02/07/2025
*ટ્રાફિક જાગૃતિ પર શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાઈ*
*બ્રહ્માકુમારીઝ અટલાદરા અને ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે "યાત્રી કૃપયા ધ્યાન દે" કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ૨૦ જેટલી ફિલ્મો દ્વારા સંદેશ આપવામાં આવ્યો*
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે ટ્રાફિક જાગૃતિ શોર્ટ ફિલ્મ સ્પર્ધા ૨૦૨૫ યોજાઇ હતી. આકાર્યકમનુ ઉદ્ઘાટન કરતા પોલીસ કમિશનરશ્રી નરસિંમ્હા કોમારએ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે લેવામાં આવેલા પગલાંઓ વિશે વિગતવાર સમજાવ્યું હતુ. અને ભવિષ્યની યોજનાઓ વિશે તેમણે જણાવ્યુ કે, સામાન્ય નાગરિકોએ તેમની નૈતિક જવાબદારીઓને ઓળખવી જોઈએ, જો માતા-પિતા તેમના ૧૪- ૧૫ વર્ષના બાળકોને વાહન ચલાવવા તો આપે છે. પરંતુ તેમને ટ્રાફિક સલામતીના નિયમો વિશે સાચી માહિતી આપતા નથી. અથવા તેમને શિક્ષિત કરતા નથી, તો તેઓ તેમના બાળકો અને તેમના ભવિષ્ય સાથે ન્યાય કરી રહ્યા નથી, તેથી જ સમાજે પણ પોતાની જવાબદારી સમજીને સહભાગી થવું જોઈએ.
બીકે વિપિન ભાઈએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારીઝ સંસ્થાનો ઉદ્દેશ ધ્યાન દ્વારા સકારાત્મક મૂડ વિકસાવીને માર્ગ મુસાફરી અને જીવનની યાત્રા બંનેને સલામત અને સુખદ બનાવવાનો છે. સમગ્ર ભારતમાં "યાત્રી કૃપયા ધ્યાન દે " થીમ પર કાર્યક્રમોનું બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની ૨૦ ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં, સંજયભાઈ લહેરુ, અદિતિ ભટ્ટ, જીતેનભાઈ પરીખ, અતુલભાઈ શ્રીવાસ્તવ અને સ્નેહલભાઈ શાહ વિવિધ શહેરોમાંથી નિર્ણાયક પેનલમાં ન્યાયાધીશ તરીકે આવ્યા હતા. નિર્ણાયકોની પેનલે વિજેતાઓને સ્પાર્ક ન્યૂઝ ચેનલ દ્વારા વિશાળ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પ્રથમ ઇનામ તરીકે ૩૧૦૦૦, બિજુ ઇનામ ૨૧૦૦૦ અને ત્રિજુ ઇનામ ૧૧૦૦૦ રૂપિયાના આપવામા આવ્યુ
અટલાદરા સેવાકેન્દ્રના સંચાલિકા બી.કે. ડૉ.અરુણા બેનએ માઉન્ટ આબુથી ઓનલાઇન જોડાયને પ્રતિષ્ઠિત મહેમાનો અને સભાના લોકોને જણાવ્યું કે જો સરકારી વહીવટીતંત્ર અમને પરવાનગી આપે, તો અમે વિવિધ શાળાઓ અને કોલેજો અને સરકારી ડિપાર્ટમેન્ટમાં જઈને માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવી શકીએ અને બાળકોને રાજયોગ શીખવીને બાળકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.
ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા, વાહન ચલાવતી વખતે મોબાઈલથી દૂર રહેવું એ આપણા માટે સલામતી કવચ છે..
સ્પાર્ક ટુડે ડિજિટલ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ કોઈ એક શહેર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે પડકારજનક છે, જેમાં ટ્રાફિક નિયમોમાં આટલી મોટી વસ્તીને શિસ્તબદ્ધ કરવાની જવાબદારી મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ ટ્રાફિક પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ છે, તેથી આમાં જનભાગીદારી જરૂરી છે.
બી.કે. પૂનમ દીદીએ સભાને સંબોધતા કહ્યું કે આ સ્પર્ધા ફક્ત કલા સ્પર્ધા માટેનું પ્લેટફોર્મ નથી પરંતુ જનજાગૃતિ અને જીવન બચાવવા માટેનું અભિયાન છે. આપણે ટ્રાફિક નિયમોનું પાલન ફક્ત કાયદા તરીકે ન કરવું જોઈએ, પરંતુ સાચો હીરો એ છે જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઇ, વડોદરા ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, જોઈન્ટ સીપી લીનાબેન પટેલ, ડીસીપી જ્યોતિબેન પટેલ અને ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ કોનમેટના ડિરેક્ટર શ્રીચંદ્રકાંત મુશી, એક્સક્લુઝિવ વિઝનના સીઈઓ શ્રીવિનીતભાઈ શાહ અને SHVVETના સ્થાપક અને ડિરેક્ટર શ્રી કલ્પિત ભાઈ સોની વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી