Aapnu Junagadh

Aapnu Junagadh Grow you Business with our IT Services like Web Development, Digital Marketing, Branding. we strive to make your experience gratified.

Aapnu Junaghadh is an online news plateform, provides productive news on various spheres/area of day to day life, health, lifestyle, sports, business and entertainment.

❗વધુ વિગતો માટે અમારા Bio માં આપેલી લિંક પર ક્લિક કરો અને સાથે જ બીજા અગત્ય ના અને માહિતીપ્રદ સમાચાર પણ વાંચો❗📰Link in B...
03/11/2025

❗વધુ વિગતો માટે અમારા Bio માં આપેલી લિંક પર ક્લિક કરો અને સાથે જ બીજા અગત્ય ના અને માહિતીપ્રદ સમાચાર પણ વાંચો❗
📰Link in Bio!!!

📢વધુ પૂછપરછ માટે આજે જ અમારો સંપર્ક કરો:
(+91)884 964 6986
[email protected]

અમે ક્યારેય હિન્દુ-મુસ્લિમનો વિવાદ ઊભો કરવા માગતા નહોતા-પરેશ રાવલપરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ રિલીઝ થઇ ચૂકી છે, રિલી...
02/11/2025

અમે ક્યારેય હિન્દુ-મુસ્લિમનો વિવાદ ઊભો કરવા માગતા નહોતા
-પરેશ રાવલ

પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ રિલીઝ થઇ ચૂકી છે, રિલીઝ પહેલાં આ ફિલ્મના કારણે એક વિવાદ ખડો થયો હતો. આ ફિલ્મની વિરુદ્ધમાં બે પાઆઇએલ થઇ હતી. આ અરજીઓમાં ફિલ્મ પર પ્રતિબંધ અને સેન્સર બોર્ડ દ્વારા તેને અપાયેલા સર્ટિફિકેટ પર પુનઃવિચારણા કરવા માંગ કરાઇ હતી. આ અંગે મૌન તોડતાં હવે પરેશ રાવલે વિવાદ પર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ ફિલ્મ કોઇ જ કોમવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતી નથી.

હર્ષિત રાણાના બદલે અર્શદીપને ટીમમાં સ્થાન આપો, ઓસ્ટ્રેલિયાની પિચ પર ઝડપી બોલરને રમાડવાથી ફાયદો થશે-ઓસ્ટ્રેલિયા સામે બીજી...
02/11/2025

હર્ષિત રાણાના બદલે અર્શદીપને ટીમમાં સ્થાન આપો, ઓસ્ટ્રેલિયાની પિચ પર ઝડપી બોલરને રમાડવાથી ફાયદો થશે
-ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચમાં હાર પછી ગંભીર પર ભડક્યો અશ્વિન

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 5 મેચની T20 સીરિઝ રમાઇ રહી છે.
આ સીરિઝની પહેલી મેથ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઇ હતી. ભારતની હાર પછી કેટલાક લોકો હર્ષિત રાણાને પ્લેઇંગ 11માં સ્થાન આપવા અને અર્શદીપ સિંહને ટીમમાંથી બહાર કરવા અંગે ગૌતમ ગંભીરની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન હવે પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ‘બુમરાહ સાથે અર્શદીપને પણ ટીમમાં સામેલ કરવું જોઇએ. હર્ષિતના સ્થાને અર્શદીપને ટીમમાં સ્થાન આપી શકાય. ઓસ્ટ્રેલિયાની પિથ પર ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવાથી ભારતને ફાયદો થઇ શકે છે.!

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસારમાં આવેલા કંદહાર અને ઇન્દ્રાણી ગામોની સંયુક્ત પંચાયતે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે....
02/11/2025

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસારમાં આવેલા કંદહાર અને ઇન્દ્રાણી ગામોની સંયુક્ત પંચાયતે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સોનાના આસમાને પહોંચેલા ભાવો અને લગ્નોમાં વધી રહેલી દેખાદેખી પર અંકુશ રાખવાના હેતુથી પંચાયતે આદેશ કર્યો છે કે, હવે લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા સોનાના દાગીનાની સંખ્યા પર મર્યાદા લાદવામાં આવી છે.

શું છે નવો નિયમ?
નવા નિયમ અનુસાર, હવે લગ્ન કે તેને સંબંધિત કોઇ પણ પ્રસંગમાં સ્ત્રીઓ સોનાના ફક્ત ત્રણ દાગીના પહેરી શકશે. આ ત્રણ દાગીનામાં મુખ્યત્વે નાકની ચુની, કાનની બુટ્ટી અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે. પંચાયતે ચેતવણી પણ આપી છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારા પરિવાર પાસેથી રૂ. 50,000 દંડ વસૂલવામાં આવશે.

આ નિર્ણય કેમ લેવાયો?

કંદહાર ગામના મુખ્ય આગેવાન અર્જુન સિંહના જણાવ્યા મુજબ, ‘સોનાના ઊંચા ભાવોને કારણે ઘણી મહિલાઓ દેખાદેખીમાં ફસાઈને સામાજિક દબાણ અનુભવે છે. આ કારણસર પરિવારોમાં ઝઘડા થાય છે અને તણાવ વધે છે. આ નિયમ બનાવવાનો અમારો હેતુ પરિવારોને આર્થિક બાબતોને લગતા તણાવમાંથી મુક્ત કરવાનો છે.’

અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગમાં એક ઈંગ્લિશ મીડિયમ શાળામાં 22 વિધાર્થીઓ સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ...
02/11/2025

અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગમાં એક ઈંગ્લિશ મીડિયમ શાળામાં 22 વિધાર્થીઓ સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં શાળાના વોર્ડન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શાળાને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સાંગો ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિધાર્થીઓના જાતીય શોષણની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) શરૂ કરી છે. SITએ સ્કૂલ પરિસરની મુલાકાત લીધી અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા. ડિજિટલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.

**e **e

દેશભરમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. આ વર્ષે લગ્નોની ખરીદીના કારણે દેશના અર્થતંત્રમાં વેગ આવશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા...
01/11/2025

દેશભરમાં હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. આ વર્ષે લગ્નોની ખરીદીના કારણે દેશના અર્થતંત્રમાં વેગ આવશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના એક અહેવાલ મુજબ, દેશમાં આગામી લગભગ 44 દિવસ દરમિયાન અંદાજે 46 લાખ લગ્ન થવાની સંભાવના છે, જેનાથી દેશભરમાં 6.5 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. લગ્નોના કારણે કાપડ, જ્વેલરી, બેન્ક્વેટ હોલ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફ્લોરિસ્ટ, ડેકોરેટર્સ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સહિત અનેક ક્ષેત્રોમાં ભારે માગ રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે દસ લાખ હેક્ટર ખેતીની જમીનમાં મોટું નુકસાન થયું છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાય...
01/11/2025

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે દસ લાખ હેક્ટર ખેતીની જમીનમાં મોટું નુકસાન થયું છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને નુકસાન થતાં આર્થિક ફટકો પડ્યો છે. એવામાં હવે સરકારે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરવા નક્કી કર્યું છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માટે મોટો પ્રશ્ન એ છે કે આવા વાતાવરણમાં મગફળી સાચવવી ક્યાં?
શરૂઆતમાં સરકારે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરી હતી. જે બાદ ખેડૂતોએ પણ જથ્થો તૈયાર રાખ્યો હતો. એવામાં હવે કૃષિ વિભાગે હાલ પૂરતું મગફળીની ખરીદી ટેકાના ભાવે નહીં કરવા નક્કી કર્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં કમોસમી વરસાદઅમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના ખાંભા...
01/11/2025

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં કમોસમી વરસાદ

અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના ખાંભામાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો. ભાવનગરના તળાજામાં 2.48 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ વરસાદ ખાબક્યો. રાજ્યના અન્ય 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

👏🏻👏🏻
06/09/2025

👏🏻👏🏻

🚨મુંબઈ હાઈ અલર્ટ🚨‘લશ્કર-એ-જિહાદી’ની ધમકી બાદ શહેરમાં મચ્યો ખલભળાટ... 400 કિલો RDX કારોમાં છૂપાવેલ, 1 કરોડ જીંદગી જોખમમાં...
06/09/2025

🚨મુંબઈ હાઈ અલર્ટ🚨

‘લશ્કર-એ-જિહાદી’ની ધમકી બાદ શહેરમાં મચ્યો ખલભળાટ... 400 કિલો RDX કારોમાં છૂપાવેલ, 1 કરોડ જીંદગી જોખમમાં!





News









Threat



Now

🙏🏻🙏🏻
06/09/2025

🙏🏻🙏🏻

03/09/2025

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapnu Junagadh:

Share