Youth Reaction News

Youth Reaction News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Youth Reaction News, Media/News Company, vadodara, Vadodara.

19/09/2026

19 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્ય પર એકપણ સૂર્યકલંક એટલે કે સનસ્પોટ જોવા મળ્યો નથી. સૂર્યની આ ‘સ્પોટલેસ’ સ્થિતિ તેની પ્રવૃત્તિમાં ઘટાડો અને આગામી સમયમાં સોલર મિનિમમ તરફ આગળ વધવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. SOHO તથા NASAના SDO મિશનના અવલોકનો સૂર્યની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

18/09/2026

વડોદરાના દક્ષિણી ફળિયામાં ગણેશ મહોત્સવનું આયોજન આ વખતે કંઈક અનોખી થીમ સાથે કરવામાં આવ્યું છે. શિવાજી મહારાજના શૌર્ય, નારી શક્તિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ મંડપને યુવક-યુવતીઓએ ચાર મહિનાની મહેનતથી સંપૂર્ણ ઈકો-ફ્રેન્ડલી રીતે તૈયાર કર્યો છે. ખાસ કરીને Gen-Zને દેશના વિકાસ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આ આયોજનના કેન્દ્રમાં છે.

18/09/2026

पुढच्या वर्षी लवकर या: પાંચ દિવસ માટે સ્થાપિત કરેલા શ્રીજી નું આજે વિસર્જન... નવલખી કુત્રિમ તળાવ ખાતે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે આયોજન

18/09/2026

આપના બાપ્પાનું વિસર્જન આપના દ્વારે: કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા વિસર્જન રથનું આયોજન

16/09/2026

આકાશમાં શુક્રનો અદભૂત નજારો!
18 સપ્ટેમ્બરે સાંજના આકાશમાં સૌથી તેજસ્વી શુક્ર ગ્રહ જોવા મળશે...

15/09/2026

વડોદરાના માંજલપુરમાં મારામારીની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. કબીરધામનગર વિસ્તારમાં બે-ત્રણ ઇસમોએ એક મહિલાને ગાળો આપી મારામારી કરી હોવાનો તેમજ ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષા અને વાહનોને ડંડાથી નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. કિરીટ સોલંકી દ્વારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિ...
14/09/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. કિરીટ સોલંકી દ્વારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી...

14/09/2026

દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટમાં વડોદરાના આંતરરાષ્ટ્રીય રંગોળી કલાકાર રાજેન્દ્ર દિન્ડોરકરે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. જુઓ આ અહેવાલ...

14/09/2026

વડોદરા પીસીબી પોલીસે નેશનલ હાઈવે ૪૮ પર રણોલી બ્રિજ પાસે ઓલીવ ઓઈલના બોક્સની આડમાં હરિયાણાથી ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે... PCB એ ઘટનાસ્થળેથી કન્ટેનર, ઓલીવ ઓઈલના બોક્સ અને ૩૦.૩૭ લાખની કિંમતની ૭,૩૪૨ દારૂની બોટલો મળી કુલ ₹૯૫.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે...
​હરિયાણાના નુહ જિલ્લાના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મોકલનાર અને વડોદરામાં જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારોને પકડવા માટે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે..."

14/09/2026

વર્ષોની પરંપરા અને અનુસરી રાજવી પરિવાર દ્વારા આજે વિધિવત રીતે શ્રીજીની શાહી ઠાઠમાઠ સાથે સ્થાપના કરવામાં આવી... શરણાઈના શુકનવંતા સુર સાથે શાહી પાલખીમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા અને વાજતે ગાજતે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી...

Address

Vadodara
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth Reaction News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share