
15/02/2025
વીત્યા બે અઢી દાયકા પહેલાંનો સમય એટલે મોજમસ્તી, નિર્દોષ તોફાનો અને જલસાભર્યા બાળપણનાં દિવસો અને એ દિવસોની વાર્તા એટલે...
•
ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા લિખિત અને ZCAD group દ્વારા પ્રકાશિત "બચ્ચું શિયાળ અને તેના મિત્રો" બાળસાહિત્યનું પુસ્તક ૧૦ ભાગમાં છે.
•
પ્રત્યેક વાંચનારને પોતીકાં બાળપણની જ કથા લાગે એવી વાર્તાઓ.
બાળપણની સોનેરી યાદોનું પતંગિયું ચશ્માના કાચ પર આવીને બેસી જાય એવી અસ્સલ વાર્તાઓ.
બચ્ચુ એટલે હું પોતે... એવું વાંચનારને થાય જ થાય. પ્રત્યેક પ્રસંગ પોતાનો જ હોય એવું લાગ્યા કરશે.
•
જેમાં બચ્ચું શિયાળના મિત્રો ભોપુ ભૂંડ, રમતુ રીંછ, ગનુ ગેંડો, હનુદાદા હાથી, ગપુ ગધેડો, વિનુ વાંદરો, કલ્લુ કાગડો. હેતુ હરણ, સુમન સસલો, લખુ લક્કડખોદ, બબી બકરી, વાઘજી વાઘ, પીન્કુ પોપટ, ગવરી ગાય, ભૂરી ભેંસ, મઠો મગર, વનો વરુ, કાદુ કૂતરો, ઉદો ઊંટ, મકો મોર સાથે વાતો, તોફાન જેવા અનેક દ્રશ્યો આ પુસ્તકમાં સામેલ છે.
•
આ પુસ્તકમાં જાણીતા બાળસાહિત્યકારો જેમાં યશવંત મહેતા, યોસેફ મેકવાન, નટવર પટેલ, નટવર ગોહિલ, રક્ષાબેન દવે, કિરીટ ગોસ્વામી, હુદરાજ બલવાણી, રવજી ગાબાણી, મહેશ સ્પર્શ, ગીરા પીનાકીન ભટ્ટ એ પ્રસ્તાવના લખી છે.
•
આ પુસ્તકના તમામ ચિત્રો કાનજી મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ પુસ્તકને મનીષ પટેલ દ્વારા આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે.
•
બસ... આવી રહી છે નિર્દોષ તોફાનોભરી પ્રત્યેકનાં બાળપણની વાતો....' બચ્ચુ શિયાળ અને તેનાં મિત્રો!
•
આ પુસ્તકનું એડવાન્સમાં કોપી બુક કરાવવા સંપર્ક
ઓનલાઈન - https://zcadgroup.co.in/product/bachu-shiyal-ane-tena-mitro-by-dharmendra-patel
ઓફલાઈન - ડો. ધર્મેન્દ્ર પટેલ - 97143 97828 • ઝેડકેડ ગ્રુપ - 63588 52437
આ પુસ્તક ઝેડકેડની વેબસાઈટ www.zcadgroup.co.in, એમેઝોન
તમારા નજીકના પુસ્તક સ્ટોરમાં ઉપલબ્ધ થશે.