19/12/2025
KJIT Savli Hosts Successful 60th Children’s Science Exhibition in Vadodara
The 60th Children’s Science Exhibition–2025, organized by the District Education and Training Bhavan, Vadodara, was successfully held from 16 to 18 December 2025 at K. J. Institute of Engineering and Technology (KJIT), Savli.
Based on the theme “STEM for a Developed and Self-Reliant India,” primary and secondary school students presented innovative science models on sustainability, green energy, waste management, health, and water conservation. The exhibition received an encouraging response from educators, students, and the public, and concluded successfully in an inspiring academic environment
વડોદરામાં ૬૦મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્ણ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા આયોજિત ૬૦મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન કે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (KJIT), સાવલી ખાતે ઉત્સાહભેર યોજાઈને પૂર્ણ થયું.
“વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” મુખ્ય વિષય અંતર્ગત પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ટકાઉ ખેતી, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઊર્જા, નવીન ટેકનોલોજી, આરોગ્ય-સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિજ્ઞાન આધારિત મોડેલ રજૂ કર્યા.
તાલુકા તથા સંકુલ કક્ષાના પ્રદર્શનોમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓએ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં વિશેષ આકર્ષણ ઉભું કર્યું. આ પ્રદર્શનને શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાનપ્રેમી નાગરિકોનો નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો અને કાર્યક્રમ પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.