Kalp Kathayein

Kalp Kathayein This page is dedicated to sharing wisdom through mythological, historical, and epic stories.

It delves into lesser-known tales that have shaped our culture and religion, emphasizing the profound concept of “All in One and One in All".

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જ...
01/06/2025

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ નું સમગ્રપણે અવલોકન કરી શકતા નથી, જેના કારણે તેમની ઘણી વિશેષતાઓથી અજાણ રહી જઈએ છીએ. જેમકે આદિ શંકરાચાર્ય...
આપણે તેમને વેદાંતના પ્રખર પ્રચારક, બ્રહ્મસૂત્ર ના ભાષ્યકાર, દશનામી સાધુ સમાજ ના સ્થાપક, શિવાવતાર વગેરે વગેરે...તરીકે જાણીએ છીએ પરંતુ એ બધાની સાથે તેઓ પ્રખર માતૃભક્ત પણ હતા. મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે માત્ર આઠ વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કરી ગૃહત્યાગ કર્યો પરંતુ જતાં પહેલા માતા ને એક વચન આપ્યું અને તેનું પાલન પણ કર્યું. માતૃ વંદના રૂપે માતૃ પંચક ની પણ રચના કરી...
આ પ્રસંગ ની કથા મારી યૂટ્યુબ ચેનલ પર મૂકી છે જેની લિંક અહી શેર કરું છું.

कुछ महापुरुष इस पृथ्वी पर कुछ उद्देश्यों को पूरा करने के लिए ही अवतरित होते है। आदि शंकराचार्य ने भी वही किया जिसक.....

12/05/2025

વેદો માં પૂજા,અર્ચના ના મંત્રો સાથે સાથે દૈનિક જીવન માં જરૂરી એવી ભાવનાઓ ના વિકાસ માટે ની ઋચાઓ પણ છે. એવા ગુણો જે આત્મા ને પરમાત્મા ની સમીપ લઈ જાય તેનું વર્ણન પણ છે. વર્તમાન સમય માં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સાવધ રહી ને દેશની રક્ષા કરનાર ભારતીય સેનાએ જાણે અજાણે આ ઋચા આત્મસાત કરી ને જીવી રહ્યા હોય તેવું લાગે છે.
આ ઋચા અથર્વવેદ ના મુંડક ઉપનિષદ નું અંગ છે, જેમાં કહેવાયું છે કે આ આત્મા બળહીન ને નથી મળતી, પ્રમાદી એટલે કે અસાવધાનને અને કોઈ લક્ષ વગર તપસ્યા કરનાર ને પણ નથી મળતી. જે આ વાતને માને છે અને તેવું આચરણ કરે છે તેની આત્મા બ્રહ્મધામ માં પહોંચે છે.
આપણા સૈનિકો મોત ને સાક્ષાત જોઈને પણ ડરતા નથી એવા બળવાન અને સમર્થ છે. તેમની પાસે દેશસેવા નું લક્ષ્ય છે અને તે માટે તેઓ પોતાના કુટુંબ થી દૂર, વિપરીત સંજોગો માં પણ વિચલિત થયા વગર ટકેલા છે તે એક ઉત્તમ તપસ્યા જ છે જે દરેક વ્યક્તિ નથી કરી શકતી. તેઓ જરા પણ પ્રમાદી કે બેદરકાર નથી. જાણે કે આ મંત્ર તેઓ જીવી રહ્યા છે. ઈશ્વર સદા સર્વદા તેમની રક્ષા કરે .🙏

28/04/2025

जब कभी किसी विचारधारा से बहुत लोग प्रभावित होकर जुड़ जाते है तब उस विचारधारा के मूल उद्देश्य बदल जाने की संभावना बढ जाती है। एक ऐसे दौर में लोग ईश्वर प्रति श्रद्धा खो चुके थे, सत्कर्मों से विमुख होकर पलायनवादी हो चुके थे और दिशाहीन हो गए थे तब आचार्य शंकर ने जन्म लिया और सनातन धर्म की गरिमा को आकाश सी ऊंचाई दी। उनके जन्म से शुरू हो रही इस कथा श्रृंखला में आप उनके जीवन और दैवी कार्यों से अवगत होकर सनातन धर्म को कुछ अंश में समझ सकेंगे।
आचार्य शंकर की माता का नाम किसी ग्रन्थ में विशिष्टा देवी और अन्य ग्रन्थ में आर्याम्बा देखने को मिलता है। सत्य तो यह है कि हम उस माता के सदा ऋणी रहेंगे।
पूरा वीडियो अवश्य देखे।

06/04/2025

આપણા ઋષિ મુનિ જે શ્રેષ્ઠ ગ્રંથકાર પણ હતા, તેમણે દેવતાઓ ને પણ આપણી જેમ દુઃખ, પ્રેમ, ભય વગેરે લાગણીઓ અનુભવતા વર્ણવ્યા છે. તેમના દ્વારા ભૂલો થાય છે અને તેઓ પોતાની ભૂલ નું પ્રાયશ્ચિત પણ કરે છે એવા વર્ણનો જોવા મળે છે. જેને કારણે આપણે આપણી જાત ને પણ તેઓની સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને સાથે સાથે જીવન માં આગળ વધવાની પ્રેરણા મેળવીએ છીએ. આ બધી જ કથાઓ માં દુઃખ, ભય વગેરે તો આવે જાય છે પરંતુ પ્રેમ, વિશ્વાસ અને ધીરજ લગભગ સ્થાયી ભાવ તરીકે પ્રગટ થાય છે જે સત્ય પણ છે.
આવી જ એક પુરાણ કથા, જેમાં દેવરાજ ઇન્દ્ર પોતાના ડર ને વશ થઈ ભૂલ કરે છે અને પછી તેનું પ્રાયશ્ચિત પણ કરે છે...તેના પહેલા ભાગ ની લિંક અહી શેર કરું છું...
https://youtu.be/qLI1Wuqsw98?si=mqCoJHhFTkKS4q8Z

12/03/2025

સનાતન ધર્મમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચતત્વ ને પણ ઈશ્વર નું સ્થાન આપી ઉપાસના કરવામાં આવે છે. આવી રહેલ હોળી નો તહેવાર પણ એકરીતે અગ્નિદેવ ની પૂજા નો તહેવાર છે. જેમાં હોળી ની પૂજા શ્રીફળ, ધાણી,ખજૂર, ચણા, કાચી કેરી વગેરે અર્પણ કરીને કરવામાં આવે છે. અનાદી માનતા વેદો માં પણ અલગ અલગ ઋચાઓ દ્વારા અગ્નિદેવ ને પ્રાર્થના કરવામાં આવી છે. શુક્લ યજુર્વેદ અંતર્ગત ઈશાવાસ્ય ઉપનિષદ ની અંતિમ ઋચા માં કરવામાં આવેલ પ્રાર્થના, સંસ્કૃતમાં અને તેના ભાવાર્થ સાથે અહી પોસ્ટ કરું છું.

https://youtu.be/wjzqiPu8Dls?si=syH-MQd7iJ4S_PJu

શિવજી ની આરાધના માટે બધા જ દિવસો પવિત્ર અને કલ્યાણકારી જ છે પણ શિવરાત્રી ના દિવસ નું આગવું મહત્વ છે. ચાર પ્રહર ની પૂજા અ...
24/02/2025

શિવજી ની આરાધના માટે બધા જ દિવસો પવિત્ર અને કલ્યાણકારી જ છે પણ શિવરાત્રી ના દિવસ નું આગવું મહત્વ છે. ચાર પ્રહર ની પૂજા અને રાત્રી જાગરણ દરમિયાન શિવ ઉપાસના અંતરમન માં શાંતિ અને જાગૃતિ નો અનુભવ કરાવે છે.
શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન નું શસ્ત્ર સુદર્શન ચક્ર છે. આપણે એ પણ જાણીએ છીએ કે તે ભગવાન શિવે તેમને આપેલું. પરંતુ ભગવાન શિવે સુદર્શન ચક્ર શા માટે અને કેવી રીતે ઉત્પન્ન કર્યું? તેનો સર્વ પ્રથમ ઉપયોગ કોના પર થયો? વગેરે બાબતો ઓછી જાણીતી છે. શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શિવજી ની મહીમા ના વર્ણન ના પ્રયાસ સાથે આ બધા પ્રશ્નો ના જવાબ રૂપે એક વીડિયો યૂટ્યુબ પર મૂક્યો છે જેની લિંક અહી શેર કરી રહી છું. એકવાર અવશ્ય જુઓ.

कभी कभी हम हमारी अल्प मति से ईश्वर में भेद देखते है लेकिन वास्तवमें ऐसा नहीं है। हमारे शास्त्रों में अनगिनत कथाएं .....

09/02/2025

સનાતન ધર્મની ચાર આશ્રમ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ અને બાકીના ત્રણેય આશ્રમોનો આધાર ગૃહસ્થાઆશ્રમ છે, જેમાં પતિ અને પત્ની બંને એકબીજા ની ઈચ્છા અને મર્યાદા ને માં આપી એકબીજાનાં પૂરક બને છે. આવા એક શ્રેષ્ઠ યુગલ માં અગત્સ્ય મુનિ અને તેમની પત્ની લોપામુદ્રાનો સમાવેશ થાય છે. લોપામુદ્રાની ઈચ્છા ને માન આપીને મુનિ ધનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તેમાં સફળ પણ થાય છે. સાથે સાથે એ સમયે જે રાક્ષસ બંધુ બ્રાહ્મણો ને મારી નાખી આનંદ મેળવતા હતા તેમને પણ તેમના પાપ નું ભાન કરાવે છે. આ પહેલા અગત્સ્ય મુનિ ના જીવન પર આધારિત યૂટ્યુબ વીડિયોનો પ્રથમ ભાગ શેર કરેલો અને આજે બીજા ભાગની લિંક અહી શેર કરું છું. ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો.
https://youtu.be/M5VtxdHNPr0?si=ZKTpsqUcWhsZvG9I

19/01/2025

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત એક એવો અનુપમ ગ્રંથ છે કે જેમાં આ પૃથ્વી પર જોવા મળતી દરેક પ્રકાર ની માનસિકતા ધરાવતા પાત્રો નું વર્ણન છે. અહી દ્રૌપદી અને વિદુર ની ભક્તિ છે, શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલું જ્ઞાન છે, અર્જુન નો પૂર્ણ મનોયોગ છે, દ્રૌપદી અને કુંતી ની વિવશતા છે, સહદેવ ની બધું જ જાણતા હોવા છતાં ચૂપ રહેવાની પીડા છે, ભીષ્મની પોતાની પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ધતા છે, ધૃતરાષ્ટ્ર નો આંધળો મોહ છે, કર્ણ ની દાન આપવા ની ઉદારતા છે, અભિમન્યુ ની અપ્રતિમ વીરતા છે....
આ લિસ્ટ હજુ પણ ઘણું લાંબુ બને તેમ છે. આપણે સમજવા જેવી અને આચરણ માં ઉતારવા જેવી દરેક વાત આ ગ્રંથ માં છે.
મહાભારત ની રચના ની જાણકારી આપતા મારા એક વીડિયો ની લિંક અહી શેર કરું છું.
https://youtu.be/0Wb6HVBJpQ0?feature=shared

17/12/2024

ગઈકાલે સોમવાર અને આર્દ્રા નક્ષત્ર નો સમન્વય હતો. સોશિયલ મીડિયા ને કારણે તેનું મહત્વ, તે દિવસે શું કરવું? વગેરે માહિતી આપણા સુધી પહોંચી. પણ આર્દ્રા નક્ષત્ર ભગવાન શિવજી સાથે કઈ રીતે જોડાયેલું છે? તે વાત નો ઉલ્લેખ ક્યાં ગ્રંથો માં છે? તે જાણવું પણ રસપ્રદ છે. આર્દ્રા ની સાથે સાથે મૃગશીર્ષ નક્ષત્ર પણ જોડાયેલું છે અને અત્યારે વિક્રમ સંવત નો જે મહિનો ચાલે છે તે પણ મૃગશીર્ષ પરથી જ માગશર કે માર્ગશીર્ષ તરીકે ઓળખાય છે. શ્રી પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર માં આ બધી બાબતો નો ઉલ્લેખ છે..તેને વિસ્તાર થી સમજવા માટે અમારી એક કથા ના વીડિયો ની યૂટ્યુબ લિંક અહી શેર કરીએ છીએ.
આશા છે કે બધા ને ગમશે.
https://youtu.be/oPeUzCvQzDc?si=2ktOZts2C67znRKy

ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતા માં વારંવાર અવતાર લઈને પૃથ્વી પર ધર્મની રક્ષા કરવાનું વચન આપેલું છે. પરંતુ ભગવાન ને અવતરવાન...
11/12/2024

ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતા માં વારંવાર અવતાર લઈને પૃથ્વી પર ધર્મની રક્ષા કરવાનું વચન આપેલું છે. પરંતુ ભગવાન ને અવતરવાનું મન થાય તેવા કોઈ પવિત્ર અને પ્રેમાળ ગૃહસ્થાશ્રમી હોય ત્યારે જ તે શક્ય બને ને!!!
લગ્નજીવન નો પાયો જ્યારે પ્રેમ અને વિશ્વાસ હોય,
વધારે પડતી પૂછપરછ વગર પરિસ્થિતિ નો સ્વીકાર હોય, અને બંને પાત્ર એકબીજાને વફાદાર હોય ત્યારે ચમત્કાર સર્જાતા હોય છે..
આવા જ એક ગૃહસ્થાશ્રમ ની વાત, જ્યાં સાક્ષાત્ ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કરી ફરી એકવાર પૃથ્વી ને પાવન કરી તેની કથા ની લિંક અહી શેર કરીએ છીએ.. ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો.

This story tells us some reason for AVATARAN of BHAGWAN VISHNU, BRAHMAJI and MAHADEVJI as sons of Rishi Atri and Maa Ansuya. It also indicates the importanc...

03/12/2024

એક પ્રસિદ્ધ દોહો છે.
તરુવર સરવર સંતજન ચોથા વરસે મેહ,
પરમાર્થ કરવાને કારણે ચારે ધરિયા દેહ.
આપણા ઋષિ-મુનિઓ ગૃહસ્થ જીવન જીવતા હોવાની સાથે સાથે પરોપકારી હતાં. ચાહે તે અગત્સ્ય મુનિ, વશિષ્ઠજી, ચ્યવન મુનિ, યાજ્ઞવલ્કય મુનિ કે પછી દેવતાઓ ના વિજય માટે પોતાના હાડકાં નું દાન કરનાર દધીચિ ઋષિ હોય. તેઓ માત્ર મનુષ્ય જ નહિ સર્વ જીવો પ્રત્યે કરુણા ધરાવતા હતા.
ચ્યવન ઋષિને અશ્વિની કુમારોએ પોતાની ચિકિત્સા થી દૃષ્ટિ અને યૌવન આપ્યું તો ચ્યવન ઋષિ પણ અશ્વિની કુમારો ને ઇન્દ્ર દ્વારા થતાં ભેદભાવ ભર્યા વર્તન થી દુઃખી થઈ ને તેમને તેઓનો દેવતા તરીકે નો હક અપાવવા કોઈ કસર છોડતા નથી. સામે ઇન્દ્ર જેવો બળવાન દુશ્મન બને તો પણ પીછેહઠ કરતા નથી. આ આખી કથા ખુબજ રસપ્રદ છે. ચ્યવન ઋષિને કારણે જ આપણે ચ્યવનપ્રાશ નો લાભ લઇ સ્વસ્થ રહી શકીએ છીએ.
પૂરી કથા નો વીડિયો આ પોસ્ટ સાથે શેર કરીએ છીએ તેને અચૂક જોશો.

આપણે ગુજરાતી માં ઘણીવાર સાંભળ્યું છે કે ધીરજ ના ફળ મીઠાં. ક્યારેક બસ થોડીક હિંમત ની જરૂર હોય છે ટકી રહેવા માટે અને જો ટક...
01/12/2024

આપણે ગુજરાતી માં ઘણીવાર સાંભળ્યું છે કે ધીરજ ના ફળ મીઠાં. ક્યારેક બસ થોડીક હિંમત ની જરૂર હોય છે ટકી રહેવા માટે અને જો ટકી ગયા તો જીતી ગયા એ વાત સાચી થતી જોઈ શકાય છે. વૈશ્વિક ચેતના મોટાભાગે કોઈના શબ્દો દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ દૃશ્ય દ્વારા આપણને સચેત કરી સંકેત આપતી હોય છે પણ તે સમયે આપણું મન દુવિધા માં અટવાઈને સમજી શકતું નથી. એ પરિસ્થિતિ માં, પરમ તત્વ માં શ્રધ્ધા વીજળી ના ચમકારા ની જેમ અચાનક જ અંતર માં અજવાળું કરી દે છે.
આ વાત ને એક કથા દ્વારા વધુ સારી રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ મે કર્યો છે જેની લિંક અહી શેર કરું છું.

यह कहानी सफलता के मूल मंत्र दर्शाती है। साथ साथ ही एक सच्चे भक्त के हृदय में फरियाद के बदले क्या भावना रहती है यह भी ....

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalp Kathayein posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share