12/09/2019
*આડેસર* નામ સાંભળતા જ ખુમારી ,દેશ ભક્તિ અને ભાઇ ચારો યાદ કરાવી દે એનું નામ *આડેસર*
ભારત નો સૌથી મોટા કચ્છ જિલ્લા નુ પ્રવેશ દ્વાર અને અને *આદેશ્વર ભગવાન* ના નામ થી ઓળખાય એવા *આડેસર* ગામે માં ભારતી ના *સપુત* જ્યારે રાષ્ટ્રપીતા *મહાત્મા ગાંધીજી* ની પાવન જન્મ ભુમી *પોરબંદર* થી *દિલ્હી* રાજઘાટ તરફ *શાંતિ* , *સલામતી* , *રાષ્ટ્ર ભક્તિ* અને *ભાઇ ચારા* નો સંદેશ આપવા સાઈકલ પર ૫૦૦ જેટલા જવાનો નીકળ્યા હોય તેવા મા આ જવાનો ને *હ્દય પુર્વક* *સલામ* કરીને તેમનો જુસ્સો વધારવા માટે *આડેસર ગ્રામ પંચાયત* અને ગ્રામ જનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
કચ્છ - પાટણ ના રેન્જ આઇજી શ્રી *વાઘેલા સાહેબ* ના આદેશ અનુસાર ,પુર્વ કચ્છ ના એસ.પી બહેન *શ્રી પરીક્ષીતા રાઠોડ* ના આગેવાની હેઠળ , સાઈકલ યાત્રા મા નીકળેલ જવાનો ને આડેસર મુકામે પાટણ જિલ્લા તરફ સુખદ પ્રયાણ કરાવા માટે ભચાઉ ના જાંબાઝ પોલીસ ડી.વાય.એસ.પી *શ્રી ઝાલા સાહેબ* શ્રી, સી/ ઓ શ્રી *તીવારી સાહેબ શ્રી,* આડેસર પી.એસ.આઇ શ્રી *એમ.એમ.વાઢેર સાહેબ શ્રી* , આડેસર ગામ ના *પરોપકારી* જીવન ને અનુસરીને ચાલનારા એવા આડેસર ગામ ના સરપંચ *શ્રી ભગા ભાઇ આહીર સાહેબ* , કચ્છ જિલ્લા પંચાયત ના સદસ્ય *શ્રી કાના ભાઇ આહીર* દ્વારા જવાનો ને લીલી ઝંડી આપવામાં આવી અને આગળ ની યાત્રા મંગલમય બને, તેવા શુભાષીસ આપવામાં આવ્યા