Rameshwardas Hariyani

Rameshwardas Hariyani kathakar
मो .9099817676

https://youtube.com/

15/09/2026
14/09/2026

શબરીના બોરનો ચમત્કાર! | Ramayan Story | Mythology | Katha | Rameshwarbapu

ભગવાન શ્રી રામ જ્યારે માતા શબરીની ઝૂંપડીએ જાય છે. ત્યારે માતા શબરી પ્રેમથી ચાખીને મીઠાં બોર ભગવાન શ્રીરામને અર્પણ કરે છે. ભગવાન રામ તે બોર પ્રસન્નતાથી ખાય છે. કારણ કે, ભક્તિમાં વસ્તુનું નહી. પરંતુ, ભક્તના નિષ્કપટ પ્રેમ અને ભાવનું મહત્ત્વ હોય છે.

સંતો કહે છે કે, લક્ષ્મણજીને માતા શબરીના એ એઠાં બોર ખાવાનું યોગ્ય ન લાગ્યું. પરંતુ, શબરીમાતાના એ પ્રેમભર્યા બોર જાણે સંજીવનીરૂપે પાછાં આવ્યા. અને લક્ષ્મણજીના જીવનનું રક્ષણ કર્યું. આ પ્રસંગ પરથી કહી શકાય કે, હૃદયથી કરેલી ભક્તિ અને સેવા ક્યારેય વ્યર્થ જતી નથી.

13/09/2026

જીવનમાં કેવા માણસની સલાહથી બચવું જોઈએ? | Life Advice | Spiritual Guidance | Katha | Rameshwarbapu

જીવનમાં એવા માણસોની સલાહથી સાવધાન રહેવું જોઈએ, જે બીજાને નિયમો અને ઉપદેશ આપે છે પરંતુ, પોતે તેનું પાલન કરતા નથી. માત્ર વાતો કરનાર નહીં, પરંતુ પોતાના આચરણથી સાચો માર્ગ બતાવનાર વ્યક્તિની સલાહ જ જીવનમાં ઉપયોગી બને છે.

શાસ્ત્રો આપણને શીખવે છે કે, સાચું જ્ઞાન માત્ર કહેવા કે સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે.

12/09/2026

ભગવાને રાવણ, હિરણ્યકશિપુ અને શિશુપાલનો વધ શા માટે કર્યો હતો? | Mythology | Katha | Rameshwarbapu

જય અને વિજય નામક વૈકુંઠધામના દ્વારપાળ હતા. એક વખત ઋષિમુનિઓએ જય અને વિજયને શ્રાપ આપ્યો. જય અને વિજયે તે શ્રાપને સ્વીકારતાં કહ્યું કે, “સાત જન્મ મનુષ્ય અવતાર લેવા કરતાં ભગવાનના હાથે ત્રણ જન્મમાં મૃત્યુ પામીને પરમાત્માના ચરણોમાં પાછા ફરવું સારું છે.” તેથી તેમણે ત્રણ જન્મ સુધી અસુર સ્વરૂપ ધારણ કર્યું.

પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બનીને, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બનીને અને ત્રીજા જન્મમાં દંતવક્ર અને શિશુપાલ બનીને અવતાર ધારણ કર્યો. દરેક જન્મમાં ભગવાને તેમનો વધ કર્યો. અને તેમને ફરીથી વૈકુંઠધામમાં સ્થાન આપ્યું.

ll GURUKRUPA ll
12/09/2026

ll GURUKRUPA ll

11/09/2026

કથા સાંભળવાથી જીવનમાં શું બદલાવ આવે છે? | Life Changing Speech | Katha | Rameshwarbapu

કથા સાંભળવાથી જીવનમાં સારા વિચારો આવે છે અને જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ભાવ જાગે છે.

જો આપણે ધ્યાનથી કથા સાંભળીએ અને જીવનમાં અપનાવીએ, તો જીવનને સાચી દિશા મળે છે. તથા જીવનમાં સુખ, શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે.

10/09/2026

માણસની સાચી કમાણી શું છે? | Bhakti and Spirituality | Life Changing Speech | Katha | Rameshwarbapu

માણસ આખી જીંદગી ધન, સંપત્તિ, બંગલા અને જમીન જેવી અનેક વસ્તુઓ પાછળ દોડે છે, પરંતુ, અંતે આ બધું અહીં જ રહી જાય છે. કારણ કે, જીવનની સાચી કમાણી તો ભગવાનનું નામ અને તેમની ભક્તિ છે.

માણસના અંતિમ સમયે તેની સાથે માત્ર ભગવાનનું નામ અને તેણે કરેલી ભક્તિ જ આવે છે. તેથી જીવનમાં મોહમાયા છોડીને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ.

09/09/2026

આશ્રમ કોને કહેવાય? | Spiritual Guidance | Spiritual Wisdom | Katha | Rameshwarbapu

આશ્રમ એટલે એવું પવિત્ર સ્થાન, જ્યાં કોઈપણ સ્વાર્થ કે અપેક્ષા વગર મનને શાંતિ અને ભગવાનનો આશ્રય મળે. જ્યાં થોડો સમય બેસવાથી મન શાંત થાય, સારા વિચારો આવે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે, એ જ સાચા આશ્રમની ઓળખ છે.

એક એવી જગ્યા કે, જ્યાં જઈએ, ત્યારે મન ખુશ થઈ જાય અને ત્યાંથી પાછા ફરતી વખતે વિદાય લેવાનું મન ન થાય. તેમજ જ્યાં સંતોના સાનિધ્યથી જીવનમાં સારા વિચારો આવે અને જીવનને નવી દિશા મળે, એ જ સાચું આશ્રમ કહેવાય.

08/09/2026

જીવનમાં શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન શા માટે જરૂરી છે? | Spiritual Guidance | Katha | Rameshwarbapu

જીવનમાં બીમારી, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને મૃત્યુ જેવા અનેક ભય માણસને સતત સતાવતા રહે છે. આ ભયમાંથી મુક્ત થવા માટે ભગવાન પર વિશ્વાસ અને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સરળ માર્ગ છે.

શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપણને ભયમુક્ત અને શાંત જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ રીતે મનને સારા વિચારો તરફ વાળીને પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ, તો જીવન આનંદમય બની શકે છે.

Adresse

Ahmedabad
Democratic Republic Of The

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Rameshwardas Hariyani publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Rameshwardas Hariyani:

Raccourcis

Partager