
25/07/2025
https://youtu.be/RRSRHGPLN2A 👉વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગતો હોઇનિર્ણય🖋️👨🎓
મહેસાણા કોર્ટમાં વકીલ સિવાય તેમનો ડ્રેસ કોઈ નહીં પહેરી શકે
પ્રેક્ટિસ માટે આવતા એલએલબીના સ્ટુડન્ટ પણ નહીં
હવે મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ પહેરી શકશે નહીં. વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગાઈ કરતો હોવાનું ધ્યાને આવતાં ડિસ્ટ્રિક્ટ બાર એસો.નિર્ણય કર્યો છે.
મહેસાણાના કોર્ટ કેમ્પસમાં વકીલનો સફેદ શર્ટ અને કાળા પેન્ટનો ડ્રેસ પહેરી પોતાની વકીલ તરીકેની ઓળખ આપીને એક શખ્સ પક્ષકારોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતો હોવાથી ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન
દ્વારા 23 જુલાઇના રોજ એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈ પહેરી શકશે નહીં. સાથે ડિસ્ટ્રિક્ટ બાર એસોસીયેશનના તમામ વકીલ સભ્યોને પણ સૂચના આપવામાં આવી છે કે, તેમની પાસે આવતા એલએલબીના જે સ્ટુડન્ટ પ્રેક્ટિસ માટે આવે છે તેમને પણ વકીલના યુનિફોર્મ જેવાં કપડા નહીં પહેરવા માટેની ખાસ સૂચના આપવી અને જો કોઈ આમ નહીં કરે તો તેમની વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન દ્વારા કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
...