણ તેમની યોજના છે.
આ કહાણી માત્ર એક એરલાઇનની નથી, પરંતુ તે અદમ્ય હોંસલા, સખત મહેનત અને મોટા સપનાઓની ઉડાન છે — જ્યાં જમીનથી આસમાન સુધીની સફર હકીકત બની છે.