RangTarang Studio

RangTarang Studio RangTarang Studio is a film production studio dedicated to creating meaningful cinematic stories for theatrical and OTT audiences.

We collaborate with writers, directors, actors, and creative talent to bring powerful stories to life through cinema.

22/08/2026

પીળી કુર્તી પવનમાં લહેરાતી રહી… | Ek Naam Song | Gujarati Romantic Song | Haresh Prajapati

પીળી કુર્તી પવનમાં લહેરાતી રહી,
ખુલ્લા વાળની લટમાં મન ભટકતું રહ્યું… ❤️

કેટલીક અદાઓ નજર સામે નહીં, સીધી દિલમાં ઉતરી જાય છે.

🎵 “એક નામ” Full Song YouTube પર Out Now.
Like કરો, Share કરો અને YouTube Channel Subscribe કરો.

#એકનામ #ગુજરાતીગીત #પ્રેમગીત #ગુજરાતીસંગીત #રંગતરંગ #ગુજરાતીકલા #ગુજરાતીસાહિત્ય #ગુજરાતીભાષા #ગુજરાતીસંસ્કૃતિ #ગુજરાતીવારસો #ગુજરાતી

21/08/2026

એક નામ દિલમાં વસતું રહ્યું… | Ek Naam Song | Gujarati Romantic Song | Haresh Prajapati

એક નામ દિલમાં વસતું રહ્યું,
દરેક શ્વાસમાં એ ધબકતું રહ્યું… ❤️

કેટલીક લાગણીઓ શબ્દોથી નહીં, દિલના ધબકારથી વ્યક્ત થાય છે.

🎵 “એક નામ” Full Song YouTube પર Out Now.
Watch now: https://www.youtube.com/watch?v=LZnTfGkUa3g

Like કરો, Share કરો અને YouTube Channel Subscribe કરો.

#એકનામ #ગુજરાતીગીત #પ્રેમગીત #ગુજરાતીસંગીત #રંગતરંગ #ગુજરાતીકલા #ગુજરાતીસાહિત્ય #ગુજરાતીભાષા

20/08/2026

એક નામ... (Ek Naam) Gujarati Song | New Gujarati Romantic Song | Haresh Prajapati

એક નામ… જે દિલમાં વસતું રહ્યું, દરેક શ્વાસમાં ધબકતું રહ્યું.

“એક નામ” એક એવી અનકહી પ્રેમકહાનીને રજૂ કરતું ગુજરાતી ગીત છે, જેમાં કોલેજના દિવસો, પહેલી પસંદગી, જૂની યાદો અને નિસ્વાર્થ લાગણીઓનો સુંદર અનુભવ છે.

હવે આ સુંદર ગીત સાંભળો YouTube પર.

Credits:
Song Name - એક નામ
Lyrics: Haresh Prajapati

#એકનામ #ગુજરાતીગીત #ગુજરાતીસંગીત #પ્રેમગીત #ગુજરાતીકાવ્ય #રંગતરંગ #ગુજરાતીકલા #ગુજરાતીસાહિત્ય # #ગુજરાતીભાષા #ગુજરાતીસંસ્કૃતિ #ગુજરાતીવારસો #ગુજરાતી

19/08/2026

ફરકે નેજા નવરંગી નવખંડમાં | Ramdevpir New Song 2026 | Hitesh Prajapti | RangTarang Studios

ફરકે નેજા નવરંગી નવખંડમાં New Ramdevpir Song 2026

આ સુંદર ભજનને પોતાના મજબૂત, મધુર અને હૃદયસ્પર્શી અવાજથી સજાવ્યું છે ગુજરાતી ભજન ક્ષેત્રના ઉભરતા સિતારા હિતેશ પ્રજાપતિએ.

ખૂબ જ ઓછા સમયમાં પોતાની આગવી ગાયકીથી શ્રોતાઓના દિલમાં સ્થાન બનાવનાર હિતેશ પ્રજાપતિનો અવાજ ભક્તિ અને લાગણીનો અનોખો સંગમ છે.

🙏 સાંભળો હિતેશ પ્રજાપતિના સુરીલા સ્વરમાં આ ભક્તિભર્યું ભજન અને માણો ભક્તિના રંગો.

Credits
🎤 Singer: Hitesh Prajapati Hitesh Prajapati
🎵 Music: J P Recording Studio, Rajkot
🎬 Video & Graphics: RangTarang Studios

રામદેવપીરના ભક્તિભાવ અને લોકસંગીતની સુગંધથી ભરપૂર આ સુંદર ગીત ભક્તિ અને શ્રદ્ધાને સમર્પિત છે. ❤️

ભક્તિના સૂર અને દિલની લાગણીઓથી ભરપૂર આ ગીત જરૂર સાંભળો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો.

14/08/2026

એક નામ | EK NAAM — Song Teaser | Releasing Next Week

એક નામ… એક લાગણી… અને સંગીતની એક સુંદર અનુભૂતિ.

“એક નામ” Song Teaser ટૂંક સમયમાં તમારી સામે આવી રહ્યું છે.

Lyrics: Haresh Prajapati
From the Album: “પ્રેમની અનુભૂતિ”
RELEASING NEXT WEEK

#એકનામ #ગુજરાતીસોંગ #પ્રેમનીઅનુભૂતિ

03/08/2026

💙 હે કાન્હા હું તને ચાહું💙

Experience the divine beauty of "Tara Vina Shyam Mane", a soulful Gujarati Garba dedicated to Lord Krishna. Let the rhythm, , and vibrant dance fill your heart with joy.

🎶 Don't forget to Like, Share & Subscribe to RangTarang studios for more Gujarati Garba, Folk Songs, Devotional Music, and Original Entertainment.

🔔 Subscribe now and stay connected with the Gujarati spirit!
Credits:

Song Name - તારા વિના શ્યામ મને...
Lyrics: Rajshi Chavda

25/07/2026

તું આવી ત્યારથી... | Heart Touching Gujarati Love Song

કેટલીક વ્યક્તિઓ જીવનમાં આવીને દરેક લાગણીને નવી ઓળખ આપી જાય છે.

"તું આવી ત્યારથી..." એક મધુર ગુજરાતી પ્રેમગીત છે, જેમાં પ્રેમ, લાગણીઓ અને સંગીતનો સુંદર સંગમ છે.

જો ગીત ગમે તો ❤️ Like કરો, Share કરો અને ગુજરાતી સંગીતને દરેક ગુજરાતી સુધી પહોંચાડવાના અમારા પ્રયાસમાં જોડાઓ.

Credits:
🎵 Song: તું આવી ત્યારથી...
✍️ Lyrics: Haresh Prajapati

Watch full video: https://www.youtube.com/watch?v=mQywj3QGVJs

Hashtags:
#તુંઆવીત્યારથી #ગુજરાતીગીત #ગુજરાતીસંગીત #ગુજરાતીસંસ્કૃતિ

22/07/2026

તું આવી ત્યારથી... | Official Gujarati Song 2026 | Haresh Prajapati

કેટલીક વ્યક્તિઓ માત્ર જીવનમાં નથી આવતી, પરંતુ આખા શહેરને, દરેક રસ્તાને, દરેક શ્વાસને અને દરેક શબ્દને નવી ઓળખ આપી જાય છે.

"તું આવી ત્યારથી..." એક સુંદર પ્રેમગીત છે, જેમાં #લાગણીઓ, કાવ્ય અને મધુર સંગીતનો અદભૂત સંગમ છે. દરેક અંતરામાં #પ્રેમ નો નવો અણસાર છે, દરેક શબ્દમાં લાગણીઓનો સ્પર્શ છે અને દરેક સ્વરમાં #દિલ ની ધડકન સંભળાય છે.

જો આ ગીત તમને સ્પર્શે, તો વિડિયો પસંદ કરો, તમારા સ્વજનો સાથે Share કરો અને ગુજરાતી સંગીતને વિશ્વભરના દરેક ગુજરાતી સુધી પહોંચાડવાના આ પ્રયત્નમાં અમારી સાથે જોડાઓ.

Credits:
Song Name - તું આવી ત્યારથી...
Lyrics: Haresh Prajapati

Lyrics:
તું આવી ત્યારથી...........

પવનમાં ચઢ્યો અજબ ખુમાર,
શહેરે ઓઢ્યો નવો શણગાર, તું આવી ત્યારથી.

ગલિયે ગલિયે થયો છે મેળો, મિલનનો વધ્યો ભાર,
નગરના વધ્યા ધબકાર, તું આવી ત્યારથી.

દરેક રસ્તો બન્યો તહેવાર, તું આવી ત્યારથી.

લાલ આંખે જોતા સિગ્નલ લીલા થઈ ગયા આજ,
ચોરાહે ચોરાહે ચકચાર, તું આવી ત્યારથી.

સાબરમતીનું વહેણ થંભ્યું, પળમાં અટક્યો ધાર,
જળમાં વર્તાયો અણસાર, તું આવી ત્યારથી.

ગગનચુંબી ઇમારતો ઝૂકી, તને નિહાળે વારંવાર,
ઊંચાઈએ છોડ્યો અહંકાર, તું આવી ત્યારથી.

તારી એક ઝલક કાજે મેટ્રો મોડી પડવા લાગી,
સમયે ભૂલ્યો વ્યવહાર, તું આવી ત્યારથી.

શહેરે શીખ્યો નવો વ્યવહાર, તું આવી ત્યારથી.

મૂંગી હતી જે કલમ, મળી ગયો કલરવ,
કવિઓને મળ્યો વિચાર, તું આવી ત્યારથી.

ફૂલો ઉછીની લેવા આવ્યા તારી પાસે સુવાસ,
ઉપવને કર્યો તારો સત્કાર, તું આવી ત્યારથી.

નગર બન્યું હવે ઘર સમાન, તું આવી ત્યારથી,
નઝ્મને મળ્યો તારો કરાર, તું આવી ત્યારથી.

તારું આવવું ને મારું લખવું — એક જ છે આ એકરાર;
‘હરેશ’ના દરેક શબ્દનો અધિકાર, તું આવી ત્યારથી.

પવનમાં ચઢ્યો અજબ ખુમાર,
શહેરે ઓઢ્યો નવો શણગાર,
દરેક શ્વાસ માં તારો અણસાર, તું આવી ત્યારથી.

#તુંઆવીત્યારથી #ગુજરાતીગીત #ગુજરાતીસંગીત #ગુજરાતીસંસ્કૃતિ

21/07/2026

Meet Gujarati Singer Hitesh Prajapati

Hitesh Prajapati is a talented singer known for his soulful . This Short is dedicated to his musical talent and passion for singing.

If you enjoy Gujarati and artist highlights, don't forget to Like, Share, and Subscribe for more Shorts.

20/07/2026

જેના ધાવણનું બસ એક જ કર્મ,
બાળકનો ધબકારો એ જ એનો ધર્મ...

Shoot Begins.

Presents

Directed by:

Produced by:

Starring: .rachh


Address

Ahmedabad
Ahmedabad
382481

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when RangTarang Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share