Ahmedavad city

Ahmedavad city ‼️𝐉𝐚𝐲 𝐃𝐰𝐚𝐫𝐤𝐚𝐝𝐡𝐢𝐬𝐡‼️ All show inquiries contact dhrumesh patel mo:9909462502

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તો, કાવડિયાઓ અને...
17/08/2026

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તો, કાવડિયાઓ અને યુવાનોના ઘોડાપૂર વચ્ચે શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરાયો હતો. મંદિરોને ફૂલોથી શણગારી, રોશનીથી ઝળહળતા કરાયા હતા. સુરત જાણે શિવમય બની ગયું હતું, જ્યાં ભક્તિનો અનેરો માહોલ છવાયો હતો.

હવામાન વિભાગે 17થી 23 ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 5 જેટલી સક્રિય સિસ્ટમને કારણે સૌરાષ્ટ...
17/08/2026

હવામાન વિભાગે 17થી 23 ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 5 જેટલી સક્રિય સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

સુરત સાયબર ક્રાઇમે 1.52 કરોડના આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી મુખ્ય...
17/08/2026

સુરત સાયબર ક્રાઇમે 1.52 કરોડના આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી મુખ્ય આરોપી રિયાઝની ધરપકડ કરાઈ છે. રિયાઝે મ્યુલ બેન્ક ખાતાઓમાંથી પૈસા ઉપાડી, ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલ્યા હતા. આ કેસમાં અગાઉ ત્રણ મ્યુલ ખાતાધારકોની ધરપકડ બાદ રિયાઝનું નામ ખુલ્યું હતું. હાલ વધુ બે વોન્ટેડ છે.

વાવ-થરાદના મોરીખા ગામના લખમીરામ પરમારના શંકાસ્પદ મોત મામલે દલિત સમાજ અને સામાજિક સંગઠનોએ ન્યાય માટે મોરચો માંડ્યો છે. કલ...
17/08/2026

વાવ-થરાદના મોરીખા ગામના લખમીરામ પરમારના શંકાસ્પદ મોત મામલે દલિત સમાજ અને સામાજિક સંગઠનોએ ન્યાય માટે મોરચો માંડ્યો છે. કલેક્ટર મારફતે વડાપ્રધાન-મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી BNS કલમ 103 (હત્યા) ઉમેરવા, રી-પોસ્ટમોર્ટમ, CID/CBI તપાસ અને કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

અમરેલી જિલ્લાના રેલવે ઇતિહાસમાં સોમવારનો દિવસ મહત્વનો રહ્યો. ચિતલ ગામે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળતા આજે પહેલીવાર સવારે 0...
17/08/2026

અમરેલી જિલ્લાના રેલવે ઇતિહાસમાં સોમવારનો દિવસ મહત્વનો રહ્યો. ચિતલ ગામે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળતા આજે પહેલીવાર સવારે 09:45 કલાકે ટ્રેન પહોંચી હતી. રાજ્યના ઊર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી ટ્રેનને રવાના કરાઈ હતી. આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સોમનાથ જતા શ્રદ્ધાળુઓને મોટો લાભ મળશે. જોકે, લાઠીને સ્ટોપ ન મળતા લોકોમાં નારાજગી જોવા મળી.

બોટાદના હીરા બજારમાં 16મી ઓગસ્ટે દુકાનમાંથી 1885 કેરેટ કાચા હીરાની ચોરી થઈ હતી. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત...
17/08/2026

બોટાદના હીરા બજારમાં 16મી ઓગસ્ટે દુકાનમાંથી 1885 કેરેટ કાચા હીરાની ચોરી થઈ હતી. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સીસીટીવી અને રિક્ષાચાલકોની પૂછપરછના આધારે પોલીસે બાવળા રેલવે સ્ટેશન પરથી બચ્ચુ સાડમિયા, તેની પુત્રી સપના અને જમાઈ વીનાને ચોરી કરેલા હીરા સાથે પકડી પાડ્યા. પોલીસે 43,17,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

વડોદરામાં ચોમાસાના ખાડા પૂરવા કોર્પોરેશને 4 કરોડથી વધુનો ખર્ચ કરી 7000 ખાડા પૂર્યાનો દાવો કર્યો. જોકે, માંડવી-પાણીગેટ, ગ...
17/08/2026

વડોદરામાં ચોમાસાના ખાડા પૂરવા કોર્પોરેશને 4 કરોડથી વધુનો ખર્ચ કરી 7000 ખાડા પૂર્યાનો દાવો કર્યો. જોકે, માંડવી-પાણીગેટ, ગાજરાવાડી સહિત અનેક વિસ્તારોમાં હજુય ખાડા યથાવત્ છે. કરોડોના ખર્ચ છતાં રસ્તાઓની ગુણવત્તા સામે સવાલો ઉઠતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ કામગીરીની અસરકારકતા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી અંગે લોકોમાં રોષ છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું છે. 2020 પછી પ્રથમવાર રાજ્યના 4 નેતાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી મળી છે. જ...
17/08/2026

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું છે. 2020 પછી પ્રથમવાર રાજ્યના 4 નેતાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી મળી છે. જેમાં ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ પટેલ અને પૂર્વ કોંગ્રેસી રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. આ નિમણૂકોથી ગુજરાતનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.

ભારતમાં સમાન નાગરિક સંહિતા (UCC) અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. ઉત્તરાખંડ UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં લગ્...
17/08/2026

ભારતમાં સમાન નાગરિક સંહિતા (UCC) અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. ઉત્તરાખંડ UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં લગ્ન, છૂટાછેડા અને વારસાના નિયમો સમાન છે. ગોવામાં 1867નો પોર્ટુગીઝ સિવિલ કોડ અમલમાં છે. ગુજરાત અને મધ્યપ્રદેશે બિલ પસાર કર્યા છે, પરંતુ અમલીકરણ બાકી છે, જ્યારે રાજસ્થાનમાં ડ્રાફ્ટ તૈયાર છે.

ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કામગીરી કરતા BLO અને સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામા...
17/08/2026

ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કામગીરી કરતા BLO અને સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે ઠરાવ બહાર પાડી BLO ને 4,000 અને સુપરવાઇઝરને 6,000 રૂપિયાનું વન-ટાઇમ વિશેષ ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ ભથ્થું નિયમિત વાર્ષિક વેતન ઉપરાંત મળશે. આ નિર્ણયથી હજારો ફિલ્ડ કર્મચારીઓને આર્થિક પ્રોત્સાહન મળશે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Ahmedavad city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share