VIPUL Trivedi

  • Home
  • VIPUL Trivedi

VIPUL Trivedi શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ

✅વાસ્તુ ની દિશાઓ અને સ્થાન.✅વાસ્તુ શાસ્ત્ર અનુસાર જમીન મકાન અને પ્રોફેશનલ ધંધાકીય સંસ્થાનો દુકાનો વગેરે માટે ખૂબ જરૂરી છ...
15/10/2025

✅વાસ્તુ ની દિશાઓ અને સ્થાન.✅

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જમીન મકાન અને પ્રોફેશનલ ધંધાકીય સંસ્થાનો દુકાનો વગેરે માટે ખૂબ જરૂરી છે કે કઈ દિશામાં શું હોવું જોઈએ આ બાબતો વિશે વિસ્તાર થી સમજવું જોઈએ.

અગ્નિ કોણ માં સામાન્ય રીતે રસોડું
દક્ષિણ માં પિતૃદેવ ના ફોટો
નૈઋત્ય તરફ સ્ટોર રૂમ
પશ્ચિમ માં ભોજન માટે નું મેજ
વાવ્યવ કોણ માં મંદિર કે પાણી નું સ્થાન
ઉત્તર દિશામાં અભ્યાસ માટે રૂમ
ઈશાન કોણ માં મંદિર પાણી સ્ટોરેજ માટે ટેન્ક રાખી શકો છો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ પોતાના ઘર માં આવી નાની નાની બાબતો પર ધ્યાન આપે તો ઘર માં પોઝિટિવ એનર્જી મેળવી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ નિયમો અનુસાર
ફેરફાર કરવો જોઈએ અને આવી રીતે વાસ્તુ દોષ દૂર કરવો જોઈએ ઘર માં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે આ મુજબ જો વાસ્તુ દોષ હોય તો સરળ ઉપાયો કરવાથી વિશેષ લાભ થાય છે.

🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏 🙏 🙏

🪔🪔દિવાળી 🪔🪔દીપાવલી નો તહેવાર એટલે એક નવી ઊર્જા નો સંચાર પામે છે.આપણા દેશમાં તહેવારો માં સૌથી વધુ લોકપ્રિય તહેવાર તરીકે ઉ...
13/10/2025

🪔🪔દિવાળી 🪔🪔

દીપાવલી નો તહેવાર એટલે એક નવી ઊર્જા નો સંચાર પામે છે.
આપણા દેશમાં તહેવારો માં સૌથી વધુ લોકપ્રિય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે એ દિવાળી નો તહેવાર છે.

આપણા ગુજરાતી લોકો માટે તો નવું વર્ષ ચાલુ થાય છે કારતક સુદ એકમ થી આ પરંપરા માં ખૂબ જ સારો યોગ બને છે.
ઉજ્જૈન નગરી ના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય ના નામે ચાલતા વિક્રમ સંવત ની શરૂઆત થાય છે. કારતક સુદ એકમ થી આગામી વર્ષ ૨૦૮૨ ની શુભ શરૂઆત થશે. એટલે કે ઈસ ૨૦૨૫ નું ચાલુ વર્ષ પહેલા આ સંવત ની શરૂઆત થઈ હતી એમ માનવામાં આવે છે.

આપણા શાસ્ત્રો અનુસાર આ દિવસો ખૂબ જ મહત્વ ધરાવે છે
નવરાત્રી પછી દીવાળી પહેલા ના પાંચ દિવસો એક અલગ જ પ્રકારની ઉર્જા અને લોકો માટે નવીનતા સભર બનાવે છે.
જે લોકો એક વર્ષ દરમ્યાન અનેક પ્રકારના સુખ દુઃખ છાયો તડકો વગેરે બાબતો માં થી બહાર નીકળી શકે અને વર્ષાઋતુ માં જે આત્મવિશ્વાસ સૂર્ય ની ગેરહાજરી માં ગુમાવેલ હોય છે તે એક નવા જોમ શક્તિ સાથે પાછો ફરે છે. નવા વર્ષ માં દરેક ગુજરાતી લોકો વેપાર ધંધા માટે દિવાળી ના દિવસે સરસ્વતી પૂજા લક્ષ્મી પૂજા કરે છે. ધનતેરસ ની પૂજા કરવા માટે આજે પણ લોકો નો ઘસારો જોવા મળે છે. આ એક શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે જોડાય તેવી બાબત છે. આ યુગો થી ચાલતી પરંપરા છે .

અહીંયા દિવાળી પહેલા કેટલીક ખરીદી કરવામાં આવે તો એ શુભ શુકન માનવામાં આવે છે અને જે કોઈ લોકો પોત પોતાની વ્યક્તિગત શક્તિ મુજબ કેટલીક ખરીદી કરે છે તો ચોક્કસ એમના જીવન માં ઘર માં સુખ શાંતિ મળે છે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જેવી જેની શ્રદ્ધા ભાવ હોય તેવુ ફળ મળે છે.

મારા અનુભવ અનુસાર જે લોકો ધનતેરસ ઉપર સત્ય નારાયણ ની કથા કરે છે અને લક્ષ્મી નારાયણ ની પૂજા કરે છે તેઓ ને પુરા એક વર્ષ દરમ્યાન ખૂબ સારી પ્રગતિ થાય છે. આ અનુભસિધ વાત છે.

સહુ મિત્રો ને VIPUL Trivedi ના નવા વર્ષ ની શુભકામનાઓ🙏🙏

🌹🌹 શ્રી શાખપુરી ખોડીયાર માતાજી 🌹🌹  ગારીયાધાર થી આશરે ૫ કિલો મીટર ના અંતરે આવેલું આ સ્થળ માં ખોડીયાર નું એક ધામ તરીકે દેશ...
12/10/2025

🌹🌹 શ્રી શાખપુરી ખોડીયાર માતાજી 🌹🌹

ગારીયાધાર થી આશરે ૫ કિલો મીટર ના અંતરે આવેલું આ સ્થળ માં ખોડીયાર નું એક ધામ તરીકે દેશ વિદેશ માં પ્રખ્યાત છે

🌹🌹કર્મ નો સિદ્ધાંત 🌹🌹કર્મ નો સિદ્ધાંત છે કે કોઈ પણ ભેદભાવ વગર માત્ર સત્ય આધારિત ફળ આપે છે.જે કર્મ ક્રિયા કાર્ય  ACTION ક...
11/10/2025

🌹🌹કર્મ નો સિદ્ધાંત 🌹🌹

કર્મ નો સિદ્ધાંત છે કે કોઈ પણ ભેદભાવ વગર માત્ર સત્ય આધારિત ફળ આપે છે.જે કર્મ ક્રિયા કાર્ય ACTION કરવા માં આવે છે તેના બદલામાં જે કંઈ REACTION બદલામાં મળતું ફળ અથવા પ્રકિયા પ્રાપ્ત થાય છે તે કરવામાં આવેલ કર્મ નું ફળ હોય છે. થોડી અઘરી વાત છે પણ આ સત્ય હકીકત છે

કર્મ નું ફળ તેના કર્મ ના સ્વરૂપ ઉપર આધારિત હોય છે.સાત્વિક કર્મ નું ફળ અતિ શુભ હોય છે રાજસી કર્મ નું ફળ શુભ અને શાંતિ આપે છે પરંતુ તામસી કર્મ નું ફળ દુઃખ આપે છે

કર્મ નો અટલ સિદ્ધાંત છે કે કોઈ વ્યક્તિ સાથે નો તમારો જે કઈ લેન દેન હોય છે તે કર્મ પૂર્ણ થાય નહીં ચૂકવાઈ ન જાય ત્યાં સુધી એમની સાથે વ્યવહાર કરવો જ પડે છે. અને હા પોતે સમજદારી પૂર્વક બુદ્ધિપૂર્વક કોઈ એવું કામ થતું હોય તો ત્યાં એમાં જોડાતા પહેલા સો વખત વિચારવું જોઈએ નહીં તો એ કર્મ નું ફળ શુભ કે અશુભ અવશ્ય ભોગવવું પડશે.

રામાયણ માં શ્રી રામ ભગવાન હોવા છતાં મહા બલી વાલી સાથે કરેલ કપટ એક કલંક લગાડ્યું હતું અને તેનું ફળ ભગવાન હોવા છતાં ભાલકા તીર્થ ક્ષેત્ર માં શ્રી કૃષ્ણ ભગવાન ને એક પારધી ના બાણ થી વીંધાય. આમ કર્મ નું ચક્ર હમેશા ફળ આપે છે.

🌹કોઈ કર્મ છુપાવે બુદ્ધિપૂર્વક છટકી જાય તો પણ એનું ફળ મળે જ છે. ઘણા લોકો લોભ લાલચ માટે સામાન્ય બાબત માટે અથવા પોતાના મોભા માટે કોઈ નું ઝૂંટવી લેવા માટે સમાજ માં બીજા ને નીચું દેખાડવા માટે અને પોતે મહાન હોય તેવું દેખાડવા માટે આજકાલ રાજનીતિ માં જોવા મળતી ચાલ બાજી હોય કે સમાજ માં સારા દેખાવા માટે લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડવા માટે પોતે દુષ્કર્મો કરી રહ્યા હોય છે સાથે સાથે બીજા લોકો ને પણ એમની સાથે જોડી ને એમને અંધારામાં રાખી ને બુદ્ધિપૂર્વક કર્મો કરે છે. આ લોકો પોતે તો કુ કર્મ ના પોટલાં બાંધે છે પણ સાથોસાથ બીજા લોકો ને પણ એ પાપ કર્મો ના ભાગીદાર બનાવે છે સાથે જોડાયેલ લોકો માંથી કોઈ ને થોડી પણ બુદ્ધિ હોય તો આ લોકો ની આંખો પર થી પાટા ઊઘડી જાય તો જ આ બધું સમજી શકે આમ કોઈ એક વ્યક્તિ ની માનસિકતા મહત્વકાંક્ષી અભિમાની કપટી ચતુર લોકો ની ચાલ બાજી સમજી શકે છે બાકી તો બધા લોકો પોતાના માટે કર્મ નું ફળ ભોગવવા તૈયાર રહેવું જ પડશે.

👉કર્મ નો સિદ્ધાંત દેવ મનુષ્ય પશુ પક્ષીઓ અને રાક્ષસ યોની માં દરેક માટે સમાન છે . કર્મ કરવા માં સો વાર વિચારવું એવું મહાન પુરુષો ના વચન છે. કર્મ નું ચક્ર હમેશા માટે આપણી સાથે રહે છે .૮૪ લાખ યોની માં દરેક જીવો માટે કર્મ નું ફળ મુજબ જ આવનાર જન્મ નક્કી થાય છે - ગરુડ પુરાણ

👉ભીષ્મ પિતા નું એક કર્મ

✅ભીષ્મ પિતા બાણ શેયર પર હતા ત્યારે યુધિષ્ઠિર ના એક પ્રશ્ન ના જવાબ ભીષ્મ પિતા કહે છે કે મેં પૂર્વ જન્મ માં એક સાપ ને કાંટા ની વાડ માં ફેંકી દીધા હતા અને તે પાપ કર્મો ના કારણે કુરુક્ષેત્ર માં આ બાણ શિયા પર રહેવું પડ્યું કષ્ટ સહન કરવું પડે છે.

👉ધૃતરાષ્ટ નો શ્રી કૃષ્ણ ને કર્મ સંબંધિત પ્રશ્ન

✅ધૃતરાષ્ટ્ર એ મહાભારત યુદ્ધ પૂરું થયા પછી કહ્યું કે હે પ્રભુ શ્રી કૃષ્ણ તમે મને એક વાત નો ઉતર આપો મારા થી કયું એવું કર્મ થઈ ગયું છે કે મારા જીવતા મારા સો પુત્રો મરણ પામ્યા?

ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે " મહારાજ તમે ઓગણપંચાસ જન્મો પહેલા એક શિકારી હતા તમે એક જાળ બીછાવી એમ સો પક્ષીઓ ને ફસાવ્યા આ સો પક્ષીઓ મરણ પામ્યા અને તમને શ્રાપ આપ્યો હતો કે તારી પણ આ ગતિ થશે. આજે કુરુક્ષેત્ર માં હે રાજન તમને આ કર્મ નું ફળ ભોગવવું પડ્યું .

👉 જેવી રીતે કોઈ ગાયો ના ટોળા માં રહેલુ વાછરડું એમની માતા ગાય ને શોધી કાઢે છે એમ જે કોઈ કર્મ હોય છે એ એમના પાછળ પાછળ જાય છે અને એમનું કર્મ નું ફળ અવશ્ય આપે છે

🌹 ગુજરાત માં એક ખૂબ સરસ ભજન છે
🌹"કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી "

મિત્રો આજે કર્મ ફળ વિશે લખવાની કોશિસ કરી છે તમને આ પોસ્ટ કેવી લાગી આપ નો પ્રતિભાવ આપી ને LIKE COMENTS માં જણાવજો.

અસ્તુ

VIPUL Trivedi ના સહુ મિત્રો ને કોટી કોટી વંદન 🙏 🙏

🌹🌹નવનાથ સિદ્ધ ચોર્યાસી 🌹🌹નવનાથ એ નાથ સંપ્રદાય માં થયેલ જોગીઓ છે. કહેવાય છે કે, કળિયુગનો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુલોકના...
11/10/2025

🌹🌹નવનાથ સિદ્ધ ચોર્યાસી 🌹🌹

નવનાથ એ નાથ સંપ્રદાય માં થયેલ જોગીઓ છે. કહેવાય છે કે, કળિયુગનો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુલોકનાં માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતાં. તેથી વધેલા પાપને દુર કરવા, લોકોનાં દુ:ખ દારિદ્રય હરવા ભગવાન શંકરે નવ નારાયણઅર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા. તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાહ પણ લેવાયેલ. અને તેઓનાં સુચન મુજબ નક્કી થયુ કે, નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો. આ વાત નવ નારાયણએ માન્ય રાખી.પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથનાં ગુરૂ તરીકે ભગવાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એકત્રરૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેયતરીકે અવતાર લીધો. અને તેઓ નાથ સંપ્રદાયનાં ગુરૂ તરીકે પુજાયા.

આમ નવ નારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતાં પરંતુ અયોનિજન્મ હતા. તેઓ જુદા જુદાં પ્રકારના તત્વો માંથી પ્રગટ થયા હતા.

👉માછલીને પેટે,
👉ગોબરમાંથી,
👉નાગણનાં પેટે,
👉અગ્નિકુંડમાંથી,
👉ભિક્ષાપાત્રમાંથી,
👉 ગજકર્ણમાંથી,
👉દર્ભમાંથી,
👉કાદવમાંથી,
👉જળમાંથી

આ નવનાથ આવી રીતે પ્રગટ થયા હતાં. આ નવે નારાયણ સ્વરૂપ હતા અને ઘણાં શસ્ત્રો અને સર્વ વિધાઓ શીખીને નાથ દિક્ષા લઈ જગતમાં સિધ્ધ જોગી નાથજોગી તરીકે પ્રસિધ્ધ થયાં. આ દરેક જોગીઓ અલખ નિરંજન નો નાદ કરે છે.રાજા ભર્તૃહરિ વિશે આગળ એક પોસ્ટ કરી છે એમાં મંચદરનાથ ના શિષ્ય ની વાત રજૂ કરી છે .

🌷નવનાથ અને એમના અવતારો ના નામ 👍

🌹મત્સ્યેન્દ્રનાથ - (કવિ નારાયણનો અવતાર)
🌹ગોરખનાથ - (હરિ નારાયણનો અવતાર)
🌹જાલંધરનાથ - (અંતરિક્ષ નારાયણનો અવતાર)
🌹કાનિફનાથ - (પ્રબુધ્ધ નારાયણનો અવતાર)
🌹ચર્પટીનાથ - (પિપ્પાલયન નારાયણનો અવતાર)
🌹ભર્તૃહરિનાથ - (દ્રુમિલ નારાયણનો અવતાર)
🌹નાગનાથ - (ઐરહોત્ર નારાયણનો અવતાર)
🌹રેવણનાથ - (ચમસ નારાયણનો અવતાર)
🌹ગહિનીનાથ - (કરભાજન નારાયણનો અવતાર)

આદેશ આદેશ આ સંપ્રદાય નું એવું વાક્ય છે કે જે દર્શાવે છે કે ગુરુ પરમ્પરા માં શિષ્ય ગુરુ માટે ગમે તેવા કામ કરવા માટે તૈયાર રહે છે. જૂનાગઢ ની પાવન ભૂમિ ઉપર નવનાથ સિદ્ધ ચોર્યાસી ના બેસણા છે. આજે પણ આ નવનાથ અમર બની ગયા છે અને જ્યારે શિવરાત્રિ નો મેળો હોય ત્યારે મુર્ગી કુંડ માં સ્નાન કરવા પધારે છે ત્યારે હજારો લોકો આ દ્રશ્ય જોવા દર્શન નો લહાવો લેવા આવે છે.

મિત્રો આ પોસ્ટ નો હેતુ હિન્દુ સનાતન ધર્મની ઉજ્જવળ પરંપરાઓ રિવાજો જીવન શેલી વગેરે બાબતો થી માહિતીગાર કરાવવા માટે છે. આપણે ત્યાં તેત્રીસ કોટી( પ્રકાર) ના દેવો મુખ્ય છે અને એમના અવતારો વગેરે બાબતો જાણવા થી આપણે સનાતન ધર્મના ગૂઢ તત્વ જ્ઞાન મેળવી શકીએ છીએ.




#સંસ્કૃતિ

VIPUL Trivedi

🙏🙏🙏🙏🙏🙏🙏જય ગિરનારી 🙏🙏🙏🙏🙏

👉પ્રસિદ્ધિ 👍મિત્રો એક દાર્શનિક એ ખૂબ સરસ વાત કરી છે જે આજ ના દરેક લોકો માટે લાગુ પડે છે પ્રેરણા દાયક છે. "લોકપ્રિયતા થી ...
10/10/2025

👉પ્રસિદ્ધિ 👍

મિત્રો એક દાર્શનિક એ ખૂબ સરસ વાત કરી છે જે આજ ના દરેક લોકો માટે લાગુ પડે છે પ્રેરણા દાયક છે.
"લોકપ્રિયતા થી બચો "

સાવ સામાન્ય વાત છે પણ ખૂબ અગત્ય ની બાબતો છે.કારણ કે લોકપ્રિય થવું એટલું સહેલું નથી અને એ માટે વ્યક્તિ ને પોતાના સદગુણો સારા વિચારો પોઝિટિવ ATTITUDE વાળી LIFE જીવવું પડે છે. કારણ કે સર્વ લોકો માટે એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હો તો તમારી જવાબદારીઓ વધી જાય છે
સામાજિક વ્યવસ્થા માં લોકો સાથે ના વ્યવહારો માં ખૂબ સરળ અને સહજ રીતે વર્તવું જોઈએ. કોઈ અભિમાન નો છાંટ ન હોય ત્યારે જ સાચા માનવ જીવન ની મજા આવે છે.લોકો ને અનુકૂળ બનવું પડે છે માત્ર પોતાના વિચારો કોઈ ની માથે ઠોકી બેસાડ્યા હોય તો એ શક્ય જ નથી કે એવી લોક પ્રિયતા લાંબો સમય ચાલે. લોકો ને ગમતું કરવું પડે લોકો માટે પ્રેરણા દાયક શક્તિ આપે એવું વ્યક્તિત્વ ઘડતર કરવું પડે છે.સારા વિચારો ધરાવતા લોકો સાથે રહેવું જોઈએ. નેગેટિવ બાબતો થી અળગા રહેવું જોઈએ.તમારા મનમાં હોય એવું જ આચરણ માં દેખાવું જોઈએ. આમ લોકપ્રિયતા મેળવવા માટે સસ્તી લોકપ્રિયતા મેળવવા ઘણા લોકો મહેનત કરે છે પરંતુ જો તેનો ઉદેશ્ય માત્ર સમાજ માં દેખાવ દંભ કરવા નો હોય તો તે વ્યક્તિ ની લોકપ્રિયતા થોડા સમય સુધી જ રહે છે. એમનું વર્તન લોકો સામે સારું હોય પરંતુ વિચારો માં સ્વાર્થ લોલુપતા હોય તો એવા લોકો જાદુગર ની જેમ ટૂંકા ગાળામાં જ લોકો એમને ઓળખી જશે .

લોકપ્રિયતા લોકો ના હૃદય માં પ્રેમ ભાવ થી પ્રગટ થાય એવી હોવી જોઈએ. વ્યક્તિ ને પોતાના સદગુણો સારા વિચારો J મહાન બનાવે છે. ખાલી બીજા ને દેખાડી દેવા માટે કોઈ વાર નિર્દોષ લોકો સાથે રમત રમતા હોય એવા લોકો માટે આ પ્રકાર ની લોકપ્રિયતા બદનામી તરફ દોરી જાય છે. ઘણા લોકો પાસે કઈ એવી કાબેલિયત નથી હોતી એટલે બીજા ને નીચું દેખાડવા માટે વધારે ટોળા ભેગા કરી ને પોતે લોકપ્રિય છે એવો અહંકાર પોષે છે.😄 ખરેખર લોકો ને એમની પાસે થી કોઈ સારું પ્રાપ્ત થવાનું હોતું નથી પણ તેઓ ભય થી એવા લોકો સાથે રહેવા નું પસંદ કરતા હોય છે.કેટલાક લોકો પોતાના કોઈ દુર્ગુણો ને દબાવ માટે પણ લોકો ની વચ્ચે બેસી ને મહાન ચક્રવતી સમજતા હોય શકે 😄 આ બધા સ્વરૂપો હોય છે.

લોકપ્રિયતા મેળવવા માટે તન મન અને ધન થી સમાજ માં પોતાનું યોગદાન આપે એવું વ્યક્તિત્વ ધરાવે તો જ સાચા અર્થમાં એવા માનવી ને કોટી કોટી વંદન કરવામાં આવે તે યોગ્ય છે .સમાજ પોતે એવા લોકો ને સ્વીકારતો હોય છે. એમાં કોઈ પક્ષ તરફ થી સ્વાર્થ લોલુપતા હોતી નથી.

લોકપ્રિય વ્યક્તિઓ મોટા ભાગે ઈશ્વરદત પ્રકારના સદ્ગુણી હોય છે .કોઈ મોટા બેનર હોલ્ડિંગ ફોટા વિડિઓ વાઇરલ કરવા મથતા માનવી ને ખરી લોકપ્રિયતા મળતી નથી એના માટે લોકો ની અંદર એમના પ્રત્યે ભાવ પ્રગટ થાય એવી હોવી જોઇએ.

ઘણા લોકો કીર્તિ દાન આપે છે અને પોતાના નામ નો મહિમા લોકો ગાય એવા ભાવ સાથે આપેલું દાન હોય છે પરંતુ એવું દાન નું મહત્વ કેટલો સમય ટકે? એવા લોકો ની માનસિકતા હોય છે કે હું શ્રેષ્ઠ છું પરંતુ લોકો સારી રીતે જાણે છે કે કોઈ વ્યક્તિ પોતાના પરિવાર માટે એક ફાડ્યું પણ કાઢતો નથી એવું આચરણ હોય શકે છે

લોકો એવા ઘણા નેતાઓ ને પ્રેમ ભાવ થી માન સન્માન આપે છે
નરેન્દ્ર મોદી જી ઈન્દિરાજી વગેરે નેતાઓ એવા વ્યક્તિત્વ ધરાવે છે બોલિવૂડ માં અમિતાભ બચ્ચન અને ક્રિકેટ રમતા ખેલાડીઓ માં સચિન તેંડુલકર અને સિંગર માં લતા મંગેશકર જેવા અનેક નામો સામેલ છે જે દેખાવ માં ભલે આકર્ષક વ્યક્તિત્વ નહોતા ધરાવતા પરંતુ એમની કળા અને એમનો શાલીનતા ભર્યો વ્યવહાર લોકો ને પસંદ આવે છે.

અસ્તુ
જય શ્રી કૃષ્ણ 🙏🙏

🌷🌹વૈરાગ્ય ની પરાકાષ્ઠા એટલે રાજાધિરાજ રાજા ભર્તૃહરિ  અને ગોપીચંદ 🙏🙏👉રાજા ભર્તૃહરિ ને લોકો વેરાગી નાથ સંપ્રદાય ના મહત્વપૂ...
09/10/2025

🌷🌹વૈરાગ્ય ની પરાકાષ્ઠા એટલે રાજાધિરાજ રાજા ભર્તૃહરિ અને ગોપીચંદ 🙏🙏

👉રાજા ભર્તૃહરિ ને લોકો વેરાગી નાથ સંપ્રદાય ના મહત્વપૂર્ણ નવ નાથ માં એમની ગણના થાય છે. પરંતુ તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તેઓ ઉજ્જૈન નગરી ના મહાન રાજવી હતા . રાજા વિક્રમાદિત્ય ના મોટા ભાઈ હતા.

✅રાજા વિક્રમાદિત્ય ઉપર થી આજે સંવત ચાલે છે. રાજા વિક્રમાદિત્ય પર દુઃખ ભંજન રાજવી હતા. આજે આપણે રાજા ભર્તૃહરિ વિશે આ પોસ્ટ માં જાણકારી મેળવી ને એક મહાન રાજવી પોતે પોતાના પૂર્વ જન્મ ના તપ ના પ્રતાપે એક ઉજ્જૈન જેવી નગરી નું રાજપાટ ત્યાગી દે છે.

✅રાજા ભર્તૃહરિ એમ કહેવાય છે કે અમર થઈ ગયા છે.આજે પણ જૂનાગઢ ની ગિરનાર ની ગુફાઓ માં તપસ્યા કરે છે
નાથ સંપ્રદાય ના નવ ગુરુઓ માનવામાં આવે છે એમાં મંચદરનાથ ના શિષ્ય હતા રાજા ભર્તૃહરિ.

✅અહીંયા એક ખૂબ જ અગત્ય ની માહિતી એ આપું છું કે રાજા ગોપીચંદ અને રાજા ભર્તૃહરિ બન્ને માસીઆઈ ભાઈઓ હતા. એક બંગાળ ના રાજા હતા તો ભર્તૃહરિ ઉજ્જૈન ના મહાન સમ્રાટ હતા.

🌹બન્ને મહાનુભાવો માં એક સામ્યતા જોવા મળે છે કે બન્ને ને વૈરાગ્ય આવવા ના કારણે રાજપાટ ત્યાગી દે છે. બન્ને ની જીવન ની એક વાત એ છે કે રાજા ભર્તૃહરિ ને એમના ગુરુ એ એક અમરફળ આપ્યું હોય છે.તેઓ કહે છે કે આ ફળ જે ખાશે તે અમર થઈ જશે ત્યારે રાજા ભર્તૃહરિ એવું વિચારે છે કે મને પ્રિય રાણી પિંગલા છે જો એમણે ફળ આપું તો તે અમર બની જાય
આમ વિચારી ને રાજા ભર્તૃહરિ આ ફળ રાણી પિંગલા ને આપે છે .પણ રાણી ના મન માં તો અશ્વ શાળા નો અશ્વપાલ જ એમને માટે પ્રેમ હતો. એટલે રાણી એ એવું વિચાર્યું કે આ ફળ અશ્વપલ ખાય તો વધુ સારું તે અમર થઈ જાય તો મારા માટે સારું રહેશે આમ વિચારી ને રાણી એ ફળ અશ્વપાલ ને આપ્યું.
આ અશ્વપાલ પણ તેના થી ઉલટું રાણી ને બદલે એક ગણિકા ન પ્રેમ માં હતો.એટલે રાણી એ આપેલું ફળ ગણિકા ને આપે છે અને આ અશ્વપાલ એક નચવાવાળી ગણિકા NE પ્રેમ કરે છે અને તે ગણિકા એવું વિચારે છે કે અમરફળ નગર ન મહાન ચક્રવતી રાજાધિરાજ ભર્તૃહરિ ને આપે છે.

🌷આમ ફરતું ફરતું આ ફળ રાજા પાસે આવ્યું ત્યારે રાજા ભર્તૃહરિ એ રાણી પિંગલા ની સર્વ હકીકત જાણી .અને પોતાના ગુરુ સાથે બધું જ છોડી ને વૈરાગ્ય ના પંથે ચાલી નીકળે છે
ગુરુ એ પણ પરીક્ષા લેવા માટે પિંગલા ને માતા કહી ને ભરતું હરિ ને ભીક્ષા માંગવા માટે મોકલે છે

👉આવી જ રીતે બંગાળ ના રાજા ગોપીચંદ ના જીવન માં પણ એક મહત્વ ની ઘટના બની જાય છે. તેઓ સ્નાન કરવા બેઠા હોય છે ત્યારે એમની માતા ઝરૂખે ઊભા હોય છે એટલે એમની માતા ની આંખો માંથી આંસુ વહે છે એમના બુંદ રાજા ગોપીચંદ ના શરીર ઉપર પડતા જ ચોકી જાય છે અને કહે છે કે માતાજી તમારે કઈ વાત નું દુઃખ છે?
92 લાખ માલવા ના રાજા બંગાળ ના રાજા ગોપીચંદ ના રાજ્ય માં શું ખામી છે? તમે કેમ રડો છો?
નથી કોઈ વીજળી કે નહિ કોઈ વાદલડી આ વરસાદ ના બુંદ ક્યાંથી આવ્યા?

✅આ વાત સાથે એમની માતા કહે છે કે બેટા તારા પિતાશ્રી ની કાયા શરીર તારા જેવું જ ચંદન જેવું તેજસ્વી હતું એમને પણ મરવું પડ્યું એટલા માટે મને દુઃખ થાય છે કે આ શરીર સારું હોય ત્યારે ભગવાન ની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. આમ મારા મીનળ દેવી ના વચનો સાંભળી ને રાજા ગોપીચંદ પણ પોતે બનું લાખ માલવા નો ત્યાગ કરી ને અલખ નિરંજન નો નાદ કર્યો અને પોતાની નગરી છોડી દે છે.પોતાના ગુરુ પાસે જાય છે .

🌹આમ બન્ને રાજવીઓ સાથે આ વાર્તા જોડાયેલી છે. બન્ને નો વૈરાગ્ય આજે પણ ઇતિહાસ માં અમર થઇ જાય છે.
રાજા ભર્તૃહરિ એ તો આ વેરાગી જીવન પહેલાં શૃંગાર શતક ની રચના કરી હતી અને પછી વૈરાગ્ય શતક ની રચના કરી હતી.

🆔આમ આ સનાતન ધર્મમાં પ્રભુ ભક્તિ માટે વૈરાગ્ય ની ખૂબ જરૂર હોય છે. જેમની પાસે કઈ ન હોય તેઓ કહે કે હું ત્યાગ કરું છું એ તો સામાન્ય બાબત છે ને 😅 પણ જેની પાસે બાનું લાખ માલવા નો રાજ હોય તેઓ ત્યાગ કરે તે ત્યાગ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અસ્તુ

VIPUL Trivedi ના સહુ મિત્રો ને કોટી કોટી વંદન 🙏🙏

🙏🙏સનાતન ધર્મમાં તીર્થો નું મહત્વ 👍🌹🌹સનાતન ધર્મમાં હિન્દુઓ માટે નવધા ભક્તિ નો ઉપદેશ કર્યો છે.આ નવધા ભક્તિમાં યાત્રા કરવા ...
09/10/2025

🙏🙏સનાતન ધર્મમાં તીર્થો નું મહત્વ 👍🌹🌹

સનાતન ધર્મમાં હિન્દુઓ માટે નવધા ભક્તિ નો ઉપદેશ કર્યો છે.
આ નવધા ભક્તિમાં યાત્રા કરવા માટે કહેવામાં આવ્યું છે.

ચારધામ ની યાત્રા અને અડસઠ તીર્થ ક્ષેત્ર માં જઈ ને દેવ દેવીઓ ની કૃપા પ્રાપ્ત કરવા માટે કહ્યું છે
સપ્ત નગરીઓ અયોધ્યા મથુરા દ્વારકા માયા (હરિદ્વાર) અવંતિકા ઉજ્જૈન કાશી કાંચી ની યાત્રા કરવી જોઈએ.
આ સાત નગરીઓ ના દર્શન કરવા થી બધા પાપો નો નાશ થાય છે પરંતુ ( ફરી બીજી વાર જાણી જોઈ ને પાપ ન કરનાર ન 😄)
સંકલ્પ કર્યા હોય કે આ તીર્થ ક્ષેત્ર માં આવ્યા પછી હવે ક્યારેય પાપ નહીં કરે . એવો હર્દય નો ભાવ ભળેલો હોવો જોઈએ.

અડસઠ તીર્થ વિશે ગુજરાતી લોકો માં એક કહેવત પણ છે કે
જે લોકો પોતાના માતા પિતા ની સેવા કરે છે તેઓ માટે અડસઠ તીર્થ ઘરે જ છે. તેમને યાત્રા કરવા જવાની જરૂર નથી.
આજકાલ લોકો યાત્રાઓ તો ખૂબ જ કરે છે એ યાત્રા નું ફળ ત્યારે જ મળે જ્યારે તેઓ પોતાના માતા પિતા ની સેવા કરતા હોય. યાત્રા દરમિયાન ભગવાન ની યાત્રા માટે નો ભાવ ભળેલો હોવો જોઈએ માત્ર પિકનિક માટે જ જતા હોય તો એવી યાત્રા જાત્રા નહીં પણ પ્રવાસ કહી શકાય.

ઘણા લોકો મોટા ભાગે પ્રવાસ ને પિકનિક મોજ મસ્તી માટે અને તીર્થ ના નિયમો મુજબ જો યાત્રા ન કરે તો એનું પાપ લાગે છે.કોઈ પુણ્ય મળતું નથી.
કહેવાય છે કે ઘરે પાપ કરીએ તો તીર્થ ક્ષેત્ર માં જઈ ને પાપ નું પ્રયચિત કરી શકે છે પરંતુ તીર્થ ક્ષેત્ર માં જઈ ને શાસ્ત્રો વિરુદ્ધ કર્મો કરે તો પાપ નું કર્મ બંધન બાંધીએ છીએ. એટલા માટે તીર્થ સ્થાન માં જઈ ને શાંત ચિત અને મન ની પ્રસન્નતાથી ઇષ્ટદેવ ના જાપ પૂજા પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.

આ બધી બાબતો વિચારી ને આગળ વધવું.તીર્થ માં હવે લોકો શ્રદ્ધા ભાવ સાથે જોડાય તેવી મારી નમ્ર વિનંતી છે.




VIPUL Trivedi

પગ મને ધોવા દો રઘુરાય ! 🌹🌹🌹🌹🌹🌹🌹 ✅મિત્રો આ રામાયણ નો ખૂબ જ પ્રચલિત પ્રસંગ છે. કેવટ રાજ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી જ...
08/10/2025

પગ મને ધોવા દો રઘુરાય !
🌹🌹🌹🌹🌹🌹🌹

✅મિત્રો આ રામાયણ નો ખૂબ જ પ્રચલિત પ્રસંગ છે. કેવટ રાજ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી જી ને ગંગા પાર ઉતારે છે અને ત્યારે ભગવાન શ્રી રામ ને હાથ જોડી ને કહે છે કે પ્રભુ
હું અહીંયા મુસાફરો ને ગંગા પાર ઉતારી ને મારી ઘર ની ગુજરાન ચલાવી રહ્યો છું. મેં તમને ગંગા નદી પાર લગાવી.મારું કામ મેં કર્યું હવે મને તમારા પગ ધોવા દો. કારણ કે જો હું પગ નહીં ધોવ તો મારી નાવડી હોડી તમારા પગ ના સ્પર્શ થી કઈ બીજું બની જાય તો મારા જેવા ગરીબ ની તો રોજગારી ચાલી જાય આમ બુદ્ધિ પૂર્વક ભગવાન શ્રી રામ ના પગ ધોઈ ને પોતે ત્રણેય લોક ના નાથ શ્રી રામ ની પૂજા કરવા માંગતો હતો.

🌷કેવટ રાજ ખૂબ ચતુરાઈ પૂર્વક ભગવાન શ્રી રામ સાથે નો સંવાદ કરે છે કે પ્રભુ તમારા પગ એક શીલા પથ્થર ને સ્પર્શ કરવા થી અહલ્યા બની જાય તો મારી નાવડી હોડી શું બની જાય E HU નથી જાણતો એટલે પ્રભુ પાસે પોતાના જીવન ની નાવડી ને સંસાર સાગર પાર કરવા માટે પ્રાથના કરે છે.

🌹કેવટ રાજ એક બીજી વાત કહી છે કે પ્રભુ! તમારો અને મારો બન્ને નું કામ પણ એક સરખું જ છે.હું યાત્રિકો ને ગંગા પાર લગાવું છું અને તમે ભક્તો ( જીવો )ને સંસાર સાગર માંથી
પાર ઉતરનાર છો.
🌹 હે પ્રભુ! તમને ગંગા પાર ઉતારવાના મહેનતાણા મા મારે કશું J નથી જોઈતું. બસ તમે મને સંસાર સાગર માંથી પાર ઉતારવા ની કૃપા દૃષ્ટિ કરજો. (આપણે હોઈએ તો સાંસારિક વસ્તુઓ ની માંગ કરીએ 😄) પણ આ તો એક સેવક અને જન્મોજન્મ ભગવાન શ્રી રામ ની ભક્તિ કરે એવા પરમ ભક્ત હતા.

🌷ભગવાન શ્રી રામ આ કેવટ રાજ ની ભક્તિ જોઈ ને કહે છે કે ભક્તરાજ ચિંતા ન કરો હું મારા ભક્તો મા જે કંઈ સમર્પણ ભાવ હોય છે એમની ભક્તિ શ્રદ્ધા અને સેવક ભાવ જોઈ ને કેવટ રાજ ને પગ ધોવા દે છે. એમની ઇચ્છા મુજબ કેવટ રાજ ને બદલા માં સંસાર સાગર માંથી પાર ઉતારવા નું વચન આપે છે

👉મિત્રો આ પ્રસંગ કેવો લાગ્યો કૉમેન્ટ્સ કરો FOLO LIKE કરો અને શેર કરો. 👍

VIPUL Trivedi ના સહુ મિત્રો ને કોટી કોટી પ્રણામ 🙏


#શ્રી
#ભક્તિ


🌴🌴JAY JAGNNATH JI 💐💐ભારત ના ચાર ધમો માં જેની ગણના થાય છે
07/10/2025

🌴🌴JAY JAGNNATH JI 💐💐

ભારત ના ચાર ધમો માં જેની ગણના થાય છે

💐આત્મ સાક્ષાત્કાર 👍ભાગવત પુરાણ સ્કંધ ૧૧ અધ્યાય ૧૪ માનવ માત્ર પોતાના કલ્યાણ માટે અનેક યોની માં જન્મ લઈ ને જ્યારે માનવ જીવ...
07/10/2025

💐આત્મ સાક્ષાત્કાર 👍

ભાગવત પુરાણ
સ્કંધ ૧૧
અધ્યાય ૧૪

માનવ માત્ર પોતાના કલ્યાણ માટે અનેક યોની માં જન્મ લઈ ને જ્યારે માનવ જીવન મળે છે ત્યારે પોતાના આત્મા નું કલ્યાણ થાય એવી ભાવના રાખતો હોય છે પરંતુ આ સંસાર સાગર માં ડૂબકી માર્યા પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝતો નથી ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે.

ભગવન ની કૃપા દૃષ્ટિ વગર કોઈ જીવ આત્મા પોતાના કલ્યાણ માટે કશું જ કરતો નથી કારણ કે સંસાર ની માયા માં જ ડૂબી ને પરમ આનંદ નો અનુભવ કરે છે પણ એ આનંદ તો માત્ર થોડા સમય સુધી જ રહે છે આવું સુખ એ શાશ્વત સુખ નથી શાશ્વત સુખ અને શાંતિ માટે પરમાત્મા ના ચરણે સંપૂર્ણ સમર્પણ ભાવ પ્રગટ કર્યો હોય તો જ સાચી ભક્તિ યોગ દ્વારા મેળવી શકાય છે.

૮૪લાખ યોની માં થી ફરતો ફરતો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે અડધી LIFE તો નિંદ્રા માં અને બાકી ની નિંદા કૂથલી અસત્ય ભાષણ કરવા માં બીજા નું અહિત કરવાના પ્લાનિંગ કરવા બીજા ને નીચા દેખાડવા વગેરે હજારો પ્રકાર ના પાપો ભેગા કરી ને અંતે પછતાવો થઈ જાય તો સારું નહીં તો બીજા જન્મ માં કર્મ અનુસાર ફળ ભોગવવા ભટકવું પડે છે. આવા જીવ આત્માઓ માટે મોક્ષ તો દૂર ની વાત પણ સાંસારિક જીવનમાં ભક્તિ ભાવ પણ પ્રગટ નથી થતો.
આવા જીવ આત્માઓ નરક યાતનાઓ ભોગવ્યા કરે છે આવા જીવ આત્માઓ પોતે જ પોતાના દુશ્મન બની જાય છે પોતાના નીચ કર્મો એમને મનુષ્ય દેહ મળ્યો હોવા છતાં સત્કર્મ કરવા પ્રેરણા નથી આપતો. અંતે આવો મનુષ્ય દેહ ગુમાવી ને પોતાની જાતને છેતરી હોય છે. આવો અમૃત રૂપી માનવ જીવન મળે છે તો પણ પોતાનું કલ્યાણ કરી શકતા નથી અંતે દુઃખી થઇ ને યમલોક માં જાય છે - ગરુડ પુરાણ

ભગવન ભક્તિ માં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને અડગ ભરોસો હોય તો જ ભગવાન પ્રત્યે સમર્પણ થાય છે . ભગવાન માટે આંસુ પાડનાર અને તીવ્ર પ્રેમ હોય એવા ભક્તો જ ભગવાન ની કૃપા દૃષ્ટિ મેળવે છે. ધ્યાનયોગ દ્વારા રોજ બ્રહ્મ મુહર્ત માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચાર ભુજાઓ વાળા અને સુંદર કમળ મુખ વાળા તથા શ્યામ વર્ણ ના પરમાત્મા ના દર્શન કરવા માટે નો ભાવ કરે છે તેઓ ચોક્કસ ભગવાન નો સાક્ષાત્કાર કરી શકે છે આત્મા પોતે જ પોતાના ભક્તિ ભાવ સાથે જોડાય છે તો ક્રિયા ભક્તિ અને ગયાં યોગ વગેરે દ્વારા ચોક્કસ પોતાના આત્મા નું કલ્યાણ કરે છે.

#સનાતન #શ્રી
Jay Khodal Dham Rajpara
Khabarchhe
VIPUL Trivedi

06/10/2025


#જય #શ્રી #કૃષ્ણ
#ભક્તિ
VIPUL Trivedi

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VIPUL Trivedi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share