06/11/2025
ભારતીય નેશનલ જનતા દળના હોદ્દેદારો આણંદની મુલાકાતે
સરદાર પટેલના મહાન કાર્યોનું સન્માન કરી પુષ્પાંજલિ કરી અર્પિત
આણંદ ટુડે | આણંદ
ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી *સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી* કરવા *ભારતીય નેશનલ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સુરેન્દ્રકુમાર ગજેરા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી નિખિલકુમાર પટેલ અને આણંદ જીલ્લા પ્રમુખશ્રી મૌલિકભાઈ શાહ* તથા અન્ય હોદેદારો સાથે સરદાર પટેલના વતન કરમસદ આણંદ શહેરની મુલાકાતે આવ્યા, જેઓ પ્રથમ સરદાર પટેલના વતન કરમસદ ખાતે આવેલ મેમોરિયલમાં વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, ત્યાં સરદાર પટેલની પ્રતિમા ને ઐતિહાસિક તસવીરો સાથે મરણોત્તર અપાયેલ ભારત રત્ન અને પુસ્તકોનો સંગ્રહ છે, એની મુલાકાત લઈ ત્યાં રાખેલ મુલાકાત ડાયરીમાં નોંધ કરી. ત્યારબાદ કરમસદમાં જ આવેલ સરદાર પટેલ અને તેમના દિકરી તથા આણંદના પ્રથમ સાંસદ મણીબેન પટેલની પ્રતિમાને નમન કરી સરદાર પટેલ અને મણીબેન પટેલના દેશ સેવાના કાર્યોને યાદ કર્યા. કરમસદથી નીકળી બીએનજેડીના હોદ્દેદારો વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ઓફિસ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. વિદ્યાનગરથી નીકળી સૌ આણંદ અમૂલ ડેરી ખાતે પહોંચી ત્યાં મુકાયેલ સરદાર પટેલની પ્રતિમાને નમન કરી સરદાર પટેલની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલએ શરૂ કરેલ અને ડો. વર્ગીસ કુરિયનના પ્રયાસો સાથે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે પહોંચ્યું એ સિદ્ધિઓના ઇતિહાસનું ભારતીય નેશનલ જનતા દળના હોદ્દેદારોએ સન્માન કર્યું.
*॥જય સરદાર॥*