07/05/2025
*રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે*
એક સમયે ભારત દેશ માં જ્યાં રાજ રાઘવ નું હતું
દીધું જગત ને જ્ઞાન એવું ગીત માધવ નું હતું
આ જે દશા દેખી અને મનડું મારું મુંજાઈ છે
રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે
સેવક હતા આ દેશ માં નીતિ અનીતિ જાણતા
કેડે લંગોટી બાંધતા પણ ધર્મ ને સંભાળતા
આ જે ગદ્દારો દેશ માં ભગવાન થઈ પૂજાય છે
રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે
બેટી હતી આ દેશ ની વિદેશ માં બેઠી હતી
એ જાનકી ના દેહ પર લંકેશ ની ચોકી હતી
શક્તિ ઉપાસક દેશ માં આજ નારી ઓ લૂંટાઈ છે
રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે
ઉઠી પરોઢે પ્રેમી એ ગાયો નું મસ્તક જુમતું
સૃષ્ટિ નો પાલનહાર એ ખેડૂત થઈ જુમતો
દુર્ભાગ્ય છે આ દેશ ની ગૌ કતલખાને જાય છે
રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે
રૈયત હતી એને સદા સ્વરાજ માં રુચિ હતી
રહેવાને નાની જુપડી પણ સોચ ખૂબ ઉંચી હતી
*પરમ* કહે ધન ખરચતા અહીં લોકમત લેવાય છે
રાઘવ તણા આ દેશ માં વર્તન એવું વર્તાય છે