Dholka national TV news Gujarati

  • Home
  • Dholka national TV news Gujarati

Dholka national TV news Gujarati Dholka national TV news Gujarati મિડિયા

ડીઝલ લોકો કેર સેન્ટર સાબરમતી અમદાવાદમાં રેલ્વે વિભાગના સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઈમ વિશ...
29/09/2024

ડીઝલ લોકો કેર સેન્ટર સાબરમતી અમદાવાદમાં રેલ્વે વિભાગના સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા.
ગત રોજ તારીખ ૨૮/૦૯/૨૦૨૪ ના રોજ ડીઝલ લોકો કેર સેન્ટર સાબરમતી અમદાવાદ ખાતે રેલવે વિભાગ સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાયબર ક્રાઈમથી અવગત થાય તેમજ કોઈ કર્મચારી સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હોય તો તેનાથી કેવી રીતે બચવું કેવી રીતે સાવધાન રહેવું તેમજ સાયબર ક્રાઇમ ન થાય તે અંગે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. તેમજ ગુજરાત સાઇબર ક્રાઇમ સેલ ખાતે કાર્યરત ૧૯૩૦ યુનિટ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની જનજાગૃતતા ફેલાય તેમજ નાગરિકો સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબરનો સરળ રીતે ઉપયોગ કરી શકે છે તે અંગેની જાણકારી આપવા હેતુથી સાઇબર ક્રાઈમ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું.
જે કાર્યક્રમમાં રેલવે વિભાગના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓને સાઇબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સાયબર પ્રમોટર અને રાષ્ટ્રીય સ્કાઉટ ગાઈડના ઓર્ગેનાઇઝિંગ કમિશનર તેમજ ડાયરેક્ટ તાલીમ સાયબર સિક્યુરિટી ફોર્સ શ્રીવિશાલ શાહ દ્વારા આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ડીઝલ શેડ સાબરમતી ના પદાધિકારીઓ (૧) શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી (૨) શ્રી લોહીત યાદવ, વિભાગીય મિકેનિકલ એન્જિનિયર, (ડી) સાબરમતી (૩) શ્રી ભુવન ચંદ્ર જોશી, આચાર્ય, ટ્રેકશન ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી (૪) શ્રી કમલ કુમાર મીના મદદનીશ સામગ્રી વ્યવસ્થાપન (ડી) સાબરમતી તેમજ અન્ય અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ હાજર રહેલા હતા. સાથોસાથ રેલવે વિભાગમાં ચાલતી સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ ડિફેન્સ ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડના સચિવ શ્રી સલીમભાઈ મોમીન તેમજ ગુજરાત રાજ્ય કારોબારી યુવરાજસિંહ પૂવાર નાઓ હાજર રહેલા હતા.
કાર્યક્રમના અંતે શ્રી અશોક કુમારનાઓએ જણાવેલ કે, ગુજરાત પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલા નવા અભિગમને તમામ રેલવેના સ્ટાફ વતી આવકારવામાં આવે છે તેમજ આવી પ્રવૃત્તિ વધુમાં વધુ થશે તો સાયબર ક્રાઇમને રોકવા રાજ્ય સક્ષમ રહેશે.

એહેવાલ: (તોફીક બેલીમ દ્રારા )

આજરોજ તા. 01/07/24 નારોજ  પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ ની અદ્યક્ષતા મા મેક્સિસ રબર ઇન્ડિયા પ્રાઇવેટ લી કંપની, ...
01/07/2024

આજરોજ તા. 01/07/24 નારોજ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ ની અદ્યક્ષતા મા મેક્સિસ રબર ઇન્ડિયા પ્રાઇવેટ લી કંપની, વોલટાસ બેકો કંપની પાછળ સાણંદ જીઆઈડીસી ખાતે ક.10/00 થી. 12/30 દરમિયાન તાજેતર મા અમલ મા નવા કાયદા અંગે લોકો માં જાગૃતી આવે તે હેતુ થી " જન જાગૃતિ " કાર્યક્રમ રાખેલ જે કાર્યક્રમ માં ડીવાએસપી શ્રી નીલમ ઞોસ્વામી સાહેબ તથા શ્રી શિવ કોરી એડવોકેટ ના.હાઇ કોર્ટ તથા કંપનીઓના એચ.આર. શ્રી ઓ , ગામ ના સરપંચ શ્રીઓ, આગેવાનો, બાળકો, મહિલાઓ, એનજીઓ વાળા, મીડીયા વાળા,સાણંદ ઈન્ડસટ્રીજ એસોસિએશન ના સભ્યો વીઞેરે હાજર રહેલ હતા.
(એહેવાલ: તોફીક બેલીમ દ્રારા )

ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ બ્લડ ડોનેશન  સફાઈ અભિયાન બેટી પઢાઓ બેટી બચાવો વ્યસન મુક્તિ અભિયાન પશુ-પક્ષી પ્ર...
31/12/2023

ભાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ બ્લડ ડોનેશન સફાઈ અભિયાન બેટી પઢાઓ બેટી બચાવો વ્યસન મુક્તિ અભિયાન પશુ-પક્ષી પ્રાણી મનુષ્ય બચાવો અભિયાન કરુણા અભિયાન નવી નગરપાલિકા ખાતે ઘાયલ પક્ષ સુ પક્ષીઓને 14 15 1 2024 જાન્યુઆરી નવી નગરપાલિકા ના પ્રતાગણમાં ઘાયલ થયેલ પશુ પક્ષીને ડોક્ટરની ટીમ દ્વારા ટ્રીટમેન્ટ આપી ડબલ્યુસીસી ફોરેસ્ટ ખાતામાં મોકલી આપે છે તેમ જ સ્કૂલોની અંદર ધોરણ 8 થી 12 કોલેજ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રસ્તામાં પડેલ ચાઇના દોરી વિવિધ પ્રકારની દોરી જે અમારી સંસ્થામાં જમા કરાવે છે તેઓને અમો ભાલ નેચર કેર રજીસ્ટ્રેશન સંસ્થાનું પ્રમાણપત્ર આપીએ છીએ જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ સૌથી વધારે દોરી એકત્રિત કરેલ હોય તેઓને પહેલા બીજા ત્રીજા નંબરને ઇનામ પણ આપતા હોય છે જે સ્કૂલો આ કાર્યક્રમમાં ભાગ લે છે તે સ્કૂલમાં સંસ્થા દ્વારા મુમેન્ટ આપવામાં આવે છે તથા ચાઇના દોરીથી ઇન્જોડના થાય કાળું ન કપાય નુકસાન ન થાય તે માટે ટુ વ્હીલર ગાડીમાં સેફટી ગાર્ડ વિના મૂલ્ય નાખી આપીએ છીએ ધોળકાની ગ્રામ્ય વિસ્તારમાં ચાઇના દોરી નું વેચાણ ના થાય તે માટે પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ ડીવાયએસપી સાહેબ પીઆઇ સાહેબ ને સંસ્થા દ્વારા વિનંતી પત્ર આપવામાં આવેલ જી.ઈ.બી વિધુત બોર્ડમાં તાર ઉપર ફસાયેલ પક્ષીઓને ઉતારો માટે હાઇડ્રોલિક ગાડી તથા માણસો અમારી સાથે રહેશે ભાલનેચર કેર ફાઉન્ડેશન સમાજને લગતી વિવિધ પ્રકારની સેવાઓ કરે છે!

(અહેવાલ તોફીક બેલીમ )

શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણપ્રતિષ્ટ્રા આગામી 22 મિ જાન્યુઆરી એ ભવ્ય ઉજવણી અંતર્ગત અયોધ્યા થી કુંભ દ્વારા અક્ષત આવેલ જેવિશ...
31/12/2023

શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણપ્રતિષ્ટ્રા આગામી 22 મિ જાન્યુઆરી એ ભવ્ય ઉજવણી અંતર્ગત અયોધ્યા થી કુંભ દ્વારા અક્ષત આવેલ જેવિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ધોળકા જિલ્લા ના પ્રખંડ ના ગામો એ ઘરે ઘરે અક્ષત, પત્રિકા,અને શ્રી રામ ભગવાન ના મંદિર નો ફોટા રૂપી પત્ર આપવાના હેતુ આયોજન કર્યું અને આ કુંભ નું આજે પ્રધાન મંત્રી શ્રી ના મન કી બાત ના કાર્યક્રમ હેતુ તેમજ કુંભ નું પૂજન -આરતી ઉપસ્થિત સર્વે હિન્દૂ સમાજ ના આગેવાનો ભાઈઓ તેમજ બહેનો જેમાં ગામના પ્રથમ નાગરિક નગર પાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તથા શ્રી કનુભાઈ પરમાર તથા બટુકભાઈ સોલંકી તથાવિજયભાઈ ઠાકોર અને રમેશભાઈ ખત્રી તેમજ શ્રીમતિ ભારતબેન રાણા તથા શ્રીમતિ કૈલાશબેન ચૌહાણ તથાશ્રી મતિ જયાબેન સોલંકી તથા શ્રી મતિ અનામિકાબેન ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેલ આ કુંભ સંયોજકઅનેસહ સંયોજક શ્રી સામંતસિંહ પઢીયાર તથા શ્રી પ્રકાશભાઈ રાણા લઇ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ મા કુંભ પૂજન અને આરતી કરેલ તેમજ આગામી 1, જાન્યુઆરી થી સમગ્ર ગામોમાં ઘરે ઘરે સનાતની હિન્દૂ પરિવાર ના ઘરે ઘરે જઈ આમંત્રણ આપશે તેમજ તે દિવસે આસોપાલવ, ભજન,કીર્તન,,હનુમાન ચાલીશા,તોરણ, રાત્રી ના દીપોત્સવ કરવા સહીત નું આહવાન કરવામાં આવશે નું આયોજન મા શ્રીમતિ જયાબેન બટુકભાઈ એ સંભાળેલ!

31/12/2023

(એહેવાલ,તોફીક બેલીમ)

181 પર પીડીતાબેન નો કોલ આવેલ કે તેઓના સહેલી એ બીજા સાથે મળી તા પાસેથી પૈસા લીધેલ          સ્થળ પર પહોંચી પીરિતાબહેનને મળ...
26/12/2023

181 પર પીડીતાબેન નો કોલ આવેલ કે તેઓના સહેલી એ બીજા સાથે મળી તા પાસેથી પૈસા લીધેલ
સ્થળ પર પહોંચી પીરિતાબહેનને મળી તેનુ કાઉન્સેલિંગ કર્યું તેઓએ જણાવેલ કે બે અઢી વર્ષ પહેલા તેઓના દિવસ થયેલ હાલ તેઓ પિયરમાં રહેતા હોય તેઓ અને તેઓની ફ્રેન્ડ બંને એક જ વ્યક્તિ સાથે એક જ ફોનમાંથી વાતો કરતા હોય થોડા સમય બાદ તેઓના બહેનપણી અને સામે વાળા છોકરાએ પીડિતાને ફસાવી તેઓની પાસેથી પાંચ લાખ રૂપિયા એક જોડ સોનાની બુટ્ટી 3 સોનાની ચુની લઈ લીધી અને તે છોકરો લઈ ભાગી ગયો કોઈ જ કોન્ટેક થતો ન હોય તેવી તને તેઓના બહેનપણી પર શક જતો હોય તેઓ બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હોય પીડિતાએ પોલીસ ફરિયાદ પણ કરેલ જેની તપાસ શરૂ હોય પીડિતાના ફ્રેન્ડનું કાઉન્સેલિંગ મહીલા ૧૮૧ નીશા બહેને કર્યું બંને બહેન પણ એનું કાઉન્સલિંગ કરી બંનેની ગલતફે મેં દૂર કરી સમાધાન કરાવ્યું બંને સહેલી એ 181 મહિલા પોલીસ ટીમ પાયલોટ દીપક ભાઈ કાઉન્સેલિંગ નીશા બહેન મીના બહેન અને મહિલા ૧૮૧ પોલીસ નો નો ખુબ ખુબ આભાર માન્યો !

ધોળકા પ્રાંત ઓફીસ ખાતે યોજાયેલ સંકલનની બેઠકમાં  ધોળકા ૫૮ વિધાનસભાના લોક પ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી શ્રી નાં ઓ એ હાજરી...
02/12/2023

ધોળકા પ્રાંત ઓફીસ ખાતે યોજાયેલ સંકલનની બેઠકમાં ધોળકા ૫૮ વિધાનસભાના લોક પ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી શ્રી નાં ઓ એ હાજરી આપી.ધોળકા શહેરના લોક સમસ્યાને લગતા પ્રશ્નો અંગે જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી જે તે વિભાગને તેના નિકાલ માટે સૂચન કર્યું. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી,નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ દરેક વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
# Dholka national TV news Gujarati #

"સર્વજન હિતાય-સર્વજન સુખાય"સરકારની વિકાસલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આદરણીય વડાપ્રધાન શ્રી...
02/12/2023

"સર્વજન હિતાય-સર્વજન સુખાય"

સરકારની વિકાસલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો છે તે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવાના અભિગમ સાથે ધોળકા તાલુકાના ચંડિસર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા' કાર્યક્રમમાં હાજરી આપી. ચંડિસર ગામના લાભાર્થીઓને લાભ અર્પણ કર્યા અને માનવકલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ ત્વરિત મેળવવા માટે સૌને આહ્વાન કર્યું.ગામના આગેવાન વડીલો સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ કાર્યક્રમમાં ભાજપ ધોળકા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ મસાણી,અમદાવાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઠાકોર, શ્રી તખતસંગ ચૌહાણ,શ્રી વિષ્ણુભાઈ પરમાર, શ્રી જોબનજી ઠાકોર, શ્રી રાજભા સિસોદિયા,ગામના સરપંચશ્રી અને સભ્યો, અધિકારીશ્રીઓ તથા ગામના વિવિધ યોજનાઓન લાભાર્થી ભાઈઓ અને બહેનો તેમજ પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

"શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા"ધોળકા એસ.ટી.ડોપો ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોળકા ૫૮ વિધાનસભાના લોક પ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિ...
02/12/2023

"શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા"

ધોળકા એસ.ટી.ડોપો ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોળકા ૫૮ વિધાનસભાના લોક પ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ શ્રીએ હાજરી આપી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરણા તથા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ના માર્ગદર્શન થી દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખ કી.મી.નું સંચાલન કરી 25 લાખ મુસાફરોને સલામત જાહેર પરિવહનની સેવા પૂરી પાડતા એસ.ટી.નિગમમાં 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' બેનર હેઠળ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો આજ થી પ્રારંભ થયો તે અંતર્ગત ધોળકા એસ.ટી ડેપો ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી.

ઉપસ્થિત સર્વેને અપીલ કરતા કહ્યું કે એસ.ટી.બસ આપણા સૌને સમય પર અને સલામત રીતે નિશ્ચિત સ્થાન પર પહોંચાડે છે, ત્યારે એસ.ટી. બસ અને બસ ડેપોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ સાથે મળીને આ અભિયાનમાં યોગદાન આપીએ અને આપણી એસ.ટી.ને સ્વચ્છતા માટે આદર્શ બનાવીએ.આ કાર્યક્રમમાં ધોળકા નગપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન જોષી, પાર્ટીના ધોળકા શહેર સંગઠન મહામંત્રી શ્રી યશવંતભાઈ મિસ્ત્રી,ધોળકા એસ.ટી ડેપોના મેનેજર તથા કર્મચારીગણ, પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને જાહેર જનતા હાજર રહ્યા.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dholka national TV news Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share