Good Day Gujarat News

Good Day Gujarat News Live Tv (1) તમે સાચા છો અને તમારી સાથે અન્યાય થયો છે. (2) તમારી વાતો પોલીસ કે પ્રશાસન નથી સાંભળતુ.

(3) તમારી પાસે જાતિ અને ધર્મના અને કુરિવાજોને
આગળ કરીને બહેન દીકરીઓ સાથે શોષણકરવામાં
આવે છે. (4) તમારી આજુબાજુના વિસ્તારમાં અસામાજિક
તત્વો દ્વારા સમાજને નુકસાન થતી પ્રવૃત્તિઓ થઈ
રહી છે અનેએનનો વિરોધ કરનાર કોઇ નથી. (5) તમારું સરકારી કામ અટકાવી રાખયુ હોય લાચ લેવા માટે.

તો સંપર્ક કરો
Jagdish Solanki �Good Day Gujarat News �
ફોન નંબર= 9825987310


સેવા 365 દિવસ અને(24�7)

જે યુવા ભાઈ બેહનો આવા સેવા ના કામ મા કોઇ લોભ લાલચ વગર જોડાવા માંગતા હોય તો આપેલ નંબર પર કોલ કરવો.

🛑 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 🛑🚔 મણીનગર રેલવે સ્ટેશન પાસે રેડ💊 70.930 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત💰 કિંમત : રૂ. 3,09...
24/08/2025

🛑 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 🛑

🚔 મણીનગર રેલવે સ્ટેશન પાસે રેડ
💊 70.930 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત
💰 કિંમત : રૂ. 3,09,300/-

👉 બે શખ્સો ઝડપાયા :
1️⃣ મોહમદતલીફ ઉર્ફે મામા મોહમદસુલેમાન શેખ (33)
2️⃣ સેમલ ગુલામહુસેન ખલાસી (22)

❌ વોન્ટેડ : ગૌસુલમીન (મુંબઈ)

📌 ગુનો નોંધાયો – NDPS એક્ટ હેઠળ

🔹 અમદાવાદને ડ્રગ્સ ફ્રી બનાવવા ક્રાઈમ બ્રાન્ચની સખ્ત કાર્યવાહી ચાલુ 🔹

22/08/2025

સેવન્થ ડે સ્કૂલે પોલીસને 50 મિનિટ બાદ જાણ કરી! શું છુપાવવા માંગતી હતી શાળા?

અમદાવાદની મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.મૃતકના પિતાની અરજી બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે,જેમાં સ્કૂલ પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં વિલંબ થયાની વાત સામે આવી છે.ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રશાસન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આરોપીને જુવેનાઈલ જસ્ટિસ કોર્ટ સમક્ષ રજૂ કરી બાળ સુધારણા કેન્દ્રમાં મોકલાયો છે. પ્રાથમિક તપાસ મુજબ બનાવ 12:30થી 12:45 વાગ્યા વચ્ચે બન્યો હતો,પરંતુ સ્કૂલ દ્વારા પોલીસે આશરે 50 મિનિટ બાદ જાણ કરી હતી. ઘટના અંગે તાત્કાલિક જાણ કેમ ન થઈ તેના જવાબ સ્કૂલ તરફથી હજુ સુધી મળ્યા નથી.

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા
22/08/2025

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

Views: 2 0 0 Spread the love            Read Time:2 Minute, 41 Second અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા અ.....

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંદિરમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરનાર મહિલા ઝડપાઈ
22/08/2025

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંદિરમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરનાર મહિલા ઝડપાઈ

Views: 2 0 0 Spread the love            Read Time:1 Minute, 9 Second અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંદિરમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરનાર મહિલા ઝડપ...

21/08/2025

હવે અમે જોઈએ છે કે દાદાનું બુલડોઝર આ હત્યારાના ઘર પર ફરે છે કે નહીં: સેવેન્થ ડે સ્કૂલમાં હત્યા મામલે NSUI કાર્યકરનું નિવેદન
પોલીસે તમામ લોકોની અટકાયત કરી

સેવન્થ સ્કૂલ બહાર લોકોની ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં શાળા બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસે હિન્દુ સંગઠન અને NSUIના કાર્યકરોની અટકાયત કરી છે. મોટી સંખ્યામાં લોકો શાળા બહાર પહોંચતા મામલો બિચક્યો છે. લોકો તેમના હાથમાં પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા છે. ન્યાયની માંગ સાથે વિરોધમાં લોકો જોડાયા છે. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયુ.

.

20/08/2025

વ્યારા એસસી-એસટી સેલના DySP લાંચ લેતા ઝડપાયા
​તાપી એસસી-એસટી સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરીને DySP અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો નોંધ્યો છે. એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ દાખલ થયેલા કેસમાં કાર્યવાહી ન કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હતી. 4 લાખની માગણી કરવામાં આવી હતી. વાટાઘાટ બાદ આ રકમ 1 લાખ પચાસ હજાર નક્કી થઈ હતી

20/08/2025

દરીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ઓટોરીક્ષા સાથે એક ઇસમને પકડી લઇ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સાબરમતી સર્વેલન્સ સ્ક્વોડ

20/08/2025

આણંદનાં નગરપાલીકાના પુર્વ કાઉન્સીલરની ચકચારી હત્યા કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડીટેકટ મર્ડરનો ગુનો ડીટેકટ કરતી અમદાવાદ ઝોન-૭ એલ.સી.બી.

બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલ ગોયા તળાવ ખાતે વોકીંગ કરવા ગયેલ આણંદ નગરપાલીકાના પુર્વ કાઉન્સીલરની કોઇ અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથીયારથી ગળાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયા હતા આ બંને આરોપી ફૈઝલ ઇલીયાસહુસેન મુસ્તુફામીયા મલેક અને આરોપી અયાન અલતાફભાઇ મહેબુબભાઇ મલેક ને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમદાવાદ ઝોન-૭ એલ.સી.બી. ઝડપી લીધા છે આવાજ સમાચારો જોવા માટે અમારી ગુડ્ડે ગુજરાત ન્યૂઝ ને ફોલો શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

20/08/2025

રાહુલ ગાંધીએ BJP કાર્યકરોને આપી ફ્લાઈંગ કિસ!

બિહારમાં ચાલી રહેલી રાહુલ ગાંધીની ‘વૉટર અધિકાર યાત્રા’ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. શેખપુરામાં જ્યાં કેટલાક BJP કાર્યકરો તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યાં રાહુલ ગાંધીએ ઉભા રહીને તેમને ફ્લાઈંગ કિસ આપી, ‘થમ્સ અપ’ કર્યું અને આગળ વધ્યા. વિરોધ સામે રાહુલ ગાંધીનો આ પ્રતિભાવ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ તેઓએ શ્રીકૃષ્ણ સિંહ ચોક પર લોકોને સંબોધન કર્યું હતું.

20/08/2025

અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીએ ચપ્પુ મારતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મો*ત, શાળાના સંચાલકે શું કહ્યું?
સેવન્થ ડે સ્કૂલમાં બાળકો સુરક્ષિત નથી?

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલા બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હવે આ મામલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર શાળામાં વાલીઓએ હલ્લાબોલ કર્યો છે. પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વાલીઓએ શાળા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હવે સવાલો થાય છેકે, આ શાળામાં તમારા બાળકો અભ્યાસ કરતા હોય તો તે કેટલા સુરક્ષિત છે? ભવિષ્યમાં બનાવ બને તો કોણ જવાબદાર?


19/08/2025

દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

19/08/2025

હવે આ સ્ટેશન હોલ્ટ કરશે વંદે ભારત

ટ્રેન નં. 22962/22961 મુંબઈ-અમદાવાદ-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને હવે નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નવસારીના સાંસદ સી. આર. પાટીલની રેલવે મંત્રાલયમાં સજાગ રજૂઆતના કારણે આ સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક મુસાફરોને મોટી રાહત મળશે. આ સાથે ટ્રેન નં. 12927 મુંબઈ-દાદર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને 69112 અમદાવાદ વડોદરા સુરત ડેમુ પણ નવસારીમાં હોલ્ટ કરશે.

Address

Ahmedabad
382480

Alerts

Be the first to know and let us send you an email when Good Day Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Good Day Gujarat News:

Share