અરવલ્લી સમાચાર

  • Home
  • અરવલ્લી સમાચાર

અરવલ્લી સમાચાર Arvalli Samachar, News from Aravalli District, Gujarat.

અરવલ્લી જિલ્લાની પોતાની ચેનલ 'અરવલ્લી સમાચાર' ARVALLI SAMCHAR સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન સાથે આવી છે, રાજકીય ગતિવિધિ હોય કે આંદોલન 'અરવલ્લી સમાચાર ' (ARVALLI SAMCHAR ) પ્રજાની સાથે રહેશે, અરવલ્લી સમાચાર ચેનલ યૂટ્યૂબ,ફેસબુક પર સ્થાનિક સમાચારો પ્રસારિત કરી રહી છે,

આપ સૌ ના સહકાર ની અપેક્ષા રહેશે, આપની રજુઆત અમારા સુધી મોકલવા અમારી ઈમેઈલ આઈડી પાર આપ વિડિઓ અને માહિતી મોકલી શકશો. (ARVAL

LI SAMCHAR )

અદ્યતન સ્ટુડિયો અને ટેક્નોલોજી સાથે લોકો સુધી ખબર પહોંચે તેવો અમારો પ્રયાસ રહેશે.જિલ્લા કક્ષાએથી એવી એમાત્ર ચેનલ જેની પાસે પોતાનો અદ્યતન સ્ટુડિયો છે અને ગમે તે સ્થળેથી લાઈવ ખબર લોકો સુધી પહોંચાડવાની ક્ષમતા છે. એટલે જ અમે છીએ 'અરવલ્લી સમાચાર' ARVALLI SAMCHAR

18/10/2025

દિલ્હીના બીડી માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. અહીં આવેલા ફ્લેટમાં રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી 200 મીટર દૂર આવેલી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ ઓલવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ગઈ છે. લોકોના આરોપ છે કે ઘટનાની જાણ થવા છતાં, ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચવામાં મોડું કર્યુ. ચોથા માળ સુધી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ આગને કારણે સ્થાનિકો અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.પરંતુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે.

દિલ્હી
દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં લાગી આગ
બીડી રોડ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં આગ
લોકોએ કહ્યું -ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી

18/10/2025

સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠાની. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે. પ્રાંતિજના મજરા ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અથડામણ બાદ ગામમાં ભારે તણાવનો માહોલ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ જ ગામમાં સાંસદ શોભના બારૈયાનું પિયર આવેલું છે. હિંસક ટોળાંએ ગામને જાણે બાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શું છે સમગ્ર ઘટના અને હાલની પરિસ્થિતિ, જોઈએ આ વિશેષ અહેવાલમાં....

પ્રાંતિજના મજરા ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
આ જ ગામમાં આવેલું છે સાંસદ શોભના બારૈયાનું પિયર
હિંસક ટોળાંએ ગામને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ
અથડામણ બાદ ગામમાં ભારે તણાવનો માહોલ

18/10/2025

Surat News | ઉદ્યોગપતિનો પુત્ર દારુ પાર્ટી કરતો પકડાયો | ARV NEWS

17/10/2025

અમદાવાદ
સોનાના ભાવ વધતાં ઘરેણાંનું માર્કેટ ડાઉન
લોકો લગડી ખરીદવાનું પસંદ કરતા હોય તેવો ટ્રેન્ડ
વેપારી બોલ્યા-10માંથી 6 ગ્રાહકોની માગ બદલાઇ
અમદાવાદ
ફરવા માટે રાજ્યનાં અને બહારનાં ધાર્મિક સ્થળોની પસંદગી
કાશી, પ્રયાગરાજ, રામેશ્વરમ માટે મોટી સંખ્યામાં બુકિંગ
ગુજરાતમાં વિદેશી પર્યટકો 5 લાખ સુધી ઘટ્યા
સુરત
લેબગ્રોન ડાયમંડની તેજીએ આપ્યું 'જીવનદાન'
હીરા ઉદ્યોગમાં પહેલીવાર દિવાળી વેકેશન 10થી 15 દિવસનું
ધનતેરસ સુધી કેટલાક કારખાના રહેશે ચાલુ
વડોદરા
ST વિભાગનું આગોતરું આયોજન
વડોદરાના ડેપોમાં 85 એક્સ્ટ્રા બસો ધમધમશે
મુસાફરોના ધસારાનું મૂલ્યાંકન કરવા કર્મચારીને ફરજ સોંપાશે
રાજકોટ
રીલ-ફોટો ટ્રેન્ડ વચ્ચે ફેન્સી ફટાકડાની બજારમાં બોલબાલા
વોટરમેલન, મશરૂમ, કેન્ડી, સ્પ્રાઇટ અને ફ્રૂટી શંભુ હોટ ફેવરિટ
30 રૂપિયાથી 15000 સુધીની 200 વેરાઇટી

17/10/2025

:: હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે 'હુડા' (HUDA) ના અમલીકરણ સામે 11 ગામના લોકોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 'હુડા'ના નોટિફિકેશન બાદ 40 ટકા જમીન કપાતમાં જવાની દહેશતને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. ખેડૂતો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે 'હુડા'ને કોઈપણ ભોગે રદ કરવામાં આવે. આ જ માંગ સાથે આજે હિંમતનગર શહેરમાં 11 ગામના હજારો લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.. જોઈએ અમારો આ ખાસ અહેવાલમાં....

17/10/2025

હિંમતનગર
'હુડા'ના અમલીકરણ સામે વિરોધ હવે ચરમસીમાએ
જમીન કપાતમાં જવાની દહેશતને પગલે ખેડૂતોમાં આક્રોશ
11 ગામના હજારો લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી
ગ્રામજનોએ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો
ખેડૂતોની એક જ માંગણી 'હુડા'ને કોઈપણ ભોગે રદ કરવામાં આવે
અરવલ્લી
જિલ્લાના રાજકારણમાં આવ્યો ગરમાવો
પ્રજાશક્તિ ડેમો ક્રેટિક પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ભાજપમાં જોડાયા
હર્ષદ સિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા
ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો
ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા
તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા
સાઠંબા
જીલ્લા કક્ષાનો રવિ ક્રુષિ મહોત્સવ સાઠંબા તાલુકા મથકે યોજાયો
અરવલ્લી જીલ્લા કક્ષાનો રવિ ક્રુષિ મહોત્સવ રેલી સાથે યોજાયો
ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા વ્યવસાયના સ્ટોલ પણ લગાવવાયા
બાયડ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા
ડેમાઈ ગામે રાજસ્થાન જેવો માહોલ જોવા મળ્યો
બુટલેગર 'રાજુ'નો ખુલ્લેઆમ દારૂ વેચતો વીડિયો વાયરલ!
ડેમાઈ આઉટ પોસ્ટના જમાદારની ભૂમિકા પર સવાલો
પોલીસના ડર વગર જ બુટલેગર ખુલ્લામાં વેચી રહ્યો છે દારૂ
બુટલેગર ખુલ્લામાં દારૂ વેચી રહ્યો છે શું પોલીસને જાણ છે કે અજાણ?
શું પોલીસ આ બુટલેગર ઉપર કાર્યવાહી કરશે ખરી?????
અમદાવાદ
ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ
કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક
ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડનો આગ પર કાબૂ

13/10/2025

છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા સહિત ગુજરાત ભરમાં પ્રતિબંધિત ગાંજા સહિત અન્ય નશીલા પદાર્થ ઉપર પોલીસની બાજ નજર રહી છે ત્યારે વધુ એકવાર સાબરકાંઠાના ઈડરના ઉમેદપુરા ગામેથી 114 કિલો થી વધુ ગાંજા ના છોડનો જથ્થો ઝડપાયો છે તેમજ પોલીસે આ મામલે ખેતર માલિક સહિત અન્ય એકની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે 11 લાખ 39 કરતાં વધુના મુદામાલ સાથે આગળની વધુ તપાસ હાથધરી છે.... સાબરકાંઠાના ઇડરના ઉમેદપુરા ગામે ખેતર માલિકની ખુલ્લી જમીન ઉપર 187 જેટલા ગાંજાના છોડ ઝડપી લેવાયા છે તેમજ 11 લાખથી વધુ ના મુદ્દામાલ સાથે બે ની અટકાયત કરી છે તેમજ હાલમાં બંને આરોપીની અટકાયત કરી એનડીપીએસ કાયદાની કલમ સહિત વિવિધ કલમો મુજબ વધુ ગુનો નોંધાયો છે. ઈડર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ આગળની વધુ તપાસ હાથધરી છે. એક તરફ ગુજરાત પોલીસ દ્વારા પ્રતિબંધિત માર્દક પ્રદાથ સહિત ગાંજાના છોડ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે તો બીજી તરફ હાલમાં પણ પ્રતિબંધિત ગાંજાના છોડ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પણ ભારે હડકંપ સર્જાયો છે. ત્યારે કાયદામાં પ્રતિબંધિત ગાંજાના છોડ મામલે સ્થાનિક કક્ષાએ જાગૃતિની પણ જરૂરિયાત છે જોકે આવનારા સમયમાં ઉમેદપુરામાં ઝડપાયેલા ગાંજાના છોડ મામલે કેટલા અને કેવા ખુલાસા થાય છે તે પણ મહત્વનું બની રહેશે.

13/10/2025

આ દિવાળીએ પૈસા બચાવો! આ છે અમદાવાદ નજીક આવેલું વાંચ ગામ, જે ગુજરાતનું 'મિની શિવાકાશી' કહેવાય છે. અહીંયા ફટાકડા સીધા ફેક્ટરીમાંથી જ મળે છે, એટલે ભાવ છે સૌથી સસ્તા! કોઠી, તારામંડળ, મરચી બોમ્બ... 400થી વધુ વેરાયટી અહીં ઉપલબ્ધ છે. પ્રદૂષણની ચિંતા? તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અહીં બને છે ગ્રીન ફટાકડા ,રિટેલ ભાવે પણ હોલસેલનો ફાયદો!
#વાંચગામ #ગુજરાત #ફટાકડા

13/10/2025

મંદીના પહોંચેલા મુસ્લિમ યુવક સુફિયાન અલ્હાબાદીએ પ્રેમાનંદ મહારાજના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માંગી

13/10/2025

આપ નેતાઓ એલફેલ બોલી અરાજકતા ફેલાવે છે!

13/10/2025

બગસરાના શીલાણા નજીક સિંહની લટાર જોવા મળી
મચ્છરોના ઉપદ્રવથી પરેશાન સિંહો પહોંચ્યા રોડ પર
શિકારની શોધમાં રાત્રિના સમયે સિંહે ગામ નજીક રોડ પર મારી લટાર
રોડ કાંઠે ઉભેલ સિંહનો વિડીઓ વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો
બગસરા તાલુકાના જામકા-શીલાણા રોડ પરનો વિડીયો હોવાનું અનુમાન
આ વિસ્તારમાં સિંહોનું અવાર નવાર ગામ સુધી પહોંચી જાય છે

Address

530 Vishala Supreme, Opp Torrent Power Station, Kathwada Nikol Ring Road, Nikol

382350

Alerts

Be the first to know and let us send you an email when અરવલ્લી સમાચાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to અરવલ્લી સમાચાર:

  • Want your business to be the top-listed Media Company?

Share

Arvalli Samachar

અરવલ્લી જિલ્લાની પોતાની ચેનલ 'અરવલ્લી સમાચાર' સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન સાથે આવી છે, રાજકીય ગતિવિધિ હોય કે આંદોલન 'અરવલ્લી સમાચાર ' પ્રજાની સાથે રહેશે, આપડી આ ન્યુઝ ચેનલ યૂટ્યૂબ,ફેસબુક ટ્વીટર પર સ્થાનિક સમાચારો પ્રસારિત કરી રહી છે, આપ સૌ ના સહકાર ની અપેક્ષા રહેશે, આપની રજુઆત અમારા સુધી મોકલવા અમારી ઈમેઈલ આઈડી પાર આપ વિડિઓ અને માહિતી મોકલી શકશો.

અદ્યતન સ્ટુડિયો અને ટેક્નોલોજી સાથે લોકો સુધી ખબર પહોંચે તેવો અમારો પ્રયાસ રહેશે.જિલ્લા કક્ષાએથી એવી એમાત્ર ચેનલ જેની પાસે પોતાનો અદ્યતન સ્ટુડિયો છે અને ગમે તે સ્થળેથી લાઈવ ખબર લોકો સુધી પહોંચાડવાની ક્ષમતા છે. એટલે જ અમે છીએ 'અરવલ્લી સમાચાર' ARVALLI SAMCHAR #arvallisamchar #news #samachar #arvalli #modasa #bhiloda #studio #dhansura #malpur #meghraj #bayad #gujarat #amdvad #arvallisamachar