
19/09/2025
Supreme Court withdraws stay for Aniruddhsinh Jadeja
Aniruddhsinh Jadeja of Ribda, sentenced to life in the Popat Sorathia case, now faces renewed legal pressure. On Thursday, September 18, the Supreme Court had granted a one-week stay on his surrender order. However, on Friday, September 19, the court withdrew the stay. As a result, Jadeja must surrender by 8 PM on Friday night.
અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો
ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડા ના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ગુરુવારે 18મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે 19મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે. આથી શુક્રવારે રાતે જ અનિરુદ્ધસિંહ જાડેજા એ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.