
04/02/2025
'આપ' પ્રમુખના ભાજપ - ચૂંટણી અધિકારી પર આરોપ
'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપ સામે આવ્યા છે. ભાણવડમાં એક મંત્રીના દબાણમાં એક ROએ લોકતંત્રની હત્યા કરીહોવાનો આરોપ ઈસુદાન ગઢવીએ કર્યો છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી મજબૂત હતી, માટે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણમાં રદ્દ થયા હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવા અને હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જો ભાજપને વોટ આપશો તો ભાજપ તમારા વંશજને અને લોકશાહીને ખતમ કરી નાખશે.