Kumar M Mannu

  • Home
  • Kumar M Mannu

Kumar M Mannu મિત્રો પેજ ને લાઈક ફોલો કરતા જજો...🙏❤️
You can start from anywhere, just don't give up...!!!!

એકાંત એટલે, હું મારી સાથે છું અને એકલતા એટલે કે મારું કોઈ નથી..... એકાંત અને એકલતા નો ભેદ પારખવાની જરૂર છે.....એકાંત એટલ...
12/01/2026

એકાંત એટલે, હું મારી સાથે છું અને એકલતા એટલે કે મારું કોઈ નથી.....
એકાંત અને એકલતા નો ભેદ પારખવાની જરૂર છે.....
એકાંત એટલે કે ભલે તમે કોઈ પણ સ્થળે એકલા છો, પણ તમને એ વાત નો કોઈ ફરક પડતો નથી, તમે તમારા કોઈ કામમાં વ્યસ્ત છો કે કોઈ વિચારો માં વ્યસ્ત છો કે તમે સંગીત માં મગ્ન છો, પણ તમને બીજા કશાની જરૂર જ નથી અને તમને એ પણ ખબર નથી કે તમે એકલા છો, કોઈ યોગી યોગસાધના માં લીન હોય જેને પોતાના આસપાસના વાતાવરણ થી પણ કોઈ ફરક જ નથી એવી રીતે તમે છો તો એ છે એકાંત....
અને એકલતા એટલે કે તમે બધાની વચ્ચે છો, છતાં પણ તમને એવું લાગે કે કશાની જરૂર છે, કંઈક ખૂટે છે, મારે જે જોઈએ છે તે અહીં તો નથી, ખુબ બધું હોવા છતાં પણ તમને સતત ખાલીપણું લાગે છે, તમને કશાની ખોટ સતત વર્તાય છે, તમને એમ લાગે મને કોઈ સમજતું નથી, કોઈ મારું નથી એમ લાગતું હોય તો એ છે એકલતા..... 🌹❤️

તમે એકલા નથી......ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે તમે પોતાની જાતને એકલા પડી ગયા હોવ એવું લાગતું હોય છે વ્યવ...
07/01/2026

તમે એકલા નથી......
ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે તમે પોતાની જાતને એકલા પડી ગયા હોવ એવું લાગતું હોય છે
વ્યવસાયિક કાર્યોમાં ચડતી પડતી કે અંગતજીવનમાં, સંબધોમાં ખાલીપો વર્તાવા લાગે કે કોઈ તમારો સાથ ના આપે કે કોઈ તમારી વાતને સમજી ના શકે ત્યારે તમને આ વિશેષ અસર વર્તાતી હશે....
પણ જ્યારે જ્યારે તમને એવું લાગે ત્યારે તમે એક વાત વિચારજો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પણ એક વ્યક્તિ તમારી સાથે જ હોય છે, અને એ છે તમે પોતે જ....
જ્યારે પણ તમે એકલા પડી ગયા છો એવું લાગે ત્યારે અરીસા સામે ઊભા રહી જાઓ, અને આત્મવિશ્વાસ સાથે જુઓ તો અનુભવશો કે હું ખુદ મારી સાથે જ છું.....
અહીં વાત આત્મકેંદ્રી બનવાની નથી, પણ પોતાની જાતને મજબૂત બનાવવા ની છે,
અને તમે જોશો કે તમારો આત્મવિશ્વાસ તમને કયારેય એવું નહીં લાગવા દે કે તમે એકલા છો....🌹❤️

खोजना हैं तो जीवन खोजों,मौत तो तुम्हें खोज ही लेगी...!!!!
04/01/2026

खोजना हैं तो जीवन खोजों,
मौत तो तुम्हें खोज ही लेगी...!!!!

સ્ત્રીઓ હંમેશા એવુંજ વિચારતી હોય છે કે પુરુષને શું ફરક પડે, હું જ એને દિવસના ચોવીસે કલાક મારી યાદ માં રાખું છું, હું તો ...
02/01/2026

સ્ત્રીઓ હંમેશા એવુંજ વિચારતી હોય છે કે પુરુષને શું ફરક પડે, હું જ એને દિવસના ચોવીસે કલાક મારી યાદ માં રાખું છું, હું તો એની યાદમાં ક્યાંય નહીં હોઉં....
પુરુષ ભલે ગમે તેટલો કામ માં વ્યસ્ત હોય પણ એમાંથી મળતી થોડી પણ નવરાશ ક્ષણોને એ પોતાની મનપસંદ સ્ત્રીની યાદોને જ વાગોળતો હોય છે પણ હાં એ કયારેય જાહેર નથી કરી શકતો...
સ્ત્રી પ્રેમમાં પડ્યા પહેલા શાંત હોય છે અને એ કોઈ પાત્ર સાથે પ્રેમમાં પડે પછી અધીરી થઈ જાય છે, એનાથી ઊલટું પહેલા પુરુષ પોતાની મનપસંદ સ્ત્રીનો પ્રેમ પામવા અધીરો હોય છે પણ એ પછી એ સ્ત્રી સાથે પ્રેમ માં પડ્યા પછી શાંત અને ગંભીર થઈ જતો હોય છે....
બસ ક્યારેક આ જ વાત બંને પાત્ર સમજી શકતા નથી
સ્ત્રી પોતાની બહેનપણી સાથે કે ઘરની બીજી સ્ત્રીઓ સાથે આવી વાત આસાનીથી શેર કરી લેતી હોય છે, પણ પુરુષ માટે આ બહુ અઘરું હોય છે એ પોતાના મનગમતા પાત્ર ની સાથેના સંબંધો ની વાત ના તો પોતાના ઘરના સભ્યો સાથે શેર કરી શકે છે કે ના તો પોતાના દરેક મિત્રો સાથે કે ના તો પોતાના કામ કે વ્યવસાય ના સ્થળે આવી વાત જાહેર કરી શકે છે..
પુરુષ ચાહે છે તો બસ એટલું જ કે એનું પ્રિયપાત્ર એની બધી વાતને સમજી શકે, હર હંમેશા તેની સાથે હોય એના પડછાયા ની જેમ....
જ્યારે સ્ત્રી ને સતત હાજરી જોઈએ પ્રત્યક્ષ કે કૉલ મેસેજ દ્વારા પણ....
ક્યારેક આવું ના બની શકે તો બંને વચ્ચે અંતરાય આવી જતો હોય છે...
પ્રેમ બંને પક્ષે ઓછો નથી હોતો પણ લાગણીઓ સમજવામાં ક્યારેક થાપ ખવાઈ જતી હોય છે અને એક સુંદર સંબંધ ગૂંચવાઈ જતો હોય છે...🌹❤️

औरत की नाराज़गी के कई कारण हो सकते हैं, जो स्थिति और व्यक्ति पर निर्भर करते हैं। कुछ आम कारण ये हैं:सम्मान की कमी – उसकी...
01/01/2026

औरत की नाराज़गी के कई कारण हो सकते हैं, जो स्थिति और व्यक्ति पर निर्भर करते हैं। कुछ आम कारण ये हैं:
सम्मान की कमी – उसकी बात न सुनना या उसकी भावनाओं को हल्के में लेना
भावनात्मक अनदेखी – समय, ध्यान या अपनापन न मिलना
विश्वास की कमी – झूठ, शक या वादे पूरे न होना
समझ की कमी – उसकी जरूरतों और भावनाओं को न समझ पाना
असुरक्षा – रिश्ते में स्थिरता या भरोसे की कमी
थकान और तनाव – घर, काम और जिम्मेदारियों का दबाव
अक्सर नाराज़गी गुस्से से ज़्यादा दर्द और निराशा का रूप होती है। प्यार से सुनना, समझना और सम्मान देना कई बार नाराज़गी को खुद-ब-खुद कम कर देता है।

31/12/2025

Good bye 2025
Welcome 2026

પીપળ પાન ખરતા, હસતી કુંપળીયા મુજ વીતી, તુજ વીતશે, ધીરી બાપુડીયા...પીપળ ના પાકી ગયેલા અને ખરવા આવેલા પાન ને જોઈને કૂંપળો ...
29/12/2025

પીપળ પાન ખરતા, હસતી કુંપળીયા
મુજ વીતી, તુજ વીતશે, ધીરી બાપુડીયા...
પીપળ ના પાકી ગયેલા અને ખરવા આવેલા પાન ને જોઈને કૂંપળો હસી રહી છે કે હવે આ તો ખરી જ જશે અને એના હાલ તો જો, અને અમે કેવી ખીલી રહી છીએ...
એક ગામડા ગામની ડેલી ના ખાના માં વ્યોવૃધ્ધ દાદા રોજ બેસે અને ગામનો એક યુવક રોજ ત્યાંથી પસાર થાય એટલે દાદા સામે કતરાતી નજરે જોઈને આગળ જઈ ને થૂંકી ને પસાર થઈ જાય છે અવસ્થા ને આંબેલ પણ ખમતીધર અને જાજરમાન એ પુરુષ કંઇ પ્રતિભાવ વગર એ યુવાન ને જોઈ રહે છે અને જવા દે છે, કોઈ વાતે કદાચ વાંકું પડી ગયું હશે એટલે આવું થતું હશે...
આ ક્રમ ઘણાં સમય ચાલતો રહ્યો, પછી એક દિવસ એ દાદા રોજના નિયમ મુજબ ખાના માં બેઠા સાથે બીજા ઘણા લોકો પણ બેઠા છે એ યુવાન નીકળે છે અને ચુપચાપ માથું નીચું કરી ને પસાર થઈ જાય છે, દાદા એ જોયું એટલે એક માણસને પાછળ મોકલ્યો કે જા એ યુવાન ને અહીં બોલાવી લાવ...
માણસ ગયો યુવાન ને બોલાવી લાવ્યો એ યુવાન દાદા સામે હાજર થયો એટલે દાદા એ પૂછ્યું કે, કેમ ભાઈ તું આજે માથું નીચું કરી ને પસાર થઈ ગયો
તો યુવાન એટલું જ બોલ્યો કે દાદા કાલ રાતે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે એટલે હવે મારા ખભે ભાર છે અને મારું માથું હવે નીચું છે....
દાદા એ વધામણી આપી અને પોતાની પાસે બેસાડ્યો વર્ષોની કડવાશ ક્ષણો માં ઓગળી ગઈ....
અહીં કહેવાની વાત એ છે કે દીકરીને અહીં ભાર કે માથું નમી જાય એવી ગણવામાં આવી નથી પણ દીકરી એ વ્હાલનો દરિયો સંસ્કાર ની ખાણ છે એના ઉછેરમાં કોઈ ખામી ના આવે કે કાલે સવારે એ બીજાના કુળમાં જાય ત્યારે માવતરના સંસ્કારમાં કોઈ ખામી ના બતાવી શકે, અને બીજી વાત આજે આપણા ઘરે દીકરીનો જન્મ થયો એટલે હવે દુનિયાના દરેક ઘરની દીકરી ને પણ હવે આપણી દીકરીની દૃષ્ટિ થી જ જોવી જોઈએ...
આજકાલ જે વાતાવરણ થઈ ગયું છે, સમાજમાં જે આજે બની રહ્યું છે એ કાલ તમારા ઘર સુધી પણ આવી શકે છે, તમામ લોકો તમામ સમાજની સામુહિક જવાબદારી છે, કે આપણે કેવા સમાજનું નિર્માણ કરવું છે, દરેક માં બાપ એ પોતાના સંતાનો ને આ વાત શીખવવી જોઈએ સંસ્કાર આપવા જોઈએ કે દરેક વ્યક્તિ નું સન્માન જ સમાજને અને આપણને સન્માન અપાવી શકશે, આપણે સૌ મળીને એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ એ આપણી સામુહિક જવાબદારી છે....

સ્ત્રીનું સ્ત્રી હોવું એજ સૌથી ઉત્તમ સૌંદય છે, પછી એને કોઈ પણ શણગાર ની આવશ્યક્તા નથી....
29/12/2025

સ્ત્રીનું સ્ત્રી હોવું એજ સૌથી ઉત્તમ સૌંદય છે, પછી એને કોઈ પણ શણગાર ની આવશ્યક્તા નથી....

मिलो कभी चाय पर फिर किस्से बुनेंगे तुम खामोशी से कहना हम चुपके से चुनेंगे..☕❤️
27/12/2025

मिलो कभी चाय पर फिर किस्से बुनेंगे
तुम खामोशी से कहना हम चुपके से चुनेंगे..☕❤️

સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ઉચ્ચતમ સંબધ હોય તો તે છે પ્રેમ.... 🌹❤️
26/12/2025

સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ઉચ્ચતમ સંબધ હોય તો તે છે પ્રેમ.... 🌹❤️

   હમણાં થોડા દિવસ પહેલા રાજકોટ ની એક ઘટના કે જેમાં એક વ્યોવૃધ્ધ દાદા એક સગીર છોકરી સાથે અડપલા કરતા જોવા મળ્યા હતા....પા...
25/12/2025



હમણાં થોડા દિવસ પહેલા રાજકોટ ની એક ઘટના કે જેમાં એક વ્યોવૃધ્ધ દાદા એક સગીર છોકરી સાથે અડપલા કરતા જોવા મળ્યા હતા....
પાછળ થી વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને પોલીસ સ્ટેશન સુધી વાત ગઈ કોઈ જાગૃત નાગરિક એ વિડિઓ બનાવી લીધો હતો
પણ શું આવો આ એકજ કિસ્સો છે જે પ્રકાશમાં આવ્યો..... ના
ઘણીબધી છોકરીઓ આવી સ્થિતિઓ માં થી પસાર થઈ ચુકી હોય છે બસ કોઈ કારણસર એ વાત બહાર આવતી નથી કે એ છોકરી કોઈને કહી શકતી નથી હોતી
આવા કિસ્સાઓ માં ખાસ કરીને શરૂઆત ખુબજ નજીકના ગણાતા કે ખુબજ ખાસ ગણાતા લોકોથી જ થતી હોય છે એ ખુબજ ધ્યાન આપવાની બાબત છે
સ્ત્રી પ્રેમ અને લાગણી પ્રત્યે હંમેશાથી સંવેદનશીલ હોય છે અને એમાંય એ જ્યારે એ બાળકી કે કુમારી કે સગીરા હોય મુગ્ધાવસ્થાની શરૂઆત હોય ત્યારે વાલીઓ એ ખાસ ધ્યાન રાખતા રહેવું જોઈએ કે કોઈ એનો ગેરફાયદો ના ઉઠાવે
કદાચ કોઈ દીકરી સાથે આવું થતું હોય તો પણ એ ઘણીવાર એ વિચારીને કોઈને કહી શકતી નથી કે આવું ગંદુ હું કોઈને કહીશ તો મારા વિશે શું વિચારશે,
માતાપિતા એ પોતાના સંતાન સાથે ખાસ કરીને કન્યા સંતાન સાથે આવી બાબતો વિશે ચર્ચા કરવી જોઈએ, શું સારું છે શું ખરાબ છે એ પણ એને શીખવવું જોઈએ, ક્યારેક એના વર્તનમાં આવતા ફેરફારો ની નોંધ લેવી જોઈએ સંતાન કોના કોના સંપર્કમાં આવે છે, એ લોકો કેવા છે એની પણ ખાસ નોંધ લેવી જોઈએ, બાળકોને આવી પરિસ્થિતિઓ નો સામનો કઈ રીતે કરી શકાય એ પણ શીખવવું જરૂરી છે good touch bad touch બાબતે પણ જાણકારી આપી શકાય છે, સગીરાવસ્થામાં પ્રવેશતા સંતાનોમાં કુદરતી હોર્મોનલ ફેરફાર થતા હોય છે, શારીરિક બનાવટ માં પણ ફેરફાર થતાં હોય છે તો આ વિષયોમાં એ જાતે પોતાની રીતે જાણકારી મેળવે એના કરતા એની સાથે પ્રેમથી મુક્તમને ચર્ચા કરવી જોઈએ અને સારા નરસા પરિણામો વિશે વાત કરવી જોઈએ.....

   ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ ના વધી રહેલા કિસ્સાઓ આજકાલ સમાચાર માં ખુબ જ જોવા મળી રહ્યા છે તો પહેલા વાત કરીએ ડિજિટલ ...
25/12/2025



ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ ના વધી રહેલા કિસ્સાઓ આજકાલ સમાચાર માં ખુબ જ જોવા મળી રહ્યા છે
તો પહેલા વાત કરીએ ડિજિટલ એરેસ્ટ ની, સામાન્ય રીતે કોઈ ગુનેગાર ને પોલીસ પકડે એને ધરપકડ એટલે કે અંગ્રેજી માં એરેસ્ટ કહેવાય તો આ ડિજિટલ એરેસ્ટ એટલે કે તમને આજના ડિજિટલ સમયમાં તને કોઈપણ પ્રકારના સંચાર ના માધ્યમ દ્વારા તમને જકડી લેવા મતલબ કે એરેસ્ટ કરવા, અને હાં તમને અહીં એરેસ્ટ કરનાર કોઈ પોલીસ નથી હોતી, એ હોય છે અઠંગ સાયબર માફીયાઓ...
એ તમને ફોન કોલ કે વિડિઓ કોલ કે વૉટ્સએપ મેસેજ કે ઇમેઇલ દ્વારા સંપર્ક કરશે અને તમને તમારી કોઈ ભુલ દર્શાવીને અને ધરપકડ કે બદનામી નો ડર બતાવી ને તમને તમારી જ જગ્યા પર તમને ડિજિટલ એરેસ્ટ કરશે, કરવાની કોશિશ કરશે....
સવાલ એ છે કે લોકો આવા ઠગ ની વાતોમાં કેમ આવી જાય છે અને કેવી રીતે તેમની માંગણીઓ પુરી કરે છે જે કદાચ હંમેશા મોટી રકમની જ હોય છે....
શું આવા લોકો પાસે અગાઉથી જ તમારી પૂરેપૂરી માહિતી હોય છે તમે કોણ છો તમે શું કરો છો કે તમારી આર્થિક સ્થિતિ કેવી છે અને તમારું બેંક બેલેન્સ કેવું છે...??
ઘણા બધા કિસ્સામાં જોવા મળે છે કે એ તમારા તરફ થી કોઈ ભુલ કે કોઈ ગેરરીતિ કે તમારા દસ્તાવેજો માં કોઈ ખામી બતાવીને જ તમને ડરાવી ને ધમકી આપે છે અને તમે માની પણ લો છો....
તો સવાલ એ છે કે આવી બધી બાબતો એ સાયબર માફીયાઓ પાસે કઈ રીતે પહોંચે છે...
તો આજના સમયમાં આ ડિજિટલ યુગમાં આંગળી ના ટેરવે રમતી માહિતીઓ ચોરવી એ કોઈ મોટી વાત નથી
બચવાનો સહેલો રસ્તો એ છે કે આવી કોઈપણ વાતો માં નહીં આવો અને ડરવાનું તો બિલકુલ નહીં, પહેલા તો એમની વાત સાંભળી લો જાણી લો કે એ શું કહે છે, પછી વિચારો કે ખરેખર આવું હોય શકે, કોઈ લાલચ કે ડર માં નહીં આવો શક્ય તો વાતચીત કે મેસેજ રેકોર્ડ કરી લો અને નજીક ની કોઈ વ્યક્તિ ની સલાહ લો
કોઈ પણ પોલીસ તમને ફોન પર કે મેસેજ પર ધમકાવતી નથી અગર તમારા પર કોઈ ગુનો દાખલ થયો હોય કે તમારા વિરુદ્ધ કોઈ અરજી દાખલ થઈ હોય તો પણ પોલીસ તમને ફોન કરીને જે જગ્યા પર અરજી દાખલ થઈ હોય ત્યાં તમને રૂબરૂ બોલાવવા માટે ફક્ત ફોન દ્વારા જાણ જ કરે છે, અથવા તો ગંભીર ગુનાઓ માં ધરપકડ નું વોરંટ હોય તો તમને તમારા ઘરે થી કે સ્થળ પર થી રૂબરૂ માં ધરપકડ કરી શકે છે...
તમારા ડરનો ફાયદો આવા સાયબર માફીયાઓ ઉઠાવે છે.....

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kumar M Mannu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share