28/06/2025
માતા પિતા તરીકે બાળકો ની સ્કૂલબેગ ક્યારેક ચેક કરતા રહેજો કેમ કે આજકાલ આટલા નાના મોબાઈલ પણ હવે બેગ માંથી નીકળે છેં. 😨
ગઈ કાલે સવારે એક દુકાન જવાનુ થયું... દુકાન ની બહાર બે છોકરીઓ સ્કૂલબેગ લઈને પાળી પર બેઠેલી હતી. હું તો દુકાન માં ગઈ પણ બહાર બે છોકરીઓ વાતો કરતી હતી એ મારાં કાને પડી, એટલે મારો જીવ દુકાન ની બહાર વધારે હતો. એક છોકરી બીજી છોકરી ને વાત કરતી હતી કે અલી મારાં ડોસા ને ખબર પડી જશે તો... એટલામાં બીજી કહે છેં હોવ હું કહેતી હતી ને,,, આ તારા ડોસા જ ચોપલા છેં એ સ્કૂલ ના સાહેબ ને ફોન કેમ કરતા હશે.??
એ બોલી હું તો કંટાળી ગઈ છું
આ તો ઘરે કામ ના કરવું પડે એટલે જ નેકળી જાવ છુ અને પાછુ આને આજે મળવું હતું ને...તારે શાંતિ છેં તારા ડોસા ડોસી ને કશી ખબર જ નથી પડતી. તું તો સાદો મોબાઇલ એને કહેને તને લઇ આપે તું તો વાતો કરી ને મૂકી દઉં તોય વાંધો નહી.
એણે મને મોબાઈલ આપ્યો છેં ને
પણ મારાં ઘરે ખબર જ નથી પડતી હું તો સંતાડી દઉં જ છુ બેગ માં.એટલા માં મોબાઈલ બેગ માંથી કાઢ્યો અને
વાત કરવા મંડી કે
ચો છુ... હું અહીં ક્યારની વાટ જોવું છુ, અને હા આજે શું ખવડાવે ભૂખ લાગી છેં જલ્દી આવ પાછુ મારે નિશાળ છુટશે એટલે જતું રહેવું પડશે.
એટલે આ સાંભળી હું તો એની જોડે પહોંચી ગઈ કે,,
બેટા મસ્ત મોબાઈલ છેં તારો બતાય તો... આટલો નાનો મોબાઈલ કોણે લઇ આપ્યો...??
તું કયા ધોરણ માં ભણુ છુ..??
તો એણે જણાવ્યું કે દહમાં માં આવી.
અને એટલામાં બાઈક લઇ એક છોકરો આવ્યો
મારે એને ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા પણ એ તો બેગ લઇ બન્ને ઉભા થઇ ગયા અને બાઈક પર બેસી જતા રહ્યા. હું તો વિચાર માં પડી ગઈ કે
માતાપિતા ને દૂર સ્કૂલ માં મોકલતા કેમ ચિંતા વધારે થાય છેં.
આ 50..100 રૂપિયા નો નાસ્તો,, આ 2500/3000 નો મોબાઈલ અને મોજશોખ માટે બાઈક ઉપર અડધો કલાક ફરવા મળે એના માટે થઈને આ 15/16 વર્ષ ની દીકરી પોતાનું ચારિત્ર દાવ પર લગાવી લે છેં.
અને આવી અમુક દીકરીઓ ના ભૂલ ની સજા ઘણી દીકરીઓ ને ભોગવવી પડે છેં. જેને ખરેખર ભણવું છેં એના માટે પણઆવા કિસ્સા ના લીધે દ્વાર બંધ થઇ જાય છેં.
એના મોબાઇલ નો પાડેલો ફોટો જોઈ હું નિઃસ્તબ્ધ
રહી ગઈ. 😨
Sonal Pandya