11/10/2025
🌹🌹નવનાથ સિદ્ધ ચોર્યાસી 🌹🌹
નવનાથ એ નાથ સંપ્રદાય માં થયેલ જોગીઓ છે. કહેવાય છે કે, કળિયુગનો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુલોકનાં માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતાં. તેથી વધેલા પાપને દુર કરવા, લોકોનાં દુ:ખ દારિદ્રય હરવા ભગવાન શંકરે નવ નારાયણઅર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા. તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાહ પણ લેવાયેલ. અને તેઓનાં સુચન મુજબ નક્કી થયુ કે, નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો. આ વાત નવ નારાયણએ માન્ય રાખી.પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથનાં ગુરૂ તરીકે ભગવાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એકત્રરૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેયતરીકે અવતાર લીધો. અને તેઓ નાથ સંપ્રદાયનાં ગુરૂ તરીકે પુજાયા.
આમ નવ નારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતાં પરંતુ અયોનિજન્મ હતા. તેઓ જુદા જુદાં પ્રકારના તત્વો માંથી પ્રગટ થયા હતા.
👉માછલીને પેટે,
👉ગોબરમાંથી,
👉નાગણનાં પેટે,
👉અગ્નિકુંડમાંથી,
👉ભિક્ષાપાત્રમાંથી,
👉 ગજકર્ણમાંથી,
👉દર્ભમાંથી,
👉કાદવમાંથી,
👉જળમાંથી
આ નવનાથ આવી રીતે પ્રગટ થયા હતાં. આ નવે નારાયણ સ્વરૂપ હતા અને ઘણાં શસ્ત્રો અને સર્વ વિધાઓ શીખીને નાથ દિક્ષા લઈ જગતમાં સિધ્ધ જોગી નાથજોગી તરીકે પ્રસિધ્ધ થયાં. આ દરેક જોગીઓ અલખ નિરંજન નો નાદ કરે છે.રાજા ભર્તૃહરિ વિશે આગળ એક પોસ્ટ કરી છે એમાં મંચદરનાથ ના શિષ્ય ની વાત રજૂ કરી છે .
🌷નવનાથ અને એમના અવતારો ના નામ 👍
🌹મત્સ્યેન્દ્રનાથ - (કવિ નારાયણનો અવતાર)
🌹ગોરખનાથ - (હરિ નારાયણનો અવતાર)
🌹જાલંધરનાથ - (અંતરિક્ષ નારાયણનો અવતાર)
🌹કાનિફનાથ - (પ્રબુધ્ધ નારાયણનો અવતાર)
🌹ચર્પટીનાથ - (પિપ્પાલયન નારાયણનો અવતાર)
🌹ભર્તૃહરિનાથ - (દ્રુમિલ નારાયણનો અવતાર)
🌹નાગનાથ - (ઐરહોત્ર નારાયણનો અવતાર)
🌹રેવણનાથ - (ચમસ નારાયણનો અવતાર)
🌹ગહિનીનાથ - (કરભાજન નારાયણનો અવતાર)
આદેશ આદેશ આ સંપ્રદાય નું એવું વાક્ય છે કે જે દર્શાવે છે કે ગુરુ પરમ્પરા માં શિષ્ય ગુરુ માટે ગમે તેવા કામ કરવા માટે તૈયાર રહે છે. જૂનાગઢ ની પાવન ભૂમિ ઉપર નવનાથ સિદ્ધ ચોર્યાસી ના બેસણા છે. આજે પણ આ નવનાથ અમર બની ગયા છે અને જ્યારે શિવરાત્રિ નો મેળો હોય ત્યારે મુર્ગી કુંડ માં સ્નાન કરવા પધારે છે ત્યારે હજારો લોકો આ દ્રશ્ય જોવા દર્શન નો લહાવો લેવા આવે છે.
મિત્રો આ પોસ્ટ નો હેતુ હિન્દુ સનાતન ધર્મની ઉજ્જવળ પરંપરાઓ રિવાજો જીવન શેલી વગેરે બાબતો થી માહિતીગાર કરાવવા માટે છે. આપણે ત્યાં તેત્રીસ કોટી( પ્રકાર) ના દેવો મુખ્ય છે અને એમના અવતારો વગેરે બાબતો જાણવા થી આપણે સનાતન ધર્મના ગૂઢ તત્વ જ્ઞાન મેળવી શકીએ છીએ.
#સંસ્કૃતિ
VIPUL Trivedi
🙏🙏🙏🙏🙏🙏🙏જય ગિરનારી 🙏🙏🙏🙏🙏