19/09/2025
*એ.સી.બી. સફળ ટ્રેપ*
ફરીયાદી-એક જાગૃત નાગરીક
આરોપી નં.(૧) દીનશેભાઇ તેજાભાઇ જેપાર, બેરાજા ગ્રામ પંચાયત સરપંચના પતિ (પ્રજાજન)
આરોપી નં.(૨) હમીરભાઇ દેવરાજભાઇ સોલંકી, (પ્રજાજન) , બન્ને રહે. ભલસાણ-બેરાજા ગામ, તા.કાલાવડ, જી.જામનગર
ટ્રેપ ની તા.૧૯/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ :- રૂ. ૭૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂ. ૭૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ. ૭૫,૦૦૦/-
*ટ્રેપનું સ્થળ :-*
જામનગર-કાલાવાડ રોડ, માટલી પાટીયા ગામથી કાલાવડ જતા હાઇવે રોડ ઉપર
*ટૂંક વિગત:-*
આ કામના ફરીયાદીશ્રીની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલતી હોય, તેઓને બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે આરોપી નં.(૧) કે જેઓ બેજારા ગામના મહિલા સરપંચના પતિ હોય અને ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતે કરતા હોવાનું જણાવી ફરીયાદીશ્રી પાસેથી રૂ.૭૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી નં.(૨) ને તેઓ વતી આપી દેવા સારૂ જણાવેલ.
આ ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરિયાદીશ્રીની ફરીયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૭૫,૦૦૦/- આરોપી નં.(૨) ને આપી દેવા સારૂ જણાવી બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, પકડાય જઇ, ગુન્હો કર્યા બાબત.
*ટ્રેપીંગ અધિકારી :*
શ્રી આર.એન.વિરાણી,
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ.
*સુપરવિઝન અધિકારી :*
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
ઇન્ચાર્જ એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.