Rameshwarbapu offcial

કેવલ કેવલ કેવલ કૃપા સત્ય પ્રેમ અને કરુણાના સ્વરૂપને પ્રેમ સહ દંડવત્ પ્રણામ જય સીયારામ
11/07/2025

કેવલ કેવલ કેવલ કૃપા
સત્ય પ્રેમ અને કરુણાના સ્વરૂપને
પ્રેમ સહ દંડવત્ પ્રણામ
જય સીયારામ

10/07/2025

ડોશી પુરાણ એટલે શું? | Rameshwar Bapu

ડોશી પુરાણ વિશે સમજાવતા રામેશ્વર બાપુ કહે છે કે હનુમાનજીના મંદિરમાં બહેનો કેમ નથી જતાં. હનુમાનજી જગતના તાત છે.પણ ડોશી પુરાણની એક વતન લીધે બહેનો હનુમાનજીના મંદિરમાં નથી જતાં.ગમે ત્યારે વાંચી શકાય ગમે ત્યારે બોલી શકાય એવું પુરાણ એટલે ડોશી પુરાણ.

ll GURUKRUPA ll
10/07/2025

ll GURUKRUPA ll

09/07/2025

ll GURUKRUPA ll

09/07/2025
09/07/2025

જીવનનો પ્રકાશપથ એટલે ગુરુ | Rameshwar Bapu

ગુરુ એ વ્યક્તિ છે જે માત્ર આપણને જીવન જીવતા નથી શીખવાડતો, પરંતુ આપણું સમગ્ર વ્યક્તિત્વ ઘડવામાં મદદ કરે છે. ગુરુ એ શિષ્યના ભાગ્યનો કલાકાર છે. તેઓ આપણામાં છુપાયેલા ગુણોને ઓળખે છે ગુરુ શિષ્યના આંતરિક અંધકારને દૂર કરે છે, જીવનમાં નવી દિશા આપે છે અને આધ્યાત્મિકતાની સાચી ઓળખ કરાવે છે.રામેશ્વરબાપુ કહે છે કે ગુરુ વગર ભક્તિ અંધ બની જાય છે, જ્ઞાન અધૂરું રહી જાય છે અને વૈરાગ્ય દિશાહીન બની જાય છે.

08/07/2025

ભક્તિ ક્યારે પાકે? | Rameshwarbapu

જીવનમા ભક્તિ હોય પણ ઘણીવાર વિવેક ના પણ હોય. જીવનમા જ્ઞાન હોય પણ ઘણીવાર વિવેક ના પણ હોય. જીવનમા વૈરાગ્ય હોય પણ ઘણીવાર વિવેક ના પણ હોય.
વિવેકની વ્યાખ્યા શું? આ વાત સમજાવતા રામેશ્વરબાપુ કહે છે કે સમયે બોલવું અને સમયે બંધ થઈ જવું એટલે વિવેક.

06/07/2025

ગામડુ એટલે પ્રકૃત્તિનો પરમ આશીર્વાદ | Rameshwar Bapu

આજના આ વિડિઓમાં રામેશ્વરબાપુ સમજાવે છે કે ગામડાંનું સરળ અને સાદું જીવન આપણને સાચી ખુશી અને શાંતિનો પાઠ શીખવાડે છે. કેવી રીતે ગામડાંની હરિયાળી, ત્યાંના માટીના લોકો, અને પ્રકૃતિની સાદગી આપણને આત્મિક શાંતિ અને સાચા સુખની અનુભૂતિ કરાવે છે.આજના યુગમાં આપણે 24/7 મોબાઈલ અને કમ્પ્યુટરની આગળ બેસીને પોતાની શક્તિ ખર્ચીએ છીએ, ત્યાં ગામડાંનું વાતાવરણ આપણને સાચી શાંતિ અને સ્વસ્થતા આપે છે. ત્યાં કોઈ ટ્રાફિકનો અવાજ નથી, કોઈ પ્રદૂષણ નથી, માત્ર પ્રકૃતિનો નિર્મળ આનંદ છે.

03/07/2025

કથા ક્યારે કરી શકાય? | Rameshwar Bapu

દરેક કથાનું પોતાનું એક આધ્યાત્મિક માહાત્મ્ય હોય છે, પણ કથા કરવી કે સાંભળવા માટે પણ એક યોગ્ય સમય જરૂરી છે.આ વિડિઓમાં રામેશ્વરબાપુ શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવે છે કે કથા ક્યારે કરવી જોઈએ? કયા સમયે કથાનું શ્રવણ કરવું જોઈએ? શું શ્રદ્ધા અને ભક્તિ વગરની કથા ફળ આપે?

શાસ્ત્રો કહે છે કે કથા માત્ર વાર્તાલાપ નથી એ જીવનનું માર્ગદર્શન છે.

02/07/2025

કોની કૃપાથી સમૃદ્ધિ વધે છે? | Rameshwar Bapu

આપણા ઘરમાં નિત્ય ત્રણ વ્યક્તિઓનો નિવાસ હોય છે. જેમાંથી પ્રથમ વ્યક્તિ છે પિતૃ. આપણા ઘરમાં પિતૃઓ આપણી સાથે જ હોય છે. બીજી વ્યક્તિ છે સદગુરુ ભગવાન. સદગુરુ પણ આપણી સાથે જ હોય છે. અને ત્રીજી વ્યક્તિ છે આપણા ઇષ્ટદેવ અને કુળદેવી. આ ત્રણ વ્યક્તિ ઘરમાં આપણી સાથે જ હોય છે.

Adresse

Democratic Republic Of The

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Rameshwarbapu offcial publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Rameshwarbapu offcial:

Partager

Type