otvindia.in

otvindia.in આ ડીજીટલ પ્લેટફોર્મથી સભ્યસમાજમાં નીડરતાપૂર્વક સાચી માહિતી પહોચાડવી એ OTV ન્યુઝ ટીમની નેમ છે.

HAPPY 78 INDEPENDENCE DAY
15/08/2024

HAPPY 78 INDEPENDENCE DAY

22/08/2021

કેશોદ - ( ગોવિંદ હડિયા ) કેશોદમાં બાઈક રેલી યોજી ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ કરાઈ ગૌમાતાને રાષ્ટ્રમાતા ના દરજ્જા અને આહીર રેજીમેંટ ના નિર્માણ માટે આહીર અર્જુન આંબલીયા ના દિલ્લી ધરણાં સમર્થનમાં ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા ગુજરાતના ૧૦૦થી વધુ ગામડાઓમા ઘી એકઠું કરવામાં આવશે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામાં આવે અને સેનામાં જાતિઓના નામથી રેજીમેન્ટોછે....

https://otvindia.in/news/27050

19/08/2021

માંગરોળ - ( જીતુ પરમાર ) જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડુતોએ કરેલ મગફળી નું વાવેતર સુકાઇ રહયું છે વરસાદ ખેચાતા ખેડુતોના કુવાઓ તળીયા જાટક થયા છે અને પાણી ન હોવાના કારણે ખેડુતોને નાળીયેરીના બગીચાઓપણ સુકાતા જોવા મળી રહયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણા સમય પહેલાં વાવણીલાયક વરસાદ થતાં ખેડુતોએ મોંધા ભાવના બીયારણ ખરીદિ ખેતરમાં વાવેતર કરેલ અને ત્યાર બાદ વરસાદ ખેચાતા ખેડુતોએ પાક બચાવવા માટે કુવામાંથી ફુવારા ષરૂ કરેલ હતા પરંતુ હાલ કુવાઓપણ તળીયા જાટક થતાં ખેડુતોનો ઉજેરેલ પાક સુકાતા ખેડુતો મુંજવણ માં મુકાયા છે...

https://otvindia.in/news/27043

માંગરોળ  -  ( જીતુ પરમાર ) પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી...
16/08/2021

માંગરોળ - ( જીતુ પરમાર ) પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ની આગેવાનીમાં કરવામાં આવ્યું છે...

https://otvindia.in/news/27037

માંગરોળ – ( જીતુ પરમાર ) પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આ...

16/08/2021

ઊના - ( જિતેન્દ્ર ઠાકર ઊના) તાઉતે વાવાઝોડા બાદ આજ સુધી ખેતીવાડી નો વીજ પુરવઠો કાર્યરત ન થવાથી' ઊના પંથકના ખેડૂતો મગફળીને બચાવવા ટ્રેક્ટરમાં જનરેટર લગાવી પાકને પાણી પીવડાવવા મજબૂર. મોંધા ભાવનું ડિઝલ લઇને જનરેટર મશીનમાં નાખવું પોસાય તેમ ન હોય છતાં પણ વહાલસોયા પાક ને બચાવવા 'જગતાત'નાં વલખા ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાના સો દિવસ બાદ પણ ખેતીવાડીમાં વિજપુરવઠો શરૂ ન થતાં અને ખેડૂતોના પાકને સમયસર પાણી ન મળતા પાક નિષ્ફળ જવાનો ભય હોય અને પીજીવીસીએલ દ્વારા વિજપુરવઠો તાત્કાલીક શરૂ કરવા પાતાપુર, ઉમેજ સહીતના ગામના ખેડૂતોની માંગ સાથે ધોકડવા પીજીવીસીએલના અધિકારીને રજુઆત કરી હતી....

https://otvindia.in/news/27033

13/08/2021

તાલાલા - ( રાજેશ ભટ્ટ ) તાલાલાના ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડ સાથે 50 ધારાસભ્યની ધરપકડના વિરોધમાં સરકાર ને સદબુદ્ધિ આપવા તાલાલા ગીર માં રામધુન નો કાર્યક્રમ યોજાશે. તાઉ તૈ વાવાઝોડાથી થયેલ તારાજીનું સરકારે કરેલ જાહેરાત મુજબ અસરગ્રસ્તોને ચૂકવેલ સહાયમાં વિસંગતતા દૂર કરી જરૂરી સહાય ચૂકવવા તથા બાકી રહી ગયેલ અસરગ્રસ્તોનુ સર્વે કરાવી તુરંત વળતર ચૂકવવા માંગણી સાથે રજૂઆત કરવા ગયેલા તાલાલાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ સહિત ગાંધીનગર પોલીસે 50 ધારાસભ્યની કરેલ ધરપકડના વિરોધમાં તાલાલા ગીર માં ક્રોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ રામધૂન સાથે ધરણા કર્યા હતા....

https://otvindia.in/news/27024

11/08/2021

આટકોટ - ( કરશન બામટા ) જસદણના બાયપાસ નજીક ફોરવીલર કારમાં આગ લાગી. આગ લાગતા ડ્રાઇવર સહિત પેસેન્જરને બહાર કઢાયા હતા. જસદણ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. આગ બુઝાવવામાં આવી કારમાં આગ લાગવાનું કારણ અકબંધ. જસદણ ના ફાયર બ્રિગેડ ના જવાનો આગ બજાવતા હતા ત્યારે અચાનક ટાયરો ફાટયા હતા બાયપાસ રસ્તો ધડીક માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો ગાડી મા અચાનક આગ લાગી હતી જેમાં બેસેલા નો બચાવ થયો હતો

https://otvindia.in/news/27019

11/08/2021

કેશોદ - ( ગોવિંદ હડિયા ) આજે ફુલ કાજળી વ્રત નિમિત્તે સવારથી શિવાલયોમાં કુંવારીકાઓએ શ્રધ્ધાપૂર્વક પુજા અર્ચના કરી વ્રત લીધું આજે આખો દિવસ વ્રત રાખનારી કુંવારી કન્યા ઓ ફુલ સૂંઘીને ફળાહાર કરી મહાદેવને ભજશે વહેલી સવારથી શિવાલયોમાં વ્રતધારી બાળાઓએ પુજા અર્ચના કરી પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પુજા અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલ સુગંધિત પુષ્પો સાથે લાવીને ફળાહાર કરતી વખતે ફુલ સૂંઘીને કરેછે અને આજે ભોળેનાથની આરાધના કરે છે....

https://otvindia.in/news/27014

તાલાલા  -  ( રાજેશ ભટ્ટ ) દેશનું ગૌરવ સિંહ તથા જંગલના લાખો વન્ય પ્રાણીની પ્યાસ બુઝાવતો કમલેશ્વર ડેમ ને સૌની યોજના માં સમ...
11/08/2021

તાલાલા - ( રાજેશ ભટ્ટ ) દેશનું ગૌરવ સિંહ તથા જંગલના લાખો વન્ય પ્રાણીની પ્યાસ બુઝાવતો કમલેશ્વર ડેમ ને સૌની યોજના માં સમાવેશ કરો. તાલાલા પંથક સહિત વિશ્વભર સિંહ દિવસ ની ઉજવણી કરી રહ્યો છે. વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી અંતર્ગત વનવિભાગ સિંહોના જતન માં સહભાગી થયા 51 લાખ 75 હજાર લોકોને સંદેશા મોકલ્યા આ ઉપરાંત પી.એમ મોદીએ ટ્વીટ કરી સિંહ જેવા જાજરમાન પ્રાણીનું ઘર ભારતમાં છે....

https://otvindia.in/news/27011

તાલાલા – ( રાજેશ ભટ્ટ ) દેશનું ગૌરવ સિંહ તથા જંગલના લાખો વન્ય પ્રાણીની પ્યાસ બુઝાવતો કમલેશ્વર ડેમ ને સૌની યોજના માં ...

09/08/2021

કેશોદ - ( ગોવિંદ હડિયા ) કેશોદના રાણીંગપરા ગામે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી ઓટોમેટીક પાણી બહાર ફેંકાયું કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી તે દરમીયાન બોરમાંથી અચાનક ઓટોમેટીક પાણી પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહેલ ત્યાર બાદ જોવા મળેલ કે પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ફુવારો ઉંચે સુધી પંદરથી વધુ મીનીટ સુધી પાણીનો ફુવારો છુટ્યો હતો ત્યાર બાદ પાણીના પ્રેશરથી બોરમાં રહેલ આશરે 130 ફુટ પાઈપ લાઈન સર્વિસ ઈલેક્ટ્રીક મોટર સહીત પાણીના પ્રેશરથી બોરની બહાર ફેંકતા અંદાજે એક લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું ખેડુતે જણાવ્યું હતું...

https://otvindia.in/news/27006

09/08/2021

આટકોટ - ( કરશન બામટા ) આટકોટમાં આજે, પ્રવિત્ર શ્રાવણ માસ આજે પહેલો દિવસ અને સોમવાર ગાયત્રી નગર માં આવેલ રામેશ્વર મહાદેવ ના મંદિરે દૂધ અભિષેક બિલિપત્ર પુજા નો લહાવો ભક્તજનો દર્શનનો લાહ્વો લીધો હતો પુજારી, પ્રકાશભાઈ જોશી જણાવ્યું હતું કે આજે, શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર હોય ભક્તજનો દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે સોશિયલ ડીસટન સાથે ભક્તજનોને દર્શનનો લહાવો મળી રહ્યો છે સાજે મહાદેવ ને દીપમાળા ના, દર્શન નો લાહવો મળશે દાદાને ફૂલોનો શણગાર કરવામાં આવશે શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનોના દર્શન અને પૂજા નો લાભ મળી રહ્યો છે

https://otvindia.in/news/27003

09/08/2021

આટકોટ - ( કરશન બામટા ) જસદણ બાયપાસ ગઢડીયા ચોકડી પાસે આજે સવારે લેલેન્ડ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઈક ચાલક નું મોત થયું હતું ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા એકસો આઢ પણ દોડી ગય હતી બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત થયું હતું મરનાર નું નામ મનુભાઈ ગોરધનભાઈ ઉમર વષ 50હોવાનુ જાણવા મળ્યું હતું બાઈક , ટ્રક નીચે ઘરી ગયું હતું, બાઈક ચાલક નું ધટના સથળે મોત થયું હતું એકસો આઢ ના પાયલોટ મનસુખભાઈ મેણીયા ડોક્ટર ગોરધનભાઈ ધટના સથળે પહોંચી ગયા હતા પણ બાઈક ચાલક નું મોત થયું હતું108 પ્રામાણિકતા જેમના ખીચા માંથી બાર હજાર રોકડા તેમજ મોબાઇલ તેમના પરિવારજનોને સોંપ્યા હતા કળયુગમાં પણ હજુય માનવતા ની જયોત જળ હળે છે અકસ્માત ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી હતી

https://otvindia.in/news/27000

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when otvindia.in posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to otvindia.in:

Share