16/09/2025
મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં બે દિવસ પહેલા જુથ અથડામણ ના આરોપીને ધટના સ્થળે રિકન્ટ્રશન કરવામા આવ્યું અથડામણ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં એક મહિલા સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું.અથડામણ ની જાણ થતાં પી.આઈ. કે.એસ. પટેલ પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે અને હનુમંત હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું.