31/03/2026
વડોદરા શહેરમાં મોડી રાત્રે ડેરી ડેન સર્કલ પાસે એક બેકાબૂ કાર ચાની લારીમાં ઘુસી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ,
એક કાર અચાનક કાબૂ ગુમાવી રોડ સાઈડ પર ઉભેલી ચાની લારીમાં ઘુસી ગઈ, જેના કારણે ત્યાં બેઠેલા 3 લોકો કારની અડફેટે આવ્યા હતા.
અકસ્માત એટલો જોરદાર હતો કે,
કારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો,
અને
ચાની લારીને પણ ભારે નુકસાન થયું હતું.
આ બનાવમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ,
ડેરી ડેન સર્કલ પાસે મોડી રાત્રે ચા-નાસ્તા માટે લોકોનો ભારે જમાવડો રહેતો હોય છે, જેના કારણે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને
કાર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે
તમારા મત મુજબ, મોડી રાત્રે બેકાબૂ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી થવી જોઈએ?
A late-night accident near Dairy Den Circle in Vadodara created panic after a speeding, out-of-control car crashed straight into a roadside tea stall.
According to preliminary reports,
the car suddenly lost control and rammed into the tea stall, hitting 3 people who were sitting there.
The impact was so severe that,
the front portion of the car was badly damaged,
while
the tea stall was also heavily wrecked.
A total of 3 people were injured in the incident and were immediately shifted to the hospital for treatment.
Locals said that
Dairy Den Circle usually sees heavy late-night crowds for tea and snacks, which means a much bigger tragedy was narrowly avoided.
After receiving the alert, Sayajigunj Police rushed to the spot, seized the vehicle, and launched further investigation.
Do you think strict action should be taken against reckless late-night driving?