
21/07/2025
સપ્તઋષિ સરગવા ડ્રાઈવ 🌱
સુર્યાશોભાવંદના ફાઉન્ડેશન માં સુપોષણ ક્લબ અંતર્ગત અમે દરેક શાળા માં 7 સરગવા ના છોડ વાવવા માટે ની DRIVE શરુ કરી છે
સુપોષણ ક્લબ થકી સરકારી તેમજ અન્ય શાળાઓ એમ 700 થી વધુ શાળાઓ માં 7 સરગવાના છોડ વાવી ને શાળા ના 7 બાળકો "સપ્તઋષિ" બની ને આ છોડ નું જતન કરશે ... એમ અમારી સંસ્થા દ્વારા 5000 થી વધુ સરગવાના વૃક્ષ નું જતન સાથે વાવેતર થશે....
સરગવો એક એવું વૃક્ષ છે જેની સિંગ, પાંદડા, ફૂલ, ડાળીઓ બધું જ ખૂબ પોષ્ટિક હોય છે ... સુપોષણ માટે આ વૃક્ષ અકસીર છે....
સપ્તઋષિ સરગવા ડ્રાઈવ નો હેતુ :
1. સરગવાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
2. સરગવાની સીંગ માં કેલ્શિયમ વધુ હોવાથી હાડકા અને સાંધા ઓ મજબુત થાય છે.
3. સરગવાના ફૂલો ના સેવનથી વાળ ખરતા અટકે છે.
4. કુપોષણ થી પીડિત બાળકો માટે આહારના રૂપ માં સરગવા ના પાન ની ભાજી , સિંગ , પાવડર, સૂપ ના ઉપયોગથી સુધારો આવે છે.
5. નાના બાળકોના પેટ માં કરમિયા હોય તો તેમને સરગવાના પાનનો રસ આપવો જોઈએ.
6. ઘર ના દરેક વ્યક્તિ સરાગવા નો ઉપયોગ કરી શકે છે .
7. શાળા ના બાળકો પાસે 7 છોડ નું જતન કરાવાથી એમને પર્યાવરણ નું મહત્વ સમજાય છે ...
અમારી સાથે જોડાવા સંપર્ક કરો :- 7490898823
Media Coverage :- Divya Bhaskar