01/17/2025
પ્રિય બાળકો,
આવતી કાલે તમે જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો. તમે જે મેહનત કરી છે એ મેહનત કાલે તમને સફળતા સુધી લઈ જવાની છે...
પરીક્ષામાં આત્મવિશ્વાસ સૌથી વધુ જરૂરી છે.તમે આત્મવિશ્વાસ થી પેપર લખો અને ઉત્તીર્ણ થાવ.પરીક્ષા એ માત્ર તમારા શૈક્ષણિક જ્ઞાનની કસોટી નથી, તે તમારી શાંતિ, સ્થિરતા અને હિંમતની કસોટી છે.ભગવાન તમારા માટે પરીક્ષા સરળ બનાવે! ગભરાશો નહીં કારણ કે મને ખાતરી છે કે તમે દરેક પ્રશ્નનો જવાબ આપશો જ ! મારી પ્રાર્થના તમારી સાથે છે. હું તમને તમારી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું.💐🙏
- અલ્પેશ સર
➡️ *આવતી કાલે નવોદય પ્રવેશ પરીક્ષા 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાનાર છે, તો દરેક વિદ્યાર્થી અને માતાપિતા માટે અગત્યની સૂચનાઓ દરેક વિદ્યાર્થી/વાલી સુધી અવશ્ય પહોંચાડો*
➡️*પરીક્ષા કેન્દ્ર પર લઈ જવા માટેની સામગ્રી*
1 ) એડમિટ કાર્ડ 📄
2 ) બે બોલ પેન ( બ્લેક અથવા બ્લૂ )
4 ) વિદ્યાર્થી નું આધાર કાર્ડ
3 ) પાણીની બોટલ
4 ) પાટિયું - પેડ
5 ) સાદી ઘડિયાળ
🔴➡️ 18 જાન્યુઆરીએ સવારે હળવું ભોજન કર્યા બાદ અને આરામદાયક કપડાં પહેરીને વિદ્યાર્થી _સવારે 10:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર_ પર પહોંચી જવા જોઈએ.
🔴➡️ *વિદ્યાર્થી સાથે નકારાત્મક વાત ન કરો, પસંદગી પામવા માટે બિનજરૂરી દબાણ ન કરો અને વિદ્યાર્થીને પરીક્ષામાં વધુ ઝડપ રાખવાનું નાં કહો*
🔴➡️ સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી એક પણ મિનિટ બગાડવામાં ન આવે તે માટે પેપર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીએ જાતે જ વોશ રૂમ જઈને ક્લાસમાં બેસવું.
- #જવાહરનવોદયવિદ્યાલય 🙏