Gujarat Fight News

Gujarat Fight News For latest news follow our page.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ...
17/12/2022

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટીપ્પણીને લઈને આજે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયાં છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત ભીખારી કરતાં પણ ખરાબ છે. બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો પાકિસ્તાનના વિદેશ મંત્રીનો વિરોધ કરી રહ્યાં છે....

https://gujaratfight.com/%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b9%e0%aa%be%e0%aa%b2%e0%aa%a4-%e0%aa%ad%e0%ab%80%e0%aa%96%e0%aa%be%e0%aa%b0%e0%ab%80/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં અટવાયું છે, એક...
17/12/2022

અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં અટવાયું છે, એક તરફ દીપિકાની બિકીનીનાં ભગવા રંગ અને ગીતના શબ્દો સામેનો વિવાદ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ બૉલીવુડ એક્ટ્રેસ સની લિઓનીનો એક વિડિઓ વાયરલ થયો છે જેમાં તે દરિયા કિનારે ઓરેન્જ કલરની બિકીનીમાં ફોટોશૂટ કરાવતી નજરે પડી રહી છે. સની લિઓનીનું એક્ટિંગ કરિયર તો ખાસ ચાલી નથી રહ્યું પણ તે હંમેશા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે....

https://gujaratfight.com/%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%b8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%bf%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

રાજસ્થાનના પાવર પ્લાન્ટ્સ માટે રાજ્ય સરકાર અને અદાણી એન્ટરપ્રાઈઝ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા સંચાલિત કોલસા ખાણકામ પ્રોજે...
17/12/2022

રાજસ્થાનના પાવર પ્લાન્ટ્સ માટે રાજ્ય સરકાર અને અદાણી એન્ટરપ્રાઈઝ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા સંચાલિત કોલસા ખાણકામ પ્રોજેક્ટને અટકાવવાની અરજીને ફગાવી દેતા, એસસીએ કહ્યું કે તે તમામ વિવાદોનો આખરે નિર્ણય લેવા માટે ખુલ્લું છે, પરંતુ તે રોકવા માટે કોઈ વચગાળાનો આદેશ જારી કરશે નહીં. રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ (આરઆરવીયુએનએલ), રાજસ્થાનની રાજ્ય સંચાલિત પાવર જનરેશન યુટિલિટી અને અદાણી વચ્ચેના કરાર હેઠળ, બાદમાં રાજસ્થાનમાં આરઆરવીયુએનએલના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનું ખાણકામ અને પરિવહન કરવાનું છે....

https://gujaratfight.com/%e0%aa%b8%e0%ab%81%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%bf/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં શુક્રવારે સાંજે મોટા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપ...
17/12/2022

અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં શુક્રવારે સાંજે મોટા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. આ ભૂકંપ ટેક્સાસના ઈતિહાસના સૌથી મોટા ભૂકંપમાંનો એક છે. શુક્રવારે સાંજે રાજ્યના પશ્ચિમ ભાગમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ વિસ્તારમાં તેલ અને ફ્રૅકિંગ પ્રવૃત્તિ થાય છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે, ભૂકંપ 5.4ની તીવ્રતાનો હતો અને શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 5:35 કલાકે આવ્યો હતો....

https://gujaratfight.com/%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9f%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%ab%82%e0%aa%95/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમત સાથે વિજય મેળવી લીધો છે. ત્યાર બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથ યોજાયા ...
17/12/2022

ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમત સાથે વિજય મેળવી લીધો છે. ત્યાર બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથ યોજાયા હતાં. હવે ધારાસભ્યોની શપથવિધી યોજાશે. બીજી બાજુ ભાજપના તમામ જિલ્લા પ્રમુખોની એક રિવ્યૂ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિસ્તારોનો રિવ્યૂ લેવાશે. આ માટે આગામી 19મીએ એક બેઠક બોલાવવામાં આવી છે. આ જ સમયમાં ધારાસભ્યોની શપથવિધી છે અને વિધાનસભાનું એક દિવસનું સત્ર મળવાનું છે....

https://gujaratfight.com/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 10 મહિના બાદ રશિયા ફરી એકવાર કિવ પર કબાજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના અધિકારી...
17/12/2022

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 10 મહિના બાદ રશિયા ફરી એકવાર કિવ પર કબાજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે યુદ્ધની શરૂઆચ પછીના તેના સૌથી મોટા હુમલાઓમાં રશિયાએ શુક્રવારના રોજ યુક્રેન પર 70થી વધુ મિસાઈલો છોડી હતી. તેની અસરથી કીવમાં 3 લોકોના મોત થઈ ગયા હતા. ખેરસોનમાં એકનું મોત થઈ ગયું હતું. ત્યારે લોકો ભયના કારણે ઘર છોડીને સ્ટેશનો અને રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે....

https://gujaratfight.com/%e0%aa%95%e0%ab%80%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%ac%e0%aa%9c%e0%ab%8b-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b0%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%8f-70-%e0%aa%ae%e0%aa%bf/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભાર...
17/12/2022

રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે. નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે. આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ ડિઝાઈન બ્યુરો’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે....

https://gujaratfight.com/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%a8%e0%ab%8c%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-ins-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%ae%e0%ab%81%e0%aa%97/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ માટે કોઈ કેસ નાનો નથી. નાના ગુનામાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા વ્યક્તિને ...
17/12/2022

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ માટે કોઈ કેસ નાનો નથી. નાના ગુનામાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા વ્યક્તિને મુક્ત કરવાનો આદેશ આપતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, અમારા માટે કોઈ કેસ નાનો નથી. જો અમ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરી નથી કરી શકતા તો પછી અમે અહીં શું કરવા બેઠા છીએ. ચીફ જસ્ટિસની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, ગુરુવારે કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટના કામકાજ પર ટિપ્પણી કરી હતી....

https://gujaratfight.com/%e0%aa%85%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%95%e0%ab%8b%e0%aa%88-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%a5/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપ અને મહા વિકાસ અઘાડી આજે આમને-સામને થશે. બંને પક્ષો અલગ-અલગ મુદ્દે રસ્તા પર ઉતરશે. બંનેએ આ અં...
17/12/2022

મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપ અને મહા વિકાસ અઘાડી આજે આમને-સામને થશે. બંને પક્ષો અલગ-અલગ મુદ્દે રસ્તા પર ઉતરશે. બંનેએ આ અંગે એલાન કરી દીધુ છે. એક તરફ મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ વિરોધ મોર્ચો કાઢવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ સત્તાધારી ભાજપે મહા વિકાસ આઘાડી પર હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવીને માફી માંગવા વિરોધ મોર્ચાનું એલાન કર્યું છે. આજે થનાર વિરોધ અંગે મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું હતું કે, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આંબેડકરના જન્મસ્થળને લઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો....

https://gujaratfight.com/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6%e0%ab%87-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8-2/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

ટ્વિટર અને તેના પ્રમુખ ઇલોન મસ્કને કવર કરનારા અનેક નામાંકિત પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ અચનાક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છ...
17/12/2022

ટ્વિટર અને તેના પ્રમુખ ઇલોન મસ્કને કવર કરનારા અનેક નામાંકિત પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ અચનાક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રેયાન મેક, સીએનએનના ડોની સુલિવન, વોશિંગ્ટન પોસ્ટના ડ્રૂ હારવેલ, મેશેબલના મેટ બાઇન્ડર, ધ ઇન્ટરસેપ્ટના મીકા લી, વોઇસ ઓફ અમેરિકાના સ્ટીવ હર્મન અને સ્વતંત્ર પત્રકારો એ. રુપર, કીથ ઓલ્બરમેન અને ટોની વેબસ્ટરના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે....

https://gujaratfight.com/%e0%aa%87%e0%aa%b2%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%87-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%95%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર હાલમાં જાપાનમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં...
17/12/2022

બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર હાલમાં જાપાનમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અવનીત કૌર વિન્ટર લુકમાં જોવા મળી રહી છે. અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય....

https://gujaratfight.com/%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%85%e0%aa%b5%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8c%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

એક્ટ્રેસ ખુશાલી કુમાર બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ...
17/12/2022

એક્ટ્રેસ ખુશાલી કુમાર બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ખુશાલી શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ખુશાલીએ ચમકદાર અને ગ્લોસી મેકઅપ સાથે લુક પૂરો કર્યો. ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેણે મુખ્યત્વે બોલિવૂડમાં કામ કર્યું છે. ખુશાલી પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે....

https://gujaratfight.com/%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%96%e0%ab%81%e0%aa%b6%e0%aa%be%e0%aa%b2%e0%ab%80-%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%8b/

Gujaratfight.com is most aware of the need for public sentiment and information in the media crowd. We will continue to try to save the fourth estate of democracy by adopting true journalism.

Address

3rd Floor Richi House
Ahmedabad
380008

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Fight News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share