12/07/2025
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે તો શાળાની ગ્રાન્ટ કાપવામાં આવશે,
• જ્યારે ખાનગી શાળાઓના શિક્ષકો ટ્યૂશન ન કરે તેની જવાબદારી આચાર્યની રહેશે. આ પરિપત્રમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ પર ટ્યૂશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
• શિક્ષકોએ ટ્યૂશન ક્લાસ રજિસ્ટર નિયમિત ભરવાનું રહેશે, અને જો રજિસ્ટરમાં ખોટી માહિતી આપીને ટ્યૂશન કરાવતા જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે.
• શાળાના આચાર્ય અને સંચાલકોને શિક્ષકો ટ્યૂશન ન કરે તેની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો ગ્રાન્ટ કાપવા ઉપરાંત શાળાની નોંધણી રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
• આ ઉપરાંત, ચર્ચાઓમાં એવું પણ જણાવાયું છે કે ખાનગી શાળાના શિક્ષકો ટ્યૂશન કરાવે છે તેવી ફરિયાદો મોટે ભાગે ટ્યૂશન ક્લાસિસ સંચાલકો દ્વારા જ કરવામાં આવે છે.
વધુ સમાચારો અને માહિતી માટે Crime press
ને Follow કરો!
school school