Our South Gujarat

  • Home
  • Our South Gujarat

Our South Gujarat We at Our South Gujarat cover local news from Bharuch-Ankleshwar to Vapi

This World Population Day, let’s remember — it’s not just about how many we are, but how we live. A sustainable, inclusi...
11/07/2025

This World Population Day, let’s remember — it’s not just about how many we are, but how we live. A sustainable, inclusive India is still possible. We just have to choose it.

19/06/2025

Gira Waterfall Roars Back to Life with Monsoon Magic!

The monsoon has finally arrived in full force across South Gujarat, drenching cities like Surat and beyond. In Dang district, the heavy rains have breathed new life into the breathtaking Gira Waterfall, now cascading in all its natural glory. With nature blooming at its best, the sight feels nothing short of heaven on earth. The mesmerizing view has started drawing nature lovers and tourists alike. However, authorities have urged visitors to exercise extreme caution while exploring such sites, as the strong water flow can be dangerous. The monsoon charm is here, but safety comes first!

વરસાદથી ગીરા ધોધ અસલી મિજાજમાં!

દક્ષિણ ગુજરાતને પણ વરસાદે ભીજ્વ્યું છે,સુરત સહીત તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે ત્યારે ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરા ધોધ મનમોહક રૂપે વહેતો થયો છે,ડાંગ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ અસલ મિજાજમાં આવી ગયો છે.સોળે કળાએ ખીલી ઉઠેલા ધોધના નયનરમ્ય નજારાથી જાણે કે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવી લાગણી થાય છે.ચોમાસાની શરૂઆત સાથે ડાંગની કુદરતી રમણિયતા ફરી એકવાર પર્યટકોને આકર્ષવા લાગી છે. ભારે વરસાદના પગલે જળપ્રપાતમાં ભારોભાર પાણીની આવક થઈ રહી છે. જો કે, તંત્ર તરફથી પર્યટકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા સ્થળે જાય ત્યારે પૂરેપૂરો સાવચેતીભર્યો અભિગમ અપનાવે અને જોખમ ન લે.

ફાર્મહાઉસમાં હોળીનો ઉત્સાહ હતો ત્યાં બહાર અચાનક બાઈક સળગી ઉઠતા અફરાતફરી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અનેરા ઉત્સાહથી હ...
15/03/2025

ફાર્મહાઉસમાં હોળીનો ઉત્સાહ હતો ત્યાં બહાર અચાનક બાઈક સળગી ઉઠતા અફરાતફરી

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અનેરા ઉત્સાહથી હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી છુટાછવાયા બનવો વચ્ચે ધુળેટીની શાંતિપૂર્ણ ઉજવણીથી તંત્રે હાશ અનુભવી હતી જોકે આ ધુળેટીમાં આગ અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા,નવસારીના BR ફાર્મ ખાતે ધુળેટીની ઉજવણી દરમિયાન બહાર પાર્ક કરેલી બાઇક ભળભળ સળગી ઉઠી હતી.બાઇકમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.આ ઘટનાને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

સાંસદે નેતાઓ સાથે માનવી હોળી!ભરૂચમાં હોળી ઉત્સવનો રંગ જામ્યો છે,આજે ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા હોળી-ધુળેટ...
13/03/2025

સાંસદે નેતાઓ સાથે માનવી હોળી!

ભરૂચમાં હોળી ઉત્સવનો રંગ જામ્યો છે,આજે ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અન્ય નેતાઓએ હાજરી આપી હતી.સાંસદ મનસુખ વસાવા સહિત નેતાઓએ એકબીજા સાથે રંગોથી હોળી રમી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

સ્માર્ટ મીટરનો વિરોધ  ભરૂચમાં સ્માર્ટ મીટરને લઇ વિરોધ સામે આવ્યો છે,ભરૂચના અંકલેશ્વરમાં સ્ટેશન વિસ્તારમાં સ્માર્ટ મીટર ન...
13/03/2025

સ્માર્ટ મીટરનો વિરોધ



ભરૂચમાં સ્માર્ટ મીટરને લઇ વિરોધ સામે આવ્યો છે,ભરૂચના અંકલેશ્વરમાં સ્ટેશન વિસ્તારમાં સ્માર્ટ મીટર ને લઇ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવી દેવા સાથે પ્રીપેડ મીટરની ગેરસમજ ઉભી તથા વીજ નિગમ દોડતું થયું હતુંડીજીવીસીએલના અધિકારીઓ સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી.સ્માર્ટ મીટર એ સ્પષ્ટતા કરી કે સ્માર્ટ મીટર એ આધુનિક મીટર છે, જે એક એપ્લિકેશન વડે ગ્રાહકને તેના વીજ વપરાશ ની ઓનલાઇન માહિતી આપશે. એટલું જ નહિ વીજ નિગમ પણ તેને ઓનલાઇન જાણી શકશે.

રખડતા ઢોરો જીવલેણ બની રહ્યા છે..! દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજીય રખડતા ઢોરોનો ત્રાસ યુથવત છે,ત્યારે નવસારીના GIDC ...
12/03/2025

રખડતા ઢોરો જીવલેણ બની રહ્યા છે..!

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજીય રખડતા ઢોરોનો ત્રાસ યુથવત છે,ત્યારે નવસારીના GIDC વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક યુવકનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કણબાડ ગામે રહેતો પ્રિન્સ રાઠોડ મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં અચાનક ગાય આવી ચઢતા ચાલક મોપેડ સાથે ઢસડાય પડ્યો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે,ત્યારે રખડતા ઢોરોનો ત્રાસ જીવલેણ બનતા એક પરિવારે આધાર ગુમાવ્યો હતો.

લાંચીયાઓનું પેટ સરકારી પગારે ભરાતું નથી!રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓને કારણે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટ્રાચારો બહાર ...
12/03/2025

લાંચીયાઓનું પેટ સરકારી પગારે ભરાતું નથી!

રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓને કારણે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટ્રાચારો બહાર આવી રહ્યા છે,નિત નવા દિવસે કોઈ લાંચીયો સરકારી બાબુ લંચના સકન્જામાં આવે છે ત્યારે ભરૂચના શુકલતીર્થ ગામના તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાયા છે.ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા શુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે.ફરિયાદીએ શુકલતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી જેને બદલામાં તલાટી કમ મંત્રીએ લાંચ માંગી હતી અલબત્ત તગડો પગાર પડતા લાંચીયાઓનું પેટ સરકારી પગારે ભરાતું નથી!

ભરૂચમાં બે માળના મકાનમાં આગ દક્ષિણ ગુજરાતના ભરૂચમાં વધુ એક આગની ઘટના જોવા મળી,અંક્લેશ્વરમાં આગથી અફરાતફરી મચી હતી, ત્યાર...
12/03/2025

ભરૂચમાં બે માળના મકાનમાં આગ

દક્ષિણ ગુજરાતના ભરૂચમાં વધુ એક આગની ઘટના જોવા મળી,અંક્લેશ્વરમાં આગથી અફરાતફરી મચી હતી, ત્યારે ગતરાત્રે ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી,ભઠીયારવાડમાં ખાણીપીણી બજારમાં બે માળનું મકાન આગની ઝપેટમાં આવતા જ ભારે ભાગદોડ મચી હતી,આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો,આ આગની ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.

રિક્ષા ડ્રાઈવર બની ભરૂચ પોલીસે 15 વર્ષથી ભાગતા આરોપીને ઉઠાવ્યો! વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ...
11/03/2025

રિક્ષા ડ્રાઈવર બની ભરૂચ પોલીસે 15 વર્ષથી ભાગતા આરોપીને ઉઠાવ્યો!


વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો અને ભરૂચ પોલીસને હંફાવી રહ્યો હતો,જોકે ભરૂચ પોલીસે અંતે 15 વર્ષ બાદ આ આરોપીને બિહારના નાલંદાથી દબોચ્યો હતો,આરોપી વરૂણસિંહ રાજપુત અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો.આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે.દરમિયાન વર્ષોથી પોલીસને ચકમો આપી ફરાર આરોપીને પકડવા ભરૂચ એસઓજી પોલીસે ખાસ ઓપરેશન ચલાવ્યું હતું,પોલીસ રિક્ષા ડ્રાઈવર બની સતત વોચમાં હતી દરમિયાન બે દિવસની મહેનત બાદ આરોપીને દબોચી ભરૂચ લાવી હતી.

ટ્રેનની અડફેટે મોત..ઓળખવિધિ પહેલા અંતિમવિધિથી વિવાદદક્ષિણ ગુજરાતમાં ટ્રેનની ટક્કરે બે યુવાનોના મોતની ઘટના બની છે,નવસારીન...
11/03/2025

ટ્રેનની અડફેટે મોત..ઓળખવિધિ પહેલા અંતિમવિધિથી વિવાદ

દક્ષિણ ગુજરાતમાં ટ્રેનની ટક્કરે બે યુવાનોના મોતની ઘટના બની છે,નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે,જોકે મારનાર બંને યુવાનોની પોલીસે અંતિમ વિધિ કરી દીધા બાદ એક યુવકના પરિવારે ફોટા પરથી યુવકની લાશની માંગણી કરી હતી,ખેર મૃતકોની ઓળખવિધિ કર્યા પહેલા જ અંતિમવિધિને લઇ હવે વિવાદ સર્જાયો છે.જોકે હજી એક યુવકની ઓળખ થઇ શકી નથી!

વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો ભર્ક્યુહ જિલ્લાના અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગનિઘટના સામે...
11/03/2025

વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

ભર્ક્યુહ જિલ્લાના અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગનિઘટના સામે આવી છે,અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લગતા ભારે દોડધામ મચી ગઈ હતી,આગના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના ફાયર ફાઈટરો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ત્વરિત કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ચીખલીમાં મરઘા લઈ જતાં ટેમ્પામાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગનવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત...
06/03/2025

ચીખલીમાં મરઘા લઈ જતાં ટેમ્પામાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. નાસિકથી વડોદરા બોઇલર મરઘા લઈ જતા ટેમ્પાની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ મરઘાઓ મોતને ભેટ્યા હતા. જો કે 150 થી વધુ મરઘાઓને બચાવવામાં સફળતા મળી હતી. ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં ટેમ્પા ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Our South Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share