10/28/2025
*ગુજરાતના વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ગ્રીન પહેલ*
__________
*પદગ્રહણની સાથે શુભેચ્છા આપવા આવેલા સમર્થકોએ ૫૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવાનો કર્યો સંકલ્પ*
_________
લાભ પાંચમના શુભ દિવસે આજે વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમને શુભેચ્છા આપવા બનાસકાંઠા સહિત રાજ્યભરના શુભેચ્છકો ઉમટ્યા હતા. પદગ્રહણના પ્રથમ દિવસે જ મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ કાર્બન ઉત્સર્જનને બેલેન્સ કરવા માટે નવતર પ્રયોગ માટેની ગ્રીન પહેલ કરી છે.
મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ સમર્થકો દ્વારા ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો અને વધુમાં વધુ ૫૧૦૦ વૃક્ષો એમ ૫૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવા માટેનો સંકલ્પબધ્ધ કર્યા હતા. ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તેમજ વાહનવ્યવાર મંત્રીશ્રીના વિસ્તાર માંથી પદગ્રહણ કાર્યક્રમમાં જે શુભેચ્છકો મળવા માટે ગાંધીનગર આવ્યા હતા. તે લોકો ઘરે જઈને ઓછામાં ઓછા ૧૦ વૃક્ષોનું વાવેતર કરે તેવી અપીલ કરતા સૌએ નવા વિચારને વધાવી લીધો હતો.
શુભેચ્છકો દ્વારા ગાંધીનગર આવવા માટે ગાડીમાં ફોસિલ ફ્યુલનો ઉપયોગને કાર્બન બેલેન્સ કરવા માટે નવા વૃક્ષો વાવેતર કરવાનો સંકલ્પ કાર્બન ફૂટપ્રિન્ટ બેલેન્સ કરવાનો પ્રથમવાર પ્રયાસ સરાહનીય રહ્યો. ૧ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનને બેલેન્સ કરવા માટે ૧૦૫ થી ૧૧૦ વૃક્ષો વાવવા જરૂરી છે.
બનાસકાંઠા સહિત રાજ્યભરમાંથી ૪૦૦ થી વધુ સેડાન કાર લઈ શુભેચ્છકો આવ્યા હતા. જે અંતર્ગત તેમના આવક અને જાવક એમ ૩૨૦ કી.મી વાહનમાં ૨૧ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું છે. જેને સરભર કરવા મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ શુભેચ્છકોને વૃક્ષો વાવવા અપીલ કરી તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં મૂકી અન્ય લોકો પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે તે પ્રેરણા આપતો સંદેશ આપે તેવી અપીલ કરી હતી.
૨૧ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન બેલેન્સ કરવા માટે 2310 વૃક્ષો વાવવા પડે તેની સામે આજે ૫૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ સમર્થકોએ કર્યો હતો જેને ઉપસ્થિત લોકોએ આવકારી આ પહેલમાં વધુમાં વધુ લોક ભાગીદારી થાય તે માટેના પ્રયત્નો કરવાની બાહેધરી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીને આપી હતી.